ખાસ વાંચવા જેવું

એક વાર લક્ષ્મીદેવી અને પનોતીદેવી બંને ઝઘડ્યા.
લક્ષ્મીદેવી કહે હું રૂપાળી અને પનોતીદેવી કહે હું.
બંને જણ શંકર ભગવાન પાસે ગયા અને એમને પૂછ્યું અમારા બન્નેમાં રૂપાળું કોણ છે?
શંકર ભગવાને કહ્યું આ બાબતમાં મને ખબર ના પડે.
તમે નગરના બજારમાં વાણીયા ની દુકાને જાવ જવાબ મળી જશે.
બન્ને જણ વાણીયાની દુકાને ગયા અને એને પૂછ્યું કે અમારા બન્નેમાં રૂપાળુ કોણ?
વાણીયો વિચાર કરીને કહ્યું સામે લીમડે જઈને પાછા આવો પછી હું કહું,
બન્ને જણ લીમડે જઈને પાછા આવ્યા એ પછી વાણીયા કહ્યું કે નપનોતીદેવી
તમે જાતા હો ત્યારે બહુ રૂપાળા લાગો છો અને લક્ષ્મીદેવી તમે આવતા હો ત્યારે બહુ રૂપાળા લાગો છો.થ
આમ વાણીયાએ પ્રશ્ર્નનું નિરાકરણ કર્યું.
વાણીયા ઉપર બન્ને દેવી પ્રસન્ન થઈ ગયા અને ત્યારથી વાણીયાને પનોતી ક્યારેય નડતી નથી અને લક્ષ્મી ક્યારેય ખૂટતી નથી.

About  હોશંગ શેઠના

Leave a Reply

*