તંત્રીની કલમે

From The Editor's Desk

વહાલા વાંચકો,
આ વરસે અમે ફરીવાર વિશેષાધિકાર લઈ તમારી સામે પારસી નવું વરસ વિશેષાંક રજૂ કરી રહ્યા છે. આપણા જીવનનો એક મુખ્ય પાસાનો આનંદ છે આપણા સંબંધો.. જે આપણા સુખ અને શાંતિને સુરક્ષિત કરવા માટે સૌથી મોટો ભાગ ભજવે છે, સબંધો જે કુટુંબ અને મિત્રો સાથે છે, અહુરા મઝદા સાથે, આપણા શિક્ષકો તથા ડોકટરો સાથેના આપણા સંબંધો, ખોરાક અને આપણા ટુ-વ્હીલર્સ સાથેના સંબંધો, પર્યાવરણ સાથેના આપણા સંબંધો, અપણા પાળતું જાનવરો સાથેના આપણા સંબંધો અને તેથી વધુ …
પારસી ટાઇમ્સ માટે સમ્માનની વાત છે અને વાંચકો માટે પણ કારણ કે આપણા સૌથી વધુ પ્રતિષ્ઠિત, પ્રશંસનીય અને પ્રેરણાદાયી ભારતીયોમાંના એક – મહાન, શ્રી રતન ટાટા પોતે, પારસી નવા વરસના શુભ પ્રસંગે સમુદાયને નમસ્કાર અને સુંદર સંદેશો મોકલ્યો છે. (પાનું 6) આના કરતાં વધારે નવા વર્ષની નવી શરૂઆત શું હોઈ શકે. આપણા સમુદાય અને પારસી ટાઈમ્સ વતી, હું તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું અને તેમને નવા વર્ષની શુભેચ્છાઓ આપું છું.
પીટી આપણા સમુદાય માટે પ્રિય સંદેશને શેર કરવા માટે સૌથી વધુ વિશેષાધિકૃત અને આભારી છે, (2018)ના મેગસેસે એવોર્ડ વિજેતા, અસાધારણ પર્યાવરણવાદી, શ્રી સોનમ વાંગચુક, ગ્રીન મૂવમેન્ટની આગેવાની હેઠળના ભારતના અગ્રણી અગ્રણીઓ પૈકીના એક (પાનુ. 78), અને અલબત્ત, અમારા વાચકોને વાંચવામાં, તથા સ્પર્ધામાં ભાગ લેવા અને ઈનામો જીતવા ઘણી બધી બધી આકર્ષક સામગ્રી છે! હું આપણા નવા વર્ષની હરીફાઈના પ્રચંડ પ્રતિભાવ માટે આપનો આભાર માનું છું. (રિઝલ્ટ જુઓ પાનુ 74) પ્રતિભાના આટલા સુંદર પ્રદર્શનથી વિજેતાઓને પસંદ કરવાનો ભાગ અમારા માટે વધુ પડકારરૂપ બન્યો! તેથી, ભાગ લેનારા બધાને હાર્દિક અભિનંદન!
આવતા અઠવાડિયે આપણો સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટ, અને બે દિવસબાદ 17મી એ આપણું નવું વરસ જે લગભગ કાવ્યાત્મક છે કારણ કે ભારતે પોતાની બાહો ખોલી આપણને સલામત સ્વર્ગ પૂરું પાડ્યું છે. સંખ્યાબંધ પારસી સ્વાતંત્ર્ય સેનાનીઓ અને નિવૃત્ત સૈનિકો તેમના બહાદુરી અને દેશભક્તિ માટે આ દિવસ આદરણીય છે, મેડમ ભીખાયજી કામા, ફિલ્ડ માર્શલ સામ માણેકશા, એર માર્શલ આસ્પી એન્જિનિયર, એડમાયરલ જાલ કરશેતજી અને બીજા ઘણા. દર વર્ષે, આપણે આપણું પારસી નવું વરસ ઉજવીએ તે પહેલાં આપણે રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરીએ છીએ.
મને ખાતરી છે કે અમારૂં નવું વરસ વિશેષાંક તમારા ચહેરા પર સ્મિત લાવશે. પારસી ટાઇમ્સને વધુ ઊંચાઈ સુધી ઉઠાવવા માટે હું અમારા બધા લેખકોનો આભાર માનું છું, તેમજ અમારા ઉદાર જાહેરાતકારો તથા પીટીના દરેક પારસી વાંચકોના ઘર સુધી પહોંચવાની ક્ષમતામાં વિશ્વાસપાત્ર ચુકાદા સાથે તથા આપણા વાચકો અને શુભચિંતકોનો ખૂબ ખૂબ આભાર. દર અઠવાડિયે પીટી તમને સત્ય પહોંચાડે છે અને તમારો વિશ્ર્વાસ અને શ્રધ્ધાને કારણે જ પીટી સમુદાયનું નંબર વન વીકલી બનવા પામ્યું છે.
પારસી ટાઈમ્સની ટીમ વતી બધાને સાલ-મુબારક!

Latest posts by Anahita Subedar (see all)

Leave a Reply

*