ફ્રવરદેગાન યાને મુકતાદના પહેલા દસ દિવસોપરનું ભણતર તેમજ લાખનું ભણતર

સ્પેન્દારમદ મહીનાના આશ્તાદ રોજથી અનેરાન રોજ સુધી 5 દિવસપર રોજ ફામ્રઓતનો યજશ્નેનો 20મો હા ભણવો અને પછીના જે ગાથાના 5 દિવસો આવે છે. તે પર પાંચ ગાથા, પહેલે દિવસે પહેલો ગાથા, બીજે દિવસે બીજો ગાથા એમ પાંચ ગાથા ભણવા.
પછી જો લાખનું ઉત્તમ ભણતર ભણવું હોય તો ઉપલા ફ્રવરદેગાનના દસ દિવસોપર રોજના 570 યઝા અહુ વઈરયો 210 યેંઘહે હાતાંમ… યજમઈદે (છેલ્લા ફકત 210માં યેંઘહે હાતામનું વાકય પૂરૂં કરતી વખતે એક અષેમ જરૂર ભણવી) અને 120 અષેમ વોહુ ભણવા એટલે ઉપલા દશજ દિવસોમાં 5700 યથા, 2100 યેંઘહે હાતામ અને 1200 અષેમ પુરા કરવા કદાચ દસ દિવસની લાખ ભણવામાં કાંઈ ખાડો પડે તો બીજી વખતે વધુ ભણી તે પુરા કરવા એ લાખનું ભણતર ફામ્રઓતનો હા તેમજ ગાથા ભણી રહ્યા પછી ભણવું. એ લાખનું ભણતર ઉપલા દસ દિવસોમાના પહેલા પાંચ દિવસો ઉપર ફામ્રઓતના હાની ક્ષ્નુમન સાથે ભણવું એટલે ફામ્રઓતના હામાંથી પહેલેથી નપનામે યઝદાનપથી ભણતાં, આગળ જ્યાં એ હા સાત વખત ભણવા લખે છે તે ન ભણતાં, તેની જગાએ લાખનું ઉપલું ભણતર ભણી તે પુરૂં કરી યથા 2 યસ્નેમ્ચથી કેરફેહ મોજદ સુધી પાછું ફામ્રઓતના હામાંથી ભણવું. તેમજ બાકીના પાંચ ગાથાના દીવસોપર ગાથાની ક્ષ્નુમન સાથે લાખનું ભણતર ભણવું એટલે ગાથામાંથી પહેલેથી નપનામે યઝદાનપથી ભણતા, આગળ જ્યાં ગાથાનો હા ભણવાનો શરૂ થાય છે તે ન ભણતાં, ત્યાંથી લાખનું ઉપલું ભણતર શરૂ કરવું અને તે પૂરૂં કરી, યથા 2 યસ્નેમ્ચથી કેરફેહ મોઝદ સુધી પાછું ગાથામાંથી ભણવું. (દરેકે દરેક જણને જીવતાં જીવત પોતાની લાખ ફ્રવરદેગાનના દશ દિવસોપર ચાલુ ભણવાનો હોકમ છે તેમજ એ લાખનું ભણતર ગુજર પામેલા વ્હાલાઓ માટે તો ખાસ ભણાય છે. આ નલાખથ નામ એક અસલી ઘણીજ ઉમદા ક્રીયાને આપવામાં આવેલું છે કે જે ક્રિયા હાલમાં સદંતર આપણા વચ્ચેથી ભુલાઈ ગઈ છે જો કે એ નલાખથ નામ ખુદાના હોકમથી હજી જળવાયેલું છે. પાછલી રાતના ઉઠમણાં પછી જે ગાહે ભણાવવાની મરનારનાં પાળકને ફરજ આપવામાં આવે છે, તેમાં મોબેદ સાહેબ પાળક પાસે એક લાખ પન્જ સદ અહુનવર વિગેરે શબ્દો બોલાવે છે, તેમાં જે એક લાખ બોલ વપરાય છે તે ઉપર જણાવ્યા મુજબ યથા યેઘહે હાતામ અને અષેમ જેવા સૌથી મોતેબર ખુદ પેગમ્બર સાહેબના રચેલા સૌથી અસલી અસરકારક કલામો અમુક મોટી સંખ્યામાં ફ્રવરદેગાનના દસ દિવસ લાગટ ભણવાનું ખાસ ભણતરનું મુબારક નામ છે. હાલમાં એ નએક લાખથ શબ્દોને તેની પાછળ આવતા પન્જ સદ અહુનવર સાથે ભેળી નાખીને એવો અર્થ ઉઠાવવામાં આવે છે કે મરનારનાં પાળકે એક લાખ ને પાંચસો યથા અહુ વઈર્યો તેની નૈયતેે ભણવા. પણ તે કાંઈ અસલ અર્થ નથી. એ લાખનું ભણતર ઉરવાનની વૃધ્ધિ કરવામાં ઘણુંજ મદદ કરતા છે.
ફામ્રઓતનો હા, ગાથાના હા, તેમજ લાખનું ભણતર રોજની ન્યાયશ-યશ્તો ભણી રહ્યા પછી ભણવું અને છેલ્લે દુઆ નામ સેતાયશ્ને વિગેરે ભણવું (ફ્રવરદેગાનના દસ દિવસોપર જો વખત ઘણો ન મળે તો રોજની ફરજિયાત યશ્તો ભણવાની મુકી દઈ ફામ્રઓતનો હા તેમજ ગાથા અને લાખનું ભણતર તો જરૂર ભણવું.

Leave a Reply

*