રાયતા કેરી

સામગ્રી: અઢી કિલો કેરી, દોઢ કિલો ગોળ, 125 ગ્રામ રાઈના કુરિયા, 125 ગ્રામ છડેલી વરિયાળી, 125 ગ્રામ ખારેક, 500 ગ્રામ તેલ, જોઈતા પ્રમાણમાં મીઠું.
રીત: કેરીને છોલી કકડા કરવા આ કેરીના કકડાને બે દિવસ સુધી મીઠામાં રાખવા, કેરીના કકડાને મીઠામાંથી બહાર કાઢી બરાબર રીતે કોરા કરવા પછીથી એક કથરોટમાં રાઈના કુરિયા અને તેલ નાખી ફેરવવું બરાબર રીતે મિક્સ થાય પછી ગોળનો ભૂકો ભેળવી દેવો. પછીથી કેરીના કકડાને રગદોળવા, ખારેકના ઝીણા ટુકડા પણ કેરી સાથે પલાળવા, છડેલી વરિયાળી અંદર નાખી દેવી આ બધુ ભેગું કરી બરણીમાં ભરી દેવું.
15-20 દિવસ સુધી રોજ ચમચા વતી હલાવવું. ગોળ ઓગળી જાય પછીથી રાયતા કેરી તૈયાર થાય છે. આ વસ્તુ એવી ને એવી બારેમાસ સુધી રહે છે.

About આબાન પરવેઝ તુરેલ

Leave a Reply

*