ઓસ્તાસ અને એરવદો માટેનો 17મો રેસિડેન્શીયલ તથા બેહદીન પાસબાન માટેનો 10મો રેસિડેન્સીયલ વર્કશોપ

28મી એપ્રિલ 2018ને દિને સાંજે 5.30 કલાકે જશનની ક્રિયા એરવદ કેકી રાવજી દ્વારા કરવામાં આવી અને ચીફ ગેસ્ટ એરવદ ડો. પરવેઝ બજાં જેમણે મોબેદ, એરવદ, દસ્તુર તેમજ ‘બહેદિન પાસબાન’ માટે ઉંડાણમાં જણાવ્યું. ગ્રામવાસીના અગિયારીના ટ્રસ્ટી તેમજ પંથકી સાહેબો એપ્રીશીએશન લેટર આપી બહેદિન પાસબાન સાહેબોને જે સન્માન મળ્યું તેનાથી ખુશાલીનો પ્રસંગ સર્જાયો હતો. આ 13 દિવસના પ્રોગ્રામમાં ધાર્મિક ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો તેમજ અદિ એન્જિનિયર, રૂસ્તમ ચોથીયા, આબાન શેઠના, એરવદ ફરહીઝ પંથકી, ડો. ફીરદોસ શ્રોફ, પ્રોફેસર ફરેદુન કાપડીયા, કોમોડર અસ્પી મારકર, ડો. દારાયસ ઉમરીગર, ડો. પરવીન સુરતી, જીયો પારસીના ડો. કેટી ગણદેવ્યા, પર્લ મીસ્ત્રી જેવા નાંમાકિત સ્પીકરો પાર્ટીસીપેન્ટોનું માર્ગદર્શન આપવામાં મહામુલ્ય ફાળો આપ્યો હતો. રોશન કેકી રાવજીએ દરૂન, ભાખરા, મલીદો, પાપડી જેવી મીઠીવાણી બનાવતા શીખવ્યું હતું. ખોજેસ્તે મીસ્ત્રી દ્વારા આખા દિવસનો સેમિનાર આથ્રવન એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી રાખવામાં આવ્યો હતો. એરવદ પીરોજશા સીધવા, એરવદ સરોષ બહેરામ કામદીન, એરવદ સાયરસ દરબારી, એરવદ કેકી રાવજી, દ્વારા ભણતરના કલાસ રાખવામાં આવ્યા હતા. દસ્તુરજી ડો. ફિરોઝ કોટવાલા સાથે સવાલ અને જવાબ તથા જિમી મીસ્ત્રી દ્વારા ડેલા એડવેન્ચર લોનાવલા ખાતે રમત ગમતનું સેશન રાખવામાં આવ્યું હતું.

મંચેરજી ફરામજી કામા અથોરનાન ઈન્સ્ટિીટયુટમાંથી શીખેલા ભણેલા મોબેદો બહાર પડે તેવી મહેરવાનજી કામાની ઘણી ઈચ્છા હતી અને જો મોબેદોની સંખ્યા ઓછી થાય અથવા નહીંતર હોય તો બહેદિનોને પણ ધર્મનું શિક્ષણ આપવું એ તેમની નેવું વર્ષ પહેલાની દુરંદેશી હતી.

ટૂંકમાં ધર્મની સાચી સેવા બહેદીન પાસબાન સાહેબો બજાવી રહ્યા છે જે પ્રશંસાને પાત્ર છે. પાસબાનનો મતલબ ‘પ્રોટેકટર’ એવો થાય છે.

ગ્રાન્ડ ફીનાલેમાં ચીફ ગેસ્ટ તરીકે પારસી પંચાયતના યઝદી દેસાઈ એમના મહોરદાર સાથે પધાર્યા હતા. સાયરસ દસ્તુરે તેર દિવસના આ અનોખા પ્રોગામનો હેવાલ આપ્યો હતો. એકસ સ્ટુડન્ટસ ફાઉન્ડેશનના વાઈસ ચેરમેને કે.કી. રાવજીએ પ્રમુખપદ શોભાવ્યું હતું. એરવદ સાયરસ દરબારીએ પ્રાઈઝ ડીસ્ટ્રીબ્યુશનનું સંચાલન કર્યુ હતું. તથા એરવદ પીરોઝશાહ સીધવા સાહેબે આભાર વિધી વ્યકત કરી હતી.

About મહેરનોશ હીરાજી જીવાસા

Leave a Reply

*