મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
25મી જૂન સુધીમાં મનને શાંત રાખીને અગત્યના કામો કરવામાં સફળ થશો. ઉતરતી ચંદ્રની દિનદશા નાની મુસાફરીનો ચાન્સ અપાવી દેશે. મિત્રોથી કોઈબી વાત છુપાવા કરતા મનની વાત કરી દેશો તો બોજો ઓછો થઈ જશે. ઘરની વ્યક્તિની ડિમાન્ડ પહેલા પૂરી કરી લેજો. બાકી 25મીથી તમારા કામમાં ફાચર પડતા વાર નહીં લાગે. ચાલુ કામ પર વધુ ધ્યાન આપજો. રીસાયેલ વ્યક્તિને મનાવી લેજો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 22 છે.
Keep calm and complete all your important tasks by 25th June. The descending rule of Moon will give you a chance to travel. Speak out your heart with friends. Fulfil the needs of your family. You could encounter challenges after the 25th. You are advised to focus on the tasks at hand. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 18, 19, 20, 22
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમને મનને શાંતિ આપનાર ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી 26મી જુલાઈ સુધી ગામ-પરગામ જવાનો પ્રોગ્રામ બનાવી શકશો. કોઈ વ્યક્તિને મદદગાર બનીને તેની ભલી દુવા મેળવી લેશો. રોજબરોજના કામ સમય પર પૂરા કરવાથી ફેમિલી સાથે સમય વધુ પસાર કરી શકશો. લીધેલી જવાબદારી પૂરી કરી શકશો. દરરોજ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 16, 17, 21, 22 છે.
Moon’s rule brings you travel opportunities. People will bless you for helping them in times of need. Spend more time with your family. You will be able to complete all your responsibilities. Pray the 34th name ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 16, 17, 21, 22
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
આજથી 5મી જુલાઈ સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી સરકારી કામોમાં ધ્યાન આપજો. તમારી નાની બેદરકારી તમને મોટી સજા અપાવશે. તમારા પૈસા ફસાઈ ગયેલા હશે તો પાછા નહીં મળે. ઘરમાં વડીલવર્ગની તબિયતની ચિંતા પરેશાન કરશે. માથાના દુખાવાથી પરેશાન થશો. 96મું નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.
Sun’s rule till 5th July helps you in government related work. Your carelessness could cost you. Retrieving money could pose a challenge. Elders’ wellbeing could pose a concern. You might suffer headaches. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 18, 19, 20, 21
CANCER | કર્ક: ડ.હ.
16મી જુલાઈ સુધી તો શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખ ઘટવાની જગ્યાએ વધી જશે. મિત્રમંડળમાં માન વધુ મળશે. ફેમિલીમાં ગેટ ટુ ગેધર જેવા પ્રોગ્રામ રાખી શકશો. શુક્રની કૃપાથી ઓપોજીટ સેકસનો સાથ સહકાર મેળવવામાં મુશ્કેલી નહીં આવે. નાની મુસાફરી કરી શકશો. શુક્ર તમને હમેશા હસીખુશીમાં રાખે તે માટે દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 16, 17, 19, 21 છે.
Venus rules till 16th July bringing you great enjoyment and fun. Your friends will respect you. You will organise family get-togethers. People from the opposite gender will support you. Travel is indicated. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 16, 17, 19, 21
LEO | સિંહ: મ.ટ.
તમને 16મી ઓગસ્ટ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી મુશ્કેલીભર્યા કામ પણ સહેલાઈથી કરી શકશો. પ્રેમી કે પ્રેમીકા તરફથી સારા સમાચાર મળીને રહેશે. લગ્ન કરવા માંગતા હો તો જીવનસાથી મળવાના ચાન્સ છે.શુક્રની કૃપાથી તમે કોઈ બાબતમાં સાચુ જજમેન્ટ આપી શકશો. નાણાકીય બાબતમાં ફાયદો મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 16, 17, 19, 21 છે.
Venus’ rule till 16th August enables you to complete your tasks efficiently and quickly. A loved one will bring good news. Those wishing to get married, will find their ideal partners. You will be able to judge situations accurately. Financial profits indicated. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 16, 17, 19, 21
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
5મી જુલાઈ સુધી રાહુની દિનદશા ચાલશે જે તમને દિવસે તારા બતાવી દેશે. કામકાજમાં માથાકુટ કર્યા પછી મગજનો બોજો વધી જશે. તમે હાઈપ્રેશર કે ડાયાબીટીશ જેવી માંદગીથી પરેશાન થશો. નાનુ કામ ટેન્શન આપી દેશે. મનગમતી વસ્તુ મેળવવા માટે મહેનત કરવી પડશે. રાહુને શાંત કરવા ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 20, 22 છે.
Rahu rules over you till 5th July causing stress at your workplace. You could get affected by high pressure or diabetes. You will need to work harder to get what you desire. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.
Lucky Dates: 16, 17, 20, 22
LIBRA | તુલા: ર.ત.
છેલ્લુ અઠવાડિયું જ ગુરૂની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી બને એટલું ધર્મ-ચેરીટીઝનું કામ કરજો. ફેમિલી મેમ્બરને ખુશ રાખી તે લોકોનું દિલ જીતી લેશો. નાણાકીય મુસીબત નહીં આવે. બાકી 23મીથી રાહુની દિનદશા તમને 42 દિવસ માટે ચારે બાજુથી ઘેરી લેશે. ઉતરતી ગુરૂની દિનદશા તમને ઈન્વીઝીબલ હેલ્પ આપી જશે. ગામ-પરગામથી સારા સમાચાર મળીને રહેશે. જુના ઈનવેસ્ટમેન્ટથી ફાયદો મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.
With the next week under Jupiter’s rule, indulge in charity and religious work. Your family will be happy with you. A good week financially. From the 23rd, Rahu’s rule begins for 42 days. Jupiter’s descending rule brings anonymous help. You will get good news from abroad. Previous investments will bring in profits. Pray ‘Srosh Yasht’ everyday.
Lucky Dates: 17, 18, 19, 20
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. તમે એકસ્ટ્રા ધન કમાવવાના સીધા રસ્તા શોધી લેશો. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. જૂના અટકેલા કામની અંદર થોડી મહેનત કરશો તો કામ ફરી ચાલુ કરી શકશો. નેગેટીવ વિચાર નહીં આવે. કોન્ફિડન્સ વધી જશે. નકામી ચીગ વસ્તુ ઘરમાંથી કાઢી નાખજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 21, 22 છે.
Jupiter’s rule promises financial stability. You will find ways to earn profits. Loved ones will visit you. You will complete pending tasks with a bit of hard work. Stay positive and confident. De-clutter your home of useless items. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 16, 17, 21, 22
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
25મી જૂન સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમારે તમારી તબિયતની ખાસ સંભાળ લેવી પડશે. નાની માંદગીથી સંભાળજો ડોકટરની સલાહ અવશ્ય લેજો. રોજબરોજના કામમાં કંટાળો આવશે. તેને કારણે કામો બરાબર નહીં થવાથી ઉપરીવર્ગ તમારાથી નારાજ રહેશે. કોઈબી સાથે વધુ બોલતા નહીં. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.
Saturn’s rule till 25th June calls for you to be extra careful about your health. Consult a doctor if necessary. You might feel restless and uneasy. Seniors might get upset with you over your quality of work. Talk less. Pray ‘Haptan Yasht’ every day.
Lucky Dates: 18, 19, 20, 21
CAPRICORN | મકર: ખ.જ.
આજને કાલનો દિવસ બુધની દિનદશા ચાલશે તેથી હિસાબી કામો પહેલા પૂરા કરી લેજો. બાકી 18મીથી શનિની દિનદશા 26મી જુલાઈ સુધીમાં તમને તમારા કામ કરવામાં મુશ્કેલી આપશે. શનિ તમને થોડા આળસુ બનાવી દેશે. નાણાકીય મુશ્કેલી આવતી રહેશે. ખોટી ચિંતા રહેવાથી રાતની ઉંઘ ઓછી થઈ જશે. 26મી સુધી કોઈ નવા કામ શરૂ કરવાની ભુલ કરતા નહીં. આજથી દરરોજ ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 21, 22 છે.
Mercury rules you for the next two days. Complete all your financial transactions. From the 18th, Saturn’s rule till 26th July might cause complications in daily chores. You might face a financial constraint. Nights could be sleepless. Avoid new ventures till the 26th. Pray ‘Moti Haptan Yasht’ every day.
Lucky Dates: 16, 17, 21, 22
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમારી રાશિના માલિક શનિના મિત્ર બુધની દિનદશા ચાલુ હોવાથી તમે હાલમાં બુધ્ધિબળ વાપરીને તમારા શત્રુઓને હરાવી શકશો. તમે થોડી રકમ કરકસર કરીને નાણા ઈનવેસ્ટ કરજો. મહેનત કરવામાં પીછેહઠ નહીં કરો. મીઠી જબાન વાપરીને પારકાને પોતાના બનાવી લેશો. નાનુ પ્રમોશન મળવાના ચાન્સ છે. નજીકના સગા તરફથી સારી વાત જાણવા મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.
Mercury’s rule calls for using your wisdom to win over enemies. Invest money. Work harder. Win over people with sweet language. A promotion is indicated. Relatives could deliver good news. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 17, 18, 19, 20
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમારે છેલ્લુ અઠવાડિયુંનું દુ:ખ સુખમાં પસાર કરવું પડશે. ઉતરતી મંગળની દિનદશા ભાઈ-બહેન, મિત્રો સાથે સારા સંબંધ નહીં રખાવે. કોઈ વ્યક્તિ તમને ખોટી રીતે ભડકાવવાની કોશિશ કરશે. હાઈપ્રેશર જેવી માંદગીથી પરેશાન થશો. જયાં કામ કરતા હશો ત્યાં આજુબાજુવાળા તમારી પીઠ પાછળ બોલવામાં કોઈ કસર નહીં છોડે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 20, 21, 22 છે.
The descending rule of Mars could cause misunderstandings amongst siblings and friends. Someone might try to instigate you. Take care of yourself, especially if you suffer from high blood pressure. Be cautious who you speak with at your workplace. Pray ‘Tir Yasht’ every day.
Lucky Dates: 16, 20, 21, 22
- શુભ તીર મહિનો અને તિર્ગનનો તહેવાર - 7 December2024
- ઝેડસીએફ દ્વારા ડો. સાયરસ મહેતાનું સન્માન કરવામાં આવ્યું - 7 December2024
- એક સમોસાવાળો…. - 7 December2024