Your Moonsign Janam Rashi This Week –
21 July, 2018 – 27 July, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

પહેલા ત્રણ દિવસજ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી 24મી સુધી બોલવા ઉપર ખૂબ કંટ્રોલ રાખજો. તમારૂં સાચુ બોલવું બીજાને કડવું ઝેર જેવું લાગશે. બાકી 24મીથી બુધની દિનદશા ધીરે ધીરે આવતા 56 દિવસમાં તમારા બગડેલા કામને સુધારી દેશે. બુધ તમને વાણીયા જેવા બનાવી ફાયદો અપાવશે. ઉતરતી મંગળની દિનદશાને લીધે નાનુ એક્સિડન્ટ થવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 21, 25, 26, 27 છે.

As Mars rules you for the next three days, you are advised to think twice before you speak. Your opinions could meet with others’ disapproval. From the 24th, Mercury rules you for the next 56 days, helping you solve your problems. Spend wisely. Profits are indicated. The descending rule of Mars could warrant a minor accident. Pray ‘Srosh Yasht’.

Lucky Dates: 21, 25, 26, 27


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

છેલ્લા 6 દિવસ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 26મીથી મંગળની દિનદશા તમને ખૂબ ગુસ્સો અપાવશે. 26મી પહેલા અગત્યના ડીસીઝન લઈ લજો. ઉતરતી ચંદ્રની દિનદશાને લીધે તમને ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. ઘરવાળાની સાથે સારા સારી રહેશે. દરરોજ ‘યા રયોમંદ’ ની સાથે ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

The Moon rules you for the next six days. From the 26th on, Mar’s rule could make you prone to anger. Try to make important decisions before the 26th. The descending rule of Moon could bring you anonymous help. Family rapport will be good. Pray ‘Ya Rayomand’ and ‘Tir Yasht’ every day.

Lucky Dates: 22, 23, 24, 25


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

26મી ઓગસ્ટ સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમે લીધેલા ડીસીઝન તમને જશ અપાવીને રહેશે. અચાનક નાની મુસાફરીનો પ્લાન બનાવશો. મનગમતી વ્યક્તિને મળવાનો ચાન્સ મળી રહેશે. જો તમે જીવન સાથી શોધતા હો તો તમારી પસંદગીનું જીવન-સાથી મળી રહેશે. ચંદ્રની કૃપાથી નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ચંદ્રના બળને વધારવા માટે 101 નામ ભણી લીધા પછી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.

The Moon’s rule till 26th August brings you success in your endeavours. Travel is indicated. Expect a visit from a loved one. Those seeking marriage could meet their potential alliances. A good week, financially. Pray 101 names, followed by the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 21, 22, 23, 24


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

સુર્યની દિનદશા ચાલુ હોવાથી તમે સ્વભાવે ચીડીયા થઈ જશો. નાની વાતમાં તમને ખોટુ લાગી જશે. ધણી-ધણીયાણીમાં મતભેદ પડવાના ચાન્સ છે. કોઈબી જાતના સરકારી કામ કરતા નહીં. જો તમે સરકારી નોકરી કરતા હો ત્યાં તમારી સામે કામ કરનાર તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં મૂકે. મનગમતી વ્યક્તિ નાની વાતમાં રીસાઈ જશે. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 22, 23, 24, 27 છે.

The rising Sun’s rule could get you irritable and upset. There might be misunderstandings amongst spouses. Avoid government related work. Colleagues could pose challenges at work. A loved one could be upset with you. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 22, 23, 24, 27


LEO | સિંહ: મ.ટ.

05Leo

16મી ઓગસ્ટ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમે જેટલું બચાવવાની કોશિશ કરશો ત્યાં બીજીબાજુ ડબલ ખર્ચ કરશો પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. ઓપોઝીટ સેકસનું એટ્રેકશન વધી જશે. મોજશોખ પૂરા કરવા માટે એકસ્ટ્રા કામ કરી લેશો. શુક્રની કૃપાથી નવી વ્યક્તિનો સાથ મળવાના ચાન્સ છે. ચાલુ કામમાં વધારે ફાયદો થશે. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 21, 23, 25, 26 છે.

Venus’ rule till 16th August calls for you to try and control your expenses. A good week financially. You will feel attracted to the opposite gender. Fulfil your dreams and aspirations. Someone special will lend you their support. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 21, 23, 25, 26


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમને 5મી જુલાઈ સુધી તમારા મિત્ર ગ્રહ શુકની દિનદશા શરૂ થયેલી છે. ઘરમાં તમે નવી ચીજવસ્તુ વસાવી લેશો. તમારા મનની વાત બીજાને જલ્દીથી સમજાવી શકશો. નાણાકીય પ્રોબ્લેમ 16મી સપ્ટેમ્બર પહેલા ઓછો જરૂર થઈ જશે. ધનની મુશ્કેલી નહીં આવે. શુક્રની કૃપાથી ફેમિલીને ખુશ રાખી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 22, 24, 25, 27 છે.

Venus’ rule nudges you to make new purchases for the house. Speak openly to a loved one. You will be able to resolve financial concerns by 16th September. Family members will be happy. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 22, 24, 25, 27


LIBRA | તુલા: ર.ત.

07Libra

6ઠ્ઠી ઓગસ્ટ સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમને બાળકોની ચિંતા વધુ સતાવશે. તમારા લેણા દેણા તમને વધુ પરેશાન કરશે. જયાં કામ કરતા હશો ત્યાં દોસ્ત કરતા દુશ્મન વધુ છે તેનું ખાસ ધ્યાન આપજો. તમે અંગત વ્યક્તિ પર વિશ્ર્વાસ રાખવા જશો તો તે વ્યક્તિ તમને દગો આપશે. ઘરનું વાતાવરણ બગડતા વાર નહીં લાગે. કોઈ ત્રીજી વ્યક્તિ પરેશાન કરી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 21, 25, 26, 27 છે.

Rahu’s rule till 6th August calls for you to be more careful about your children’s well-being. Financial transactions could pose challenges. The workplace could seem to hold more foes than friends. An important person could betray you. You could be the target of an anonymous trouble-maker. Pray ‘Maha Bakhtar Nyaish’.

Lucky Dates: 21, 25, 26, 27


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

આજ અને કાલનો દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાનો બાકી છે બે દિવસ ધર્મનું તથા ઘરવાળાનું કામ  કરી સુખ આપી શકશો. 23મીથી રાહુ પોતાની સોનેરી જાળમાં ફસાવી દેશે. 23મીથી 6 સપ્ટેમ્બર સુધીમાં તમે દિવસે પણ તારા જોઈ લેશો. તમારા પોતાના લોકો તમારા મોરલ સપોર્ટને તોડી નાખશે. ધનનું નુકસાન થઈ શકે છે. પ્રેમ કરનાર પરેશાન થઈ જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 21, 22, 24, 27 છે.

Jupiter’s rule over the next two days calls for you to fulfil your family’s wishes. From the 23rd, Rahu’s rule could cause stress and pose challenges financially. A loved one could be upset with you. Pray ‘Maha Bakhtar Nyaish’.

Lucky Dates: 21, 22, 24, 27


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

24મી ઓગસ્ટ સુધી તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલશે તેથી ઉલટા કામ પણ સીધા કરી દેશો. ધન મેળવી શકશો. કામકાજની સાથે આનદં મેળવવા માગતા હો તો ગામ-પરગામ જવાનો પ્રોગામ બનાવી શકશો. ગુરૂ તમારા હાથથી સારા કામ કરાવી આપશે. મનગમતી વ્યક્તિનો સાથ મળી જશે. ભુલ્યા વગર દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 21, 22, 25, 26 છે.

Jupiter rules you till 24th August, easing your difficulties by providing solutions. A growth in wealth is indicated. Travel is on the list. You will be helpful to others. A loved one will support you. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 21, 22, 25, 26


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

છેલ્લા 6 દિવસ દુ:ખ સુખમાં પસાર કરી લેજો. ઉતરતી શનિની દિનદશા તમારા મગજને સ્થિર થવા નહીં દે. 21મીથી ગુરૂ દિનદશા જીવનમાં ઘણા ચેન્જીસ લાવીને રહેશે. 26મી સુધી વાહન સંભાળીને ચલાવજો. શેર સટ્ટાના કામમાં સફળ થશો. તમને ઉપરી વર્ગ તરફથી સારા સમાચાર મળી શકશે. વડીલવર્ગની ચિંતાથી પરેશાન થશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 23, 25, 26, 27 છે.

You are advised to keep calm over the next six days as Saturn’s descending rule could make you restless. From the 21st, Jupiter’s rule brings in a welcome change. You are advised to drive extra cautiously until the 26th. Success in trading at share markets is indicated. You can expect seniors to bring in good news. Elders’ wellbeing could cause concern. Pray ‘Meher Nyaish’.

Lucky Dates: 23, 25, 26, 27


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

આજથી શનિ તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં છોડે. 26મી ઓગસ્ટ સુધી શનિ તમને તન-મન અને ધનથી પરેશાન કરી નાખશે. તન એટલે તંદુરસ્તી સારી નહીં રહે. મન સ્થિર નહીં રહે. બનતા કામ બગડી જશે. ધન માટે ફાયદાની જગ્યાએ નુકસાનમાં આવી જશે. શનિ તમને સાંધાના દુ:ખાવાથી પરેશાન કરશે. નાણાકીય લેતી દેતી સંભાળીને કરજો. દરરોજ ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.

Saturn’s rule till 26th August calls for you to keep calm and focused. Take care of your mental, physical and emotional well-being. You might face financial constraints. Take care of your health, especially if you suffer from joint pains. Pray ‘Moti Haptan Yasht’ every day.

Lucky Dates: 21, 22, 23, 24


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

20મી ઓગસ્ટ સુધી બુધની દિનદશા ચાલશે. તમે અંધારામાં તીર ચલાવશો અને તીર સાચી જગ્યાએ લાગી જશે. અટકેલા તથા મુશ્કેલી ભર્યા કામો સહેલાઈથી પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. રકમ બચાવીને સારી જગ્યાએ રોકાણ કરવામાં સફળ થશો. તમારા કામમાં નાનુ પ્રમોશન કે ધનની આવક થવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 22, 25, 26, 27 છે.

Mercury’s rule till 20th August brings in success and joy. You will be able to resolve problems with ease. A good week financially. You are advised to invest money. An increment or promotion at work is indicated. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 22, 25, 26, 27

Leave a Reply

*