સખાવત વીશે ટૂંક ખુલાસો

સખાવતનાં કામો જેવા કે દુ:ખ દરદથી જે ગરીબ લાચારો પીડાતાં હોય તેઓને વાસ્તે હોસ્પિટલ યા આશ્રમો સેનેટોરિયમો માંથી ડોકટર તથા દવાદારૂની મદદ કરી આશરો આપવો. ગરીબ લાચારોને રહેવાને વાસ્તે સસ્તા ભાડાના સુખવાસી મકાનો બંધાવી આપવા. વિધવા લાચાર બાનુઓ જેઓ પોતાનું ગુજરાન કરવા તદ્દન અશકત હોય તેની હાલત તપાસી તેઓને ઘટતી મદદ કરવી. કોમના ટૂંક કમાઈવાલા ઘણાં બચરવાળા લાચારોને પોતાની થોડી આવકને  લીધે જેઓ ગુજરાન કરી શકતા ન હોય તેઓના બચ્ચાંને મદદ કરવી. આંધળા, લુલાં તેમજ અશકત બુઢાં માણસોને ખાવા પીવાનું, રહેવાનું કપડાં વગેરે પુરૂં પાડવું. કોમના લાચાર છોકરા છોકરીઓને નવજોત, લગ્ન કરી અપાવવા. માબાપ વગરના બાળકો  જેઓનું પાલન પોષણ કરનારૂં કોઈ ન હોય તેઓને દદ કરવી. લાચારોને મરણ પછી ચાર દિવસની તેમજ બીજી ક્રિયાઓ ઘટતો ખર્ચ પૂરો પાડવો. પાણીની જ્યાં ગામડાઓમાં તંગી પડતી હોય ત્યાં લાચાર માણસો તેમજ ગાય ઢોરોને વાસ્ત કુવા બંધાવી આપવા. આગ રેલ, દુકાળ, ધરતીકંપ વગેરે ન ધારેલી આફતો દેશ પરદેશો પર આવ્યાથી લોકો લાચારીમાં આવી પડે તેઓને મદદ કરવી. દીન ધર્મના પાક મકાનો આતશે વરાહરાન યાને આતશ બહેરામ, તેમજ અગિયારીના નીભાવોની જ્યાં જરૂર હોય ત્યાં મદદ કરવી. દોખમાને લગતા કામમાં મદદ કરવી. દીન ધર્મના પાક મકાનો આતશે વરાહરાન યાને આતશ બહેરામ તેમજ અગિયારીના નીભાવોની  જ્યાં જરૂર હોય ત્યાં મદદ કરવી દોખમાને લગતાં કામમાં મદદ કરવી. દીન ધર્મની કેળવણી કોમમાં નાનપણથી જ બચ્ચાંઓને આપી જેમ બને તેમ વધારે ફેલાવી કોમના આચાર વિચારો તથા રહેણી કરણી પોતાના રવાનની વૃધ્ધિના આબાદી ભરેલા  રહે તેવાંજ કેળવણીનાં કામમાં મદદ કરવી. જેઓ રજકરોજી વગરના હોય તેવાં ગરીબોને રોજીએ લગાડવા તેમજ તેને લગતાં લાયક રોજીના ખાતાંઓ ખોલવા તેમજ અશકત જાનવરોને ઘાસચારા વગેરેની મદદ કરવી વગેરે વગેરે જે કામો રાદી હોય યાને જેનાથી કુદરતમાં ખરાબ પરિણામો આવે નહીં યાને રૂહાંની વૃધ્ધિમાં ફાયદો થાય તેવાંજ કામોમાં મદદ કરવી.

સખાવત જીવતાં જવતજ પોતાના હાથે જાતે બનતાં સુધી જરૂર કરવી.

દરેક માણસે બનતાં સુધી પોતાની ગુંજાસ પ્રમાણે પોતાની આવક યાને કમાઈમાંથી દર મહીને બને તેટલું થોડું યા ઘણું બાજુએ કાઢી કોઈબી ઉપલાં દર્શાવેલા કામો માટે જરૂર બા જરૂર મદદ કરવી એ કુદરતમાં તેનાં કામમાં મદદ તરીકે ઘણું મોટું પુનનું કામ કહેવાય છે કારણ કે કુદરતનો તમામ કારોબાર એકબીજાની મદદથી જ ચાલી રહ્યો છે. માટે કુદરતના કામમાં મદદ કરવા સારૂ પૈસાવાળા માણસોએ પોતાનું જ ભલું ન જોતાં ગરીબ લાચારોનું પણ ભલું કરવામાં બને તેટલી જરૂર મદદ કરવી.

Leave a Reply

*