Your Moonsign Janam Rashi This Week –
09 June, 2018 – 15 June, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારા કોઈ કામમાં મુશ્કેલી નહીં આવે. મનને શાંત રાખીને કામ કરવામાં આનંદ આવશે. હાલમાં લીધેલા ડીસીઝન  ખરાબ સમયમાં સારૂં ફળ આપીને રહેશે. ઘરવાળાની વાત  ઈશારાથી સમજી લેશો. બીજાની ભલાઈનું કામ કરી દુવા મેળવશો. મુસાફરીનું આયોજન 25 પહેલા કરી શકશો. ચંદ્રની વધુ કૃપા મેળવવા માટે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો. શુકનવંતી તા. 10, 11, 14, 15 છે.

શુકનવંતી તા. 2, 5, 6, 7 છે.

Lucky Dates: 10, 11, 14, 15

The Moon’s rule till 25th June facilitates all your chores proceeding smoothly. You will feel peaceful. Your current decisions will benefit you during tough times. You will be able to understand your family members’ feelings. You will earn the blessing of people by helping them. Plan a vacation before the 25th. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને 4થી જૂનથી ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે તેથી 26મી જુલાઈ સુધીમાં ગામ-પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. તમારા કામકાજ જલ્દી પૂરા કરીને બીજાના મદદગાર બની શકશો. નવા મિત્રો મળવાના ચાન્સ છે. ફેમિલી મેમ્બરની ચિંતાઓ ઓછી થતી જશે. ચાલુ કામની સાથે એકસ્ટ્રા ઈન્કમ મેળવવામાં સફળ થશો. નવા કામની ઓફર મળે તો મુકતા નહીં. તેમાંબી તમે ફાયદામાં રહેશો. ધનની મુશ્કેલી દૂર થઈને રહેશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 9, 12, 13, 15 છે.

The Moon’s rule from the 4th brings you travel opportunities till 26th July. Complete your tasks. Be helpful to others. You could make new friends. Your worries regarding family’s health will reduce. In addition to your current job, you will be find an extra source of income. Grab new opportunities that comes your way. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 9, 12, 13, 15

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

છેલ્લુ અઠવાડિયું જ શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી મોજશોક ઘટવાની જગ્યાએ વધી જશે. શારિરીક બાબતમાં સારા સારી રહેશે. નવી ઓફર મળવાના ચાન્સ છે. ઓપોઝિટ સેકસને તમારા મનની વાત આ અઠવાડિયા કરવાની ભૂલ કરતા નહીં. દરરોજ ‘બહેરામ યઝદ’ આરાધના કરજો.

શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.

With this last week left under Venus’ rule, enjoy life to the fullest. Health looks good. You might get lucrative offers. Avoid expressing yourself to those from the opposite gender, for the time being. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 10, 11, 12, 13


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

16મી જુલાઈ સુધી વૈભવ આપનાર શુક્રની દિનદશા ચાલશે તેથી તમારૂં માન ખૂબ વધી જશે. તમારી પસંદગીની વ્યક્તિને પ્રપોસ કરવા માટે સમયની રાહ જોતા નહીં. નાણાકીય બાબતની અંદરબી સારા સારી હોવાથી ખર્ચ કરવામાં જરાય કરકસર નહીં કરો. ધન મેળવતા વાર નહી લાગે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 9, 10, 13, 14 છે.

With Venus’ rule till 16th June, you will earn greater respect. Do not hesitate to propose to your love interest. A good week financially, so indulge in spending lavishly. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 9, 10, 13, 14


LEO | સિંહ: મ.ટ.

05Leo

4થી જૂનથી તમને શુક્રની દિનદશા ચાલુ થયેલી છે તમારા કામમાં સફળતા મળશે. જો તમે માનસિક રીતે પરેશાન હશો તો રાહત મળીને રહેશે. શુક્રની કૃપાથી તમારા મનની વાત બીજાને ખૂબ સારી રીતે સમજાવી શકશો. 16મી ઓગસ્ટ સુધીમાં તમને નાણાકીય ફાયદા મળતા રહેશે. કરકસર કરી ઈનવેસ્ટ અવશ્ય કરજો. મુસાફરીનો ચાન્સ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 11, 12, 14, 15 છે.

Venus’ rule from 4th June brings in success and victory. You will find peace. You will be able to express your feelings well. Financial gains are indicated till 16th August. Save and invest money. Travel is on the cards. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 11, 12, 14, 15


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

રાહુની દિનદશા ચાલુ હોવાથી મનને શાંતિ નહીં મળે. ખોટા વિચારોથી ઘરનું વાતાવરણ બગડેલું રહેશે. જ્યાં કામ કરતા હશો ત્યાં તમને કંટાળો આવશે. તમાર પોતાની વસ્તુ તમને નહીં મળે. રાહુ તમને તમારા અંગત મિત્રોથી દૂર કરી દેશે. તમે તમારા અંગત વ્યક્તિની મદદ મેળવી નહીં શકો. ખર્ચ ઓછો થવાની જગ્યાએ વધી જશે. દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 9, 12, 13, 14 છે.

Rahu’s rule could disrupt your peace and harmony. Stay positive. You might feel restless and lazy at work. You might not be able to find what you seek. Rahu might cause distance between you and your close friends. An important person might not help you. Expenses could increase. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.

Lucky Dates: 9, 12, 13, 14


LIBRA | તુલા: ર.ત.

07Libra

ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે ધર્મ કે ચેરીટીઝના કામો કરી શકશો. ગુરૂની કૃપાથી તમારી જૂની ઓળખાણથી ફાયદો મેળવી લેશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. મનગમતી વ્યક્તિને મળી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 10, 11, 12, 15 છે.

Jupiter’s rule brings in opportunities to indulge in religious and charitable work. Old connections will prove beneficial. A good week financially. You will meet a loved one. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 10, 11, 12, 15


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

23મી જુલાઈ સુધી ગુરૂની દિનદશા ચાલશે. તેથી તમારા હાથથી કોઈ સારા કામ કરી શકશો. તબિયતમાં સારો સુધારો થતો જશે. ગુરૂની કૃપાથી ફેમિલી મેબરની મદદ કરી શકશો. નાની મુસાફરી કરી શકશો.  નાણા બચાવીને પૈસાને મ્યુચ્અલ ફંડ કે શેરબજારમાં રોકાણ કરવાથી લાંબા સમય પર નફો મળશે. ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 9, 10, 13, 14 છે.

Jupiter rules you till 23rd July, enabling you to do good deeds. Health will improve. You will be able to help family members. Travel is indicated. Investing in mutual funds or share markets will help you during tough times. Pray ‘Srosh yasht’ every day.

Lucky Dates: 9, 10, 13, 14

 


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા રોજબરોજના કામો પૂરા કરવામાં કંટાળો આવશે. ધનની ખેંચતાણ વધતી જશે. જ્યાં તમે એકનો બંદોબસ્ત કરશો ત્યાં ચારની જરૂરત પડશે. સાંધાના કે માથાના દુ:ખાવાથી પરેશાન થશો. શનિ તમને માનસિક રીતે પરેશાન કરશે. વડીલવર્ગની ચિંતા સતાવશે. ખર્ચ ઉપર કાબુ નહીં રાખી શકો. તમારી રાતની ઉંઘ ઓછી થતી જશે. ધણી-ધણીયાણીમાં મતભેદ પડતા રહેશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 10, 11, 12, 15 છે.

Saturn’s rule makes you restless. You will not be able to complete your tasks on time. There could be financial concerns. Your demands might increase. You could suffer from joint pains or headaches and get stressed about your elders’ health. Nights could be sleepless. Discord between spouses is possible. Pray ‘Moti Haptan Yasht’ every day.

Lucky Dates: 10, 11, 12, 15


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

18મી જૂન સુધી તમારા હિસાબી કામો પૂરા કરી લેજો. લેતી-દેતીના કામ પૂરા કરવાથી શાંતિ મળશે.   તમે વધુ મહેનત કરીને ધન કમાઈ શકશો. ગામ-પરગામથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. તમારે કોઈને ધન આપવાનું બાકી હોય તો આ અઠવાડિયામાં તેને મળીને મુદત માંગી લેજો. મિત્રોની મદદ મળતી રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 9, 10, 13, 14 છે.

Complete your financial transaction by 18th June. Working hard will increase financial profits. You can expect to hear good news from overseas. If you owe money, request for an extended period to repay the same. Your friends will be supportive. Pray ‘Meher Byaish’ every day.

Lucky Dates: 9, 10, 13, 14


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

બુધની દિનદશા ચાલુ હોવાથી  તમારા કામો ખૂબ સારી રીતે કરી શકશો. સાથે કામ કરનારનું દિલ જીતી લેતા વાર નહીં લાગે. કોઈબી જાતની ડિફીકલ્ટીનું બુધ્ધિ વાપરી સમાધાન લાવી શકશો. નવા મિત્રો મળવાના ચાન્સ છે. કામકાજને વધારવા માટે ગામ-પરગામ જવાના ચાન્સ મળે તો મુકતા નહીં. દલાલી-ઈનવેસ્ટમેન્ટથી કમાઈ શકશો. નવાકામ શોધવામાં સફળ થશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ભુલશો નહીં.

શુકનવંતી તા. 10, 11, 12, 15 છે.

Mercury aids you in completing your tasks efficiently. Use your wisdom to solve problems. You will make new friends. You might have to travel for business. Brokerage will help earn substantial income. You will find a new job. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 10, 11, 12, 15

 


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

મંગળની દિનદશા ચાલુ હોવાથી અંગત વ્યક્તિ કે મિત્ર સાથે મતભેદ પડી જતા વાર નહીં લાગે. ઘરમાં કોઈબી નવીચીજ લેવાની ભૂલ કરતા નહીં. બીજાને મદદ કરવા જતા તમે મુસીબતમાં આવી જશો. મંગળ તમારી હીંમતને તોડી નાખશે. મનમાંથી ખોટો ગભરાટ જશે નહીં. વાહન ચલાવતા હોતો  સંભાળીને ચલાવજો. ઘરમાં ખોટા ખર્ચા ખૂબ જ વધી જવાથી ચિંતામાં આવી જશો. મંગળને શાંત કરવા માટે ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 9, 10, 13, 14 છે.

Mars’ rule could cause misunderstandings between you and loved ones.  Avoid making purchases. Think twice before helping others. Be brave and face your situations courageously. Drive carefully. Expense could increase. Pray ‘Tir Yasht’ every day.

Lucky Dates: 9, 10, 13, 14

Leave a Reply

*