સવાલો અને જવાબો

સ) કસ્તી કેવી રીતે બનાવવામાં આવે છે?

જ) કસ્તીને 72 દોરાઓને સૌ પ્રથમ ચકકર ફેરવવામાં આવે છે ત્યારબાદ તેને હાથેથી વણવામાં આવે છે.

સ) કસ્તીને શા માટે શરીરના મધ્ય ભાગમાં બાંધવામાં આવે છે?

જ) કસ્તીને મધ્ય ભાગમાં બાંધવામાં આવે છે કારણ કે જરથોસ્તીઓ સંયમનના સિધ્ધાંત માનનારા છે.

સ) કુસ્તીની ચાર ગાંઠો શું દર્શાવે છે?

જ) અહુરા મઝદા એકમાત્ર અજય છે.

મઝદાની ભક્તિનો ધર્મ અહુરા મઝદા શબ્દ છે

ઝરથુસ્ત્ર અહુરા મઝદા દ્વારા મોકલવામાં આવેલ પ્રબોધક છે

સારા વિચારો, સારા શબ્દો, સારા કાર્યો કરવા તે કસ્તીની ગાંઠો દર્શાવે છે.

સ) કસ્તીનું પ્રતિક શું છે?

જ) જીવનભર ભગવાનની સેવા કરવી તે કસ્તીનું પ્રતિક છે.

સ) સદરો અને કસ્તી શા માટે પહેરવો જરૂરી છે?

જ) સદરો અને કસ્તી વ્યક્તિત્વના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે.

Leave a Reply

*