Your Moonsign Janam Rashi This Week –
25 August, 2018 – 31 August, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

બુધની દિનદશા ચાલુ હોવાથી તમે નાણાકીય બાબતમાં પરેશાન નહીં થાવ. બુધની કૃપાથી આવકમાં વધારો થવાના ચાન્સ છે. તમે તમારી બુધ્ધિ વાપરીને પારકાને પોતાના કરી લેશો. તમારા કામને જલ્દી પૂરા કરવા માટે સાથે કામ કરનારનો સાથ મળી જશે. બીજાને સમજાવી શકશો. નાનું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મિત્રો મળવાથી આનંદમાં રહેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 25, 26, 27, 31 છે.

Mercury’s rule ensures financial stability. You will earn more wealth. Use your intelligence to win over other people. Your colleagues will be supportive. Your advice will help others. You are advised to invest money. Spending time with friends will make you happy. Pray ‘Meher Nyaish’.

Lucky Dates: 25, 26, 27, 31


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

બુધ જેવા શુભ ગ્રહની દિનદશા 56 દિવસ ચાલશે તેથી આજથી તમે તમારી પીઠ પાછળ વાર કરનારને ઓળખી લેશો. કંઈ નવું શીખશો. જ્યાં પણ જશો ત્યાં માન મેળવશો. નાની મુસાફરી કરી શકશો. ગુમાવેલી ચીજ વસ્તુ પાછી મેળવી શકશો. ધણી-ધણીયાણી પોતાના મનની વાત કહી શકશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.

Mercury’s rule over the next 56 days will help you outwit your enemies. People will respect you. Travel is indicated. You could find an item that had gone missing. Relationship between spouses will improve. Pray ‘Meher Nyaish’ everyday.

Lucky Dates: 26, 27, 28, 29


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

આજનો દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. કોઈબી વ્યક્તિની સાથે ખોટી માથાજીકમાં પડતા નહીં. કાલથી બુધની દિનદશા શરૂ થતા તમારા બધા કામ સુધારી નાખશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. સારા કામ કરીને પ્રમોશન મળવાના ચાન્સ છે. નવા મિત્રો મળશે. આજથી દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 26, 30, 31 છે.

Moon rules over you today and hence you are advised to make family related decisions. Starting from the 26th, Mars will rule you for 28 days, so keep calm. There could be financial constrainsts. Drive carefully. Pray ‘Tir Yasht’ everyday.

Lucky Dates: 26, 30, 31


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

26મી સપ્ટેમ્બર સુધી તમારી રાશિના માલિક ચંદ્રની દિનદશા ચાલશે. ગામ-પરગામ જવાના ચાન્સ મળશે. ચંદ્ર તમને ઈમોશનલ બનાવી દેશે. તબિયતમાં સારા સારી રહેશે. જે પણ કામ કરતા હશો તેમાં ઉતાવળ કરતા નહીં. તમારો કોન્ફીડન્સ વધારવા 34મુ નામ ‘યા બેસ્તરના’101વાર ભણજો.

શુકનવંતી તા. 26, 27, 30, 31 છે.

Moon rules over you till 26th September, calling for you to plan a family holiday. Try to keep your emotions in balance. Health will be fine. Do not make haste. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 26, 27, 30, 31


LEO | સિંહ: મ.ટ.

05Leo

6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી તમે માથાના દુખાવાથી પરેશાન થઈ જશો. ઘરમાં વડીલ વર્ગની સાથે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. બીજાના ઝઘડામાં પડતા પરેશાની વધી જશે. અગત્યના કામો પૂરા નહીં કરી શકો. સમજ્યા વગર કોઈ કામ કરતા નહીં. સામેવાળા સાથે સંભાળીને બોલજો. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

The Sun rules you till 6th September. You could have headaches. Avoid arguments with elders. Avoid falling into matters that do not concern you. Think twice before you speak or execute any task. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 25, 26, 27, 28


 

VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

શુક્ર જેવા ચમકતા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી મોજશોખ પાછળ ખર્ચ વધી જશે. શુક્રની મહેરબાનીથી ખર્ચ કર્યા પછી પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે એકસ્ટ્રા ઈન્કમ કમાવી લેશો. ઘરવાળાને ખુશ રાખી શકશો. ઓપોઝિટ સેકસ સાથે મતભેદ નહીં પડે તેને મનપસંદ વસ્તુ લઈ આપી તેનું દિલ જીતી લેશો.  દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 26, 29, 30, 31 છે.

With Venus ruling over you, you will enjoy yourself. A good week financially. Keep your family happy. Avoid arguments with people from the opposite gender. You could please them with gifts and presents. Pray ‘Behram Yazad’ every day.

Lucky Dates: 26, 29, 30, 31


LIBRA | તુલા: ર.ત.

07Libra

રાશિના માલિક શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને ઓપોઝિટ સેકસનો સાથ મળી જશે. જે વ્યક્તિ તમારાથી દૂર ભાગતા હશે તે સામેથી મલવા આવશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. મુસાફરીનો પ્લાન બનાવશો. માથાનો બોજો ઓછો થઈ જશે. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 26, 27, 28, 30 છે.

With Venus ruling over you, you will be supported by people from the opposite gender. Those who seem to have been avoiding you, could come seeking your ompany. You could make new purchases for the house. Your burdens will lessen. Pray to ‘Behram Yazad’ everyday.

Lucky Dates: 26, 27, 28, 30


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

રાહુની દિનદશા ચાલુ હોવાથી કોઈપણ કામ સીધી રીતે પૂરા નહીં થાય. દુશ્મનો વધી જશે તેથી વ્યવહાર સંભાળીને કરજો. તમારા અંગત વ્યક્તિ પીઠ પાછળ ખરાબ બોલશે. સમજ્યા વગર કોઈ કામ કરતા નહીં. આજથી ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 25, 26, 28, 31 છે.

Rahu’s rule could cause obstacles in your routine chores. Your enemies could prove troublesome. You are advised to watch your conduct with others. An important person might talk ill about you behind your back. Think twice before undertaking any job. Pray ‘Maha Bakhtar Nyaish’.

Lucky Dates: 25, 26, 28, 31


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમને આજથી રાહુની દિનદશા ચાલુ થયેલી છે તેથી 6ઠ્ઠી ઓકટોબર સુધી તમને નાના કામમાં પણ સફળતા નહીં મળે. રાહુ તમને દિવસે તારા બતાવી દેશે. મનથી હારી જશો કોઈપણ કામ કરવાનું મન નહીં થાય ખોટા વિચારોથી દૂર રહેજો. પૈસાનો ખર્ચ વધી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.

Starting today, Rahu rules you till 6th October. You are advised to be cautious in all your endeavours. Be patient and keep working hard. Stay positive. Expenses could increase. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.

Lucky Dates: 27, 28, 29, 30


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ધર્મના કામ કરી શકશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. જયાં કામ કરતા હશો ત્યાં માન મેળવી શકશો. ઘરવાળાઓ સાથે સારા સારી રહેશે. કોઈની સેવા કરવાનો ચાન્સ મળે તો અવશ્ય કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 25, 27, 30, 31 છે.

Jupiter’s rule urges you to indulge in religious work. A good week financially. You are advised to invest money. You will earn respect at your workplace. You are advised to help others. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 25, 27, 30, 31


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

આજનો દિવસ જ શનીની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. આજે કોઈ સાથે પણ ખોટી માથાકૂટમાં પડતા નહીં. કાલથી ગુરૂની દિનદશા તમારા બધાજ કામો સીધા કરાવીને આપશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. રોકાયેલા નાણા પાછા મેળવી શકશો. નવા કામ કરી શકશો. આજે ‘મોટી હપ્તન યશ્ત’ તથા કાલથી ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.

With Saturn ruling over you today, avoid arguments. Starting tomorrow, Jupiter’s rule will ease your problems. Finances will improve. A growth in wealth is indicated. Pray ‘Moti Haptan Yasht’ today. Starting tomorrow, pray ‘Srosh Yasht’.

Lucky Dates: 26, 27, 28, 29


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

શનીની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથની નીચે કામ કરનાર તમારી વાત નહીં માને તથા તમને ખોટી રીતે પરેશાન કરશે. અચાનક તબિયત બગડી જશે. ખાસ કરીને પેટના દુખાવા તથા શરદી જેવી માંદગીથી પરેશાન થશો. કોઈજાતનું રોકાણ કરતા નહીં. રોજબરોજના કામ પર સમયસર નહીં કરી શકો. નાણાકીય બાબતમાં પરેશાની રહેશે. ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 25, 27, 30, 31 છે.

Saturn’s rule calls for you to be firm with your subordinates at your workplace. Take care of your health, especially if you are suffering from a cold or stomach aches. Avoid any sort of investments. Strive to complete your tasks on time. There could be financial concerns temporarily. Pray ‘Moti Haptan Yasht’.

Lucky Dates: 25, 27, 30, 31

Leave a Reply

*