મરણબાદ ડુંગરવાડીની બંગલીઓના ખાસ ઉપયોગ માટે સહેજ ખુલાસો

ઘરમાં માસિક માંદગીની હાલત ઘણા મોટા ભાગે નહીં પળાતી હોવાને લીધે, તેમજ એકજ ઘરમાં બીજી કોમના લોકો સાથે વસવાથી મરણ વખતે ઘેરમાં સચકાર વિગેરેની ક્રિયા દીની કાયદા પ્રમાણે બીલકુલ થાય નહીં એ તો સર્વને જાણીતું છે અને જો તે જાણવા છતાં કરે તો ઘણો મોટો ગુનાહ લાગે અને કીધેલી ક્રિયાની અસર રવાનને બરાબર ન મળતા તેને ધુજારો થાય છે. આ કારણને લીધેજ ડુંગરવાડી પર મરણની ચાર દીવસની સંપૂર્ણ ક્રિયા બને તેટલી તરીકત પ્રમાણે પવિત્રાઈથી કરવા માટે આપણી કોમના સખી ગૃહસ્થોએ મહેરબાની કરી બધી ખપજોગી બને તેટલી સગવડો સાથે બંગલીઓ બાંધી આપી છે તેનો ખાસ ઉપયોગ કરવો એ હાલનાં ઘરોની કઢંગી હાલત જોતા ઘણે દરજજે સારો છે. કોઈ બંગલીઓનો માત્ર રવાન અવલ મંજલ થાય તેટલો વખતજ તેનો ઉપયોગ કરવામાં આવે છે અને રાતનું સરોશનું પાતરૂં, પાછલી રાતનું ઉઠમણું વગેરે ક્રિયા બહાર પાક મકાનોમાં યા બીજી ગમ કરવામાં આવે છે. જે તદ્દન
નારવા છે.
આપણામાં એવું દીની ફરમાન છે કે જ્યાં દૂર બેસવાની હાલત તદ્દન નીચે જ ભોયતળિયે પળાતી હોય ત્યાંજ તેવાં મકાનોમાં તે જગ્યાએથી થોડે દૂર મરણની ચાર દિવસની ક્રિયા કરી શકાય. હવે રવાનના સચકારવાલી તેના માથાં આગળની જગ્યા આગળ જ મરણ પછી ઉરવાન ચેહારમની બામદાદ સુધી થોભે છે અને ચેહારમની બામદાદેજ તે ત્યાંથી ઉપલી આલમમાં નેમેલા વખતે કુચ કરે છે. માટે સચકારવાલી જગ્યાએ જ્યાં ઉરવાન રહેલું છે ત્યાંજ બધી ચાર દિવસની સંપૂર્ણ ક્રિયા જરૂર થવીજ જોઈએ નહીં તો ત્યાં થોભેલા ઉરવાનપર ક્રિયા વગર દરૂજી શક્તિનો હુમલો ઘણો જોરમાં વધી જાય છે. અને તે રવાન નહી ખમી શકાય તેવા ઘણા મોટો ધુજારામાં પડે છે. જેનું આપણને બીલકુલ ભાન થતું નથી. માટે ગુજર પામનાર રવાનના ખરા પ્યાર અને તેની તરફની ભલી લાગણીને ખાતર અને તેને આપણાથી છેલ્લી વખતે છુટા પડતી વખતે જરૂર માનની નજરથી જોઈ ને રવાનને બને તેમ જરાબી અડચણ ન પુગાડતા જરૂર તેનો સચકાર થયો હોય ત્યાંજ બધી ચાર દિવસોની સંપૂર્ણ ક્રિયાઓ રવાનને ખાતર આપદાઓ પણ થોડી ખમી કરાવવાની ઘણીજ નમ્ર અરજ કરવામાં આવે છે. આપણા લોકો પોતાની સગવડને ખાતર રવાનને હાડમારી તેમજ ધુજારામાં મૂકીને દુખરી કરીને પાક મકાન વગેરેનો આશરો લઈ ત્યાં ચેહારમ સુધીની ક્રિયા કરાવે છે એ નારવા અને ગુનાહભરેલું છે. બુજું એ કે ડુંગરવાહી પર રવાનને કોઈબી જગ્યાપરથી લઈ જવાદું હોય ત્યારે પારસીથી હંકરાતી ગાડી યા મોતોરમાં તેને મૂકી ઘેરના યા કોઈબી બીજા બે હમદીનોએ રૂમાલથી પેવંદ થઈ જોડાઈને તે રવાનને અડકીને ‘અષેમ વોહુ’ ભણતા સચક્ાર થાય ત્યાં સુધી સાથે રહેવું.
બીજું એકે રવાનની લાશને એક વખત ગેહસારણાની ક્રિયા કીધા પછી તેને હમદીનથી હંકરાતી ગાડી યા મોટોરમાં કદીબી ઠેકાણે પાડવાની જગ્યા આગળ લઈ જવી નહીં. એના કરતા બેહતર છે કે હમદીનથી હકરાતી ગાડીમાં લાશને દોખમા વગેરેની જગ્યા નજદીક લઈ જઈ ત્યાંજ એલાહેદી રાખેલી જગ્યા પર સચકાર કરી ગેહસારણું કરી રવાનને હાથે જ ઉચકી ઠેકાણે પાડવું. આ કાયદો પરદેશ રહેતાં હમદીનોએ પણ ખાસ ધ્યાનમાં રાખવો કે જ્યાં વળી દોખમાં યા ચોતરા જેવું કશું હોતું નથી. મરણબાદ આપણા રવાનનો ઘયતી રીતે દોખમામાં ઠેકાણે પડવાનો રખડાત નહીં થાય તે માટે દરેક જણે ખૂબ બને તેટલી કાળજી રાખી જ્યાં ઘટે ત્યાં વસવાટ કરવો ઘણો જરૂરનો છે યાને જ્યાં દોખમું હોય ત્યાંજ વસવું સારૂં છે.

Leave a Reply

*