હસો મારી સાથે

ડોક્ટર : તો તમારો કાર અકસ્માત કેવી રીતે થયો?
સોરાબ: હું વળાંક લઈ રહ્યો હતો.
ડોક્ટર: અને સામેથી બીજી કાર આવી?
સોરાબ: ના, ત્યાં વળાંક નહોતો.
***
વેઈટર: અરે અરે, તમે આ ચમચી કોને પૂછીને લો છો?
ગ્રાહક: ડોક્ટરના કહેવાથી?
વેઈટર: એટલે?
ગ્રાહકે ખિસ્સામાંથી દવાની શીશી કાઢીને વેઈટરને બતાવી કહ્યું, જુઓ શીશી પર લખ્યું છે કે જમ્યા પછી બે ચમચી લેવી.
***
ફલી: રોજ-રોજ હું તારી આંખોમાં આંસુ નથી જોઈ શકતો.
રોશન: ઠીક છે, આવતી કાલથી તમે ડુંગળી સમારજો.

Leave a Reply

*