દુનિયાના સૌથી તાકતવર ઈન્સાન મારા પપ્પા

એક પિતા એના દીકરાના આલીશાન ઓફીસમાં જાય છે, એના દીકરાને જુએ છે અને એની પાછળ જઈ ઉભા રહી જાય છે, ફકરથી એને પૂછે છે અને એના ખભા ઉપર હાથ રાખી પૂછે છે. દીકરા તને ખબર છે ‘આ દુનિયામાં સૌથી તાકતવર માણસ કોણ છે?’ દીકરાએ ઝડપથી જવાબ આપ્યો કે નસ્ત્ર પિતાનું દિલ થોડું બેસી ગયું એક વાર પાછું પૂછ્યું દીકરા આ દુનિયામાં સૌથી તાકતવર માણસ કોણ છે??
દીકરાએ પેહલાની જેમજ બેજીજક જવાબ આપ્યો કે નસ્ત્ર હું નસ્ત્ર પિતાના ચેહરા ઉપરથી જાણે રંગ જ ઉડી ગયો હોય પિતાને બોવ દુ:ખ થાય છે અને આંખોમાં આંસુ આવી જાય છે. દીકરાના ખંભા ઉપરથી હાથ હટાવે છે અને દરવાજા તરફ જાવા લગે છે. ઓફીસના દરવાજા પાસે જઈ ઉભા રહે છે દીકરા તરફ પાછું જોવે છે અને પાછું પૂછે છે. દીકરા આ દુનિયામાં સૌથી તાકતવર માણસ કોણ છે? દીકરો કોઈ જીજક વગર બોલે છે. તમે પિતા એકદમ હેરાન થઈ જાય છે દીકરાના આ બદલતા વિચાર જોઈને પિતાના કદમ પાછા વડે છે અંદર તરફ અને ધીમેથી પૂછે છે થોડીવાર પેહલા તારા વિચારમાં આ દુનિયાનો તાકતવર માણસ તું હતો અને હવે મારુ નામ કહે છે.
દીકરો કહે છે કે જ્યારે તમારો હાથ મારા ઉપર હતો ત્યારે આ દુનિયાનો સૌથી તાકતવર માણસ હું હતા અને જ્યારે તમારો હાથ ઉઠી ગયો અને તમે જતા રહ્યા ત્યારે હું એકલો થઈ ગયો કારણકે મારા માટે તો દુનિયાનો સૌથી તાકતવર માણસ તમે જ છો.

About બહેરામ આંટીયા

Leave a Reply

*