લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

માન્યતા: જરથોસ્તી ધર્મમાં અંતિમવિધિના સમયે એક શ્ર્વાનને મૃતદેહની નજીક લાવવામાં આવે છે તે નક્કી કરવા માટે કે શરીરમાં હજુ પણ પ્રાણ બાકી છે કે નહીં. આજે વિજ્ઞાન એકદમ એડવાન્સ થઈ ગયું છે પરંતુ પ્રાચીન કાળની પધ્ધતિઓ અલગ હતી, અને તે વખતે એવું પણ માનવામાં આવતુંં કે કૂતરો આત્માને આધ્યાત્મિક માર્ગ બતાવે છે.
હકીકત: ધાર્મિક ગ્રંથો સૂચવતા નથી કે જે વ્યક્તિ મૃત્યુ પામ્યું છે અથવા કોમાની સ્થિતિમાં છે તે ચકાસવા માટે શબ નજીક શ્ર્વાનને લાવવામાં આવે છે. ઉપરાંત, ગ્રંથોમાં કોઈ સંકેત નથી કે શ્ર્વાન આધ્યાત્મિક જગતમાં આગળના પ્રવાસ માટે આત્માને માર્ગ બતાવે છે.
પરંતુ આપણા ધાર્મિક ગ્રંથોમાં વપરાતો શબ્દ સાગદીદ છે અને સાગનો અર્થ શ્ર્વાન મતબલ દ્રષ્ટિ છે. જેનો શાબ્દિક અર્થ છે શ્ર્વાનની દ્રષ્ટિ.
માન્યતા એ છે કે આત્માને આધ્યાત્મિક માર્ગ દર્શાવનાર શ્ર્વાન જે સરોશ યઝદના સહકાર્યકર્તા હોવાનું માનવામાં આવે છે.
મહાભારતના અંતિમ પ્રકરણમાં પાંડવો સાથેના છેલ્લા સફરમાં શ્ર્વાનો તેઓની સાથે જોડાયા હતા જેઓ સ્વર્ગના દરવાજાઓના વાલીઓ છે.
પ્રાચીન ઈજિપ્તમાં શ્ર્વાનો અનુબીસ સાથે સંકળાયેલા હતા. અંડરવર્લ્ડના દેવતા અને ગ્રીક પૌરાણિક કથાઓ પ્રમાણે અંડરવર્લ્ડના રક્ષક ત્રણમુખી શ્ર્વાનો હતા. કેથલિક ચર્ચના સંત રોચ જે 14મી સદીમાં ફ્રાન્સમાં રહેતા હતા અને જે શ્ર્વાનોના આશ્રયદાતા હતા. એવું કહેવામાં આવે છે કે સખાવતી કાર્ય કરતા તેઓ ઘોર પ્લેગની બીમારીમાં ફસાયા હતા ત્યારે તેઓ જંગલમાં જઈ મૃત્યુની રાહ જોવા લાગ્યા ત્યારે તેઓ શ્ર્વાનોના મિત્ર બન્યા અને શ્ર્વાનોએ તેમને ખાવાનું લાવીને આપ્યું અને તેમના ઘા ને ચાટી ચાટીને સારા કર્યા અને તેના માટે સંત રોચે 16મી ઓગસ્ટને બોલિવિયામાં બધા શ્ર્વાનોના જન્મ દિન તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું.
માન્યતા: શું આતશ ખરેખર અહુરા મઝદાના પુત્ર છે.
હકીકત: આતશ નીઆએશમાં આતશને પ્રજવલિત કરતા આતશ પુથ્ર અહુરા મઝદાઓ સંબોધિત કરવામાં આવે છે અને સંસ્કૃતમાં પુથ્રનો મતલબ દીકરો છે. તેવી જ રીતે આપણા વિદ્વાનો એદલજી કાંગા કહે છે કે સંસ્કૃતમાં પુથ્રના ‘પુ’ નો અર્થ પવિત્રતા થાય છે.
માન્યતા: ઈરાનમાં ખાસ પ્રકારની આગ છે જે ઉડી શકે છે? શું એ વાત સાચી છે?
હકીકત: કેટલાક ખાસ યઝદના ગામોમાં ખાસ આતશોને સાચવી રાખવામાં આવે છે. ઈરાનના રણ પ્રદેશમાં યઝદ એક પ્રાચીન જરથોસ્તી ગઢ છે. શરીફાબાદ ‘યઝદ’ના એક ગામમાં જે આતશ પ્રજવળી રહ્યું છે તે 2000 વર્ષ જૂનું છે. પૌરાણિક ‘ઉડતું આતશ’ જેની મંત્રમુગ્ધતા શબ્દોમાં વ્યકત નથી કરી શકતી. આનો અર્થ એમ નથી કે તેમને કોઈએ ઉડતા નથી જોયા પણ જૂના સમયના લોકો દાવો કરે છે તેઓ ‘તીર’ના આકારમાં રણમાં આકાશમાં ઉડાન કરતા જોવામાં આવ્યા છે. આપણા આ આતશ વિશે ખાસ કઈ લખી શકતા નથી આની વાત કરવા કરતા તે વાતનો તેની રહસ્યમયતાનો અનુભવ થવો જોઈએ.
ઈરાનથી બહુ દૂર નહીં, યનાર દાગ જેનો મતલબ થાય છે. ‘સળગતા પર્વતો’ નૈર્સગિક ગેસના લીધે આતશ સતત પ્રગટયા કરે છે. જેને ‘આતશની ભૂમિ’ પણ કહેવામાં આવે છે.
એલેકઝાન્ડર ડુમાસ આ વિસ્તારની તેમની મુલાકાત દરમિયાન આસપાસ બાંધવામાં આવેલા જરથોસ્તી આતશ બહેરામમાં પ્રજવળી રહેલી આતશ અને આજ વિસ્તારમાં જોવા મળતી આતશ સમાન છે. તેમ જણાવે છે.

Leave a Reply

*