Your Moonsign Janam Rashi This Week –
18 August, 2018 – 24 August, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

બુધ્ધિના દાતા બુધની દિનદશા 20મી સપ્ટેમ્બર સુધી ચાલશે તેથી તમારા મિત્રો તમને માન-ઈજજ્ત ખૂબ આપશે. ધણી-ધણીયાણીમાં મતભેદ નહીં પડે. બુધ્ધિબળ વાપરીને તમારા ઉપર આવેલી આફતને દૂર કરવામાં સફળ થશો. તમે જયાં પણ કામ કરતા હશો ત્યાં તમારા સાથે કામ કરનાર તમને સાથ સહકાર મળતો રહેશે. નાણાકીય બાબતની ખેંચતાણ દૂર કરવા માટે રોજના કામની સાથે એકસ્ટ્રા કામ કરી વધુ ધન કમાશો. રોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 18, 21, 22 23 છે.

Mercury rules you till 20th September, commanding respect from friends. This phase will foster warmth between spouses. Use your wisdom to solve problems. Your colleagues will be supportive. You are advised to work harder. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Date: 18, 21, 22 23


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

આજથી છેલ્લું અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી દિનદશાને લીધે નાનું એક્સિડન્ટ થવાના ચાન્સ છે. સીધા ચાલતા હશો તો કોઈ ધકકો મારીને જશે. તમારા દુશ્મન તમને નીચા પાડવામાં પાછા નહીં હટે. તમે કામ કરીને પરેશાન થઈ જશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.

શુકનવંતી તા. 18, 19, 20, 24 છે.

Mars’ rule for the next one week calls for you to be cautious while traveling. Your detractors could try to cause you harm. You could feel stressed. Pray ‘Tir Yasht’.

Lucky Dates: 18, 19, 20, 24


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

26મી ઓગસ્ટ સુધી મનને શાંત રાખીને તમારા અગત્યના કામો પૂરા કરી લેજો. કોઈને પ્રોમીશ આપશો તો પુરૂં કરી શકશો.  26મી પછી તમારા સ્વભાવમાં ખૂબ ચેન્જીસ આવી જશે. ઉતરતી ચંદ્રની દિનદશા કોઈ સારા ન્યુસ સાંભળવા મળશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. મનને શાંત રાખવા 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.

Keep calm and complete all important tasks before 26th August. You will be able to keep your promises. You could encounter behavioural changes after the 26th. The descending rule of Moon could bring in good news. You will be able to fulfil your family’s wishes. Pray the 34th name, ‘ya Beshtarna’ 101 times.

Lucky Dates: 20, 21, 22, 23


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને તમારી રાશિના માલિક ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી કોઈ સારા કામ થઈ જશે. નવા કામ કરવાની જગ્યાએ ચાલુ કામની ઉપર ધ્યાન આપશો તો તેમાં વધુ ફાયદામાં રહેશો. નાની મુસાફરીનો ચાન્સ મળતો રહેશે. ચંદ્રની કૃપાથી નવા મિત્રો મળી રહેશે. આજુબાજુવાળાની સાથેના સંબંધ સારા થઈ જશે. ધનલાભ વધુ મેળવવા માટે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 19, 20, 22, 24 છે.

The Moon’s rule brings in happiness and good luck. Focus on the task at hand. Travel is indicated. With the grace of Moon, you will make new friends. Harmony with neighbours will flourish. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 19, 20, 22, 24


LEO | સિંહ: મ.ટ.

05Leo

સુર્યની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. તમે જો હાઈપ્રેશરથી પરેશાન થતા હશો તો બેદરકાર રહેતા નહીં. સરકારી કામની અંદર સફળતા નહીં મળે. અગત્યની ચીજ વસ્તુ સંભાળીને મુકજો. ધન ખર્ચ વધી જશે. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 18, 19, 21, 23 છે.

With Sun ruling over you, you are advised to control your temper. Take care of your health and that of your elders. Postpone government related work. Keep all important things and documents safely. Expenses could increase. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Date: 18, 19, 21, 23


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

16મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમને ખુશી શોધવા જવું નહીં પડે. નાની નાની બાબતમાં આનંદમાં આવી જશો. નાણાકીય બાબતમાં અચાનક ફાયદાની વાત જાણવા મળશે. પોતાની મનપસંદની વ્યક્તિ શોધવામાં સફળ થશો. કામકાજને વધારવા માટે ભાગદોડ કરવામાં કોઈ કસર નહીં મુકો. મિત્રનો સાથ મળશે. ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.

Venus rules you till 16th September bringing in peace and joy. You will earn more wealth. You could find your ideal life partner. You should work harder to expand your business. Your friends will support you. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 20, 21, 22, 23


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમને તમારા રાશિના માલિક શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે માન સન્માનની સાથે ધનલાભ મેળવવા સફળ થશો. જે કામ ધારી લેશો તે કામ પૂરા કર્યા વગર નહીં મૂકો. નાણાકીય બાબતમાં મુશ્કેલીઓ નહીં આવે. ધન કમાવા માટે ગામ-પરગામ જવાનો મોકો મળે તો મુકતા નહીં. તેનાથી ધન કમાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.

With Venus ruling over you, you will receive financial profits and respect. Complete your tasks at hand. A good week, financially. Traveling could help you earn more money. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 21, 22, 23, 24


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમે સીધા ચાલતા હશો તો પાછળવાળી વ્યક્તિ તમને ધકકો મારીને આગળ વધવાની કોશીશ કરશે. વાગવા પડવાથી પરેશાની વધી જશે. જ્યાં કામ કરતા હશો ત્યાં સાથે કામ કરનાર તમને કોઈ જાતની મદદ નહી કરે. ધન આવ્યા પહેલા ખર્ચનું લીસ્ટ તૈયાર થઈ જશે. જન્મના ગ્રહો ખરાબ હશે તો ઉધાર નાણા લેવા પડશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 19, 20, 21, 24 છે.

Rahu rules you till 6th September, calling for you to be very alert about your surroundings. Take care of your health. Your colleagues might not be supportive. You are advised to spend wisely and avoid taking any loans. Pray ‘Maha Bakhtar Nyaish’.

Lucky Dates: 19, 20, 21, 24


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

24મી સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમે ભલાઈના કામ કરશો સાથે ફેમીલી મેમ્બરની જરૂરીયાત પૂરી કરીને આપશો. સાથે સાથે ફેમીલી મેમ્બર તમારા મદદગાર બનીને મદદ કરશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. ઘરમાં કોઈ સારા કામ ગુરૂની કૃપાથી થઈ જશે. બને તો નાનુ ઈનવેસ્ટમેન્ટ કરવાનું ભુલતા નહીં. ગુરૂની કૃપા મેળવવા માટે ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 18, 19, 22, 23 છે.

Jupiter’s rule till 24th August will help you fulfil your family’s wishes. Your family will support you. A good week financially. You are advised to invest money. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 18, 19, 22, 23


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમને ગુરૂની દિનદશા 24મી સપ્ટેમ્બર સુધી ચાલશે તેથી તમારા કામો ખૂબ સારી રીતે પૂરા કરી શકશો. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. તમારા કરેલ કામમાં કોઈ વ્યક્તિ ભૂલ કાઢી નહીં શકે. માન-ઈજ્જત વધી જશે. પોતાની પસંદગીની વ્યક્તિ મળવાના ચાન્સ છે. ઘરમાં મહેમાન આવવાના ચાન્સ છે. ઘરમાં શાંતિ રહે તેની માટે દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 19, 20, 21, 24 છે.

Jupiter rules you till 24th September, enhancing your efficiency at the work-place. A growth in wealth is indicated. People will respect you at your workplace. You could meet a loved one. Expect guests to come visiting you. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 19, 20, 21, 24


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

છેલ્લા 9 દિવસજ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી માનસિક રીતે ખૂબ પરેશાન રહેશો. મનની શાંતિ નહીં રહે. રાતના ઉંઘ નહીં આવવાથી તબિયત બગડશે. ધનની ખેંચતાણ ખૂબ રહેશે. શનિનું નિવારણ કરવા માટે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 18, 22, 23, 24 છે.

Mercury rules you for the next two days, calling for you to complete all your financial transactions immediately. Your friends might not support you. Take care of your health. Pray ‘Moti Haptan Yasht’ every day.

Lucky Dates: 18, 19, 21, 23


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

આજ અને કાલનો દિવસ બુધની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. દસ કામ બાજુમાં મૂકીને લેતી-દેતીના કામો પહેલા પૂરા કરજો. નહીં તો 20મીથી મને તમારા પૈસા લેવા માટે ચપ્પલ ઘસવા પડશે. તમારે કોઈને પૈસા આપવાના હશો તો તે વ્યક્તિ તમને પરેશાન કરી નાખશે. મિત્રો મદદ નહીં કરે. તબિયતની સંભાળ રાખજો. આજથી ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 18, 19, 21, 23 છે.

Mercury rules you for the next two days, calling for you to complete all your financial transactions immediately. Your friends might not support you. Take care of your health. Pray ‘Moti Haptan Yasht’ every day.

Lucky Dates: 18, 19, 21, 23

Leave a Reply

*