સાદગીની શિક્ષા શાસ્ત્રીજીથી લો!

‘અરે શાસ્ત્રી! દૂર કેમ ઉભો છે. જલ્દી હોડીમાં બેસી જા, જોતો ખરો આ નદી કેવી ગાંડીતુર બની છે. ચાલ જલ્દી ઘર ભેગા થઈ જઈએ.’

‘નહીં તમે લોકો ઘરે જાઓ, મારે તો હજુ મેળો જોવાનો છે, હું મેળો જોઈને જ ઘરે આવીશ.’ શાસ્ત્રીએ જવાબ આપ્યો. શાસ્ત્રીના મિત્રોને એ સમયે ખબર ન હતી કે, શાસ્ત્રી પાસે હોડીમાં બેસવાના પૈસા નથી. ગામની નદીને સામે કાંઠે યોજાયેલો મેળો જોઈને મિત્રો સાથે ઘરે ફરતી વેળાએ જ્યારે શાસ્ત્રીએ પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો તો પોતાનું ખિસ્સુ ખાલી જોઈને તેઓ ખુદ પણ ચક્તિ થઈ ગયાં હતાં. બધા મિત્રો નૌકામાં બેસી ગયા પણ શાસ્ત્રી ન બેઠા. પોતાની મજબૂરી સામે ન લાવતા શાસ્ત્રીએ મેળો જોઈને આવવાનું બહાનું કરી દીધું હતું. આખરે આત્મસમ્માનનો પ્રશ્ર્ન હતો.

તમામ મિત્રોના નદી પાર કર્યા બાદ શાસ્ત્રી તુરંત નદીમાં કુદી પડ્યાં અને તરવા લાગ્યાં. નદીમાં જોરદાર પૂર આવ્યું હતું અને તેને પાર કરવી ખુબ જ ખતરનાક હતી. તેમ છતાં પણ આ યુવાન કિનારે પહોંચી ગયો. એ સમયે સામાન્ય દેખાતો આ યુવાન બાદમાં એક અસાધારણ વ્યક્તિ બની ગયો. આ વ્યક્તિ એટલે ભારતના બીજા વડાપ્રધાન.

2જી ઓક્ટોબર 1904 માં ઉત્તરપ્રદેશના મુગલસરાયના રામનગરમાં એક સામાન્ય કાયસ્થ પરિવારને ત્યાં તેમનો જન્મ થયો હતો. દોઢ વર્ષની ઉમરમાં તેમના પિતાના મૃત્યુ બાદ માતા રામદુલારી દેવી તેમને અને તેમની બે બહેનોને લઈને પોતાના પિયરે ચાલી આવી હતી. તેમનું પ્રાથમિક શિક્ષણ ઘરમાં જ પૂરુ થયું. શાસ્ત્રીજી એટલા તેજસ્વી હતાં કે દસ વર્ષની ઉમરમાં જ છઠ્ઠા ધોરણમાં પાસ થઈ ગયાં હતાં. મુગલસરાયમાં સારી હાઈસ્કૂલ ન હોવાના કારણે તે બનારસ ચાલ્યાં આવ્યા અને હરિશચંદ્ર હાઈસ્કૂલમાં ભણવા લાગ્યાં.

શાળાકિય જીવનમાં જ રાષ્ટ્રભક્તો અને શહીદો વિષે વાંચતા વાંચતા તેમણે સ્વતંત્રસંગ્રામના વિષયને વિસ્તારપૂર્વક જાણ્યો. એ દિવસોમાં જલિયાવાલા બાગની ઘટના બાદ વિદ્યાર્થી આંદોલનને ગતિ પકડી હતી અને શાસ્ત્રીજી તેનો એક ભાગ બની ગયાં હતા.

મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અસહયોગ આંદોલન ચાલ્યું તો તે તેમાં પણ જોડાઈ ગયાં. શાસ્ત્રીજી વસ્તુત: કાશી વિદ્યાપીઠથી શાસ્ત્રીની પરીક્ષા પાસ કરવાના કારણે શાસ્ત્રી કહેવાયા. વર્ષ 1925માં તેમણે કાશી વિદ્યાપીઠમાં હિન્દી, અંગ્રેજી અને દર્શનશાસ્ત્રને લઈને સ્નાતકનો અભ્યાસ કર્યો.

16મી મે, 1928 ના રોજ શાસ્ત્રીજીના લગ્ન લલિતા દેવી સાથે થયાં. 1928માં તે અલ્હાબાદ મ્યૂનિસિપલ બોર્ડના સભ્ય પદે ચૂંટાઈ આવ્યાં. 1929માં લાહોર અધિવેશન બાદ અંગ્રેજો સાથે યોજાયેલી ગોળમેજી પરિષદ નિષ્ફળ રહેવા પર જ્યારે શોલાપુરમાં તોડફોડ શરૂ થઈ તો અંગ્રેજી શાસને નિષેધાજ્ઞા લાગૂ કરી દીધી ત્યારે શાસ્ત્રીજી એ ત્યાં જવાનો નિર્ણય લઈ લીધો.

વર્ષ 1935માં બ્રિટિશ સંસદ દ્વારા રજૂ કરેલા ભારત શાસન અધિનિયમ અનુસાર 1937માં કોંગ્રેસે પ્રાંતીય વિધાનસભાઓ માટે ચૂંટણી લડી અને લગભગ તમામ વિધાનસભાઓમાં મારે બહુમત પ્રાપ્ત કર્યો.

શાસ્ત્રીજી પણ જીતીને ઉત્તરપ્રદેશ વિધાનસભાની સદસ્યતા પ્રાપ્ત કરી લીધી. 1947માં સ્વતંત્રતા પ્રાપ્તિ સમયે પંડિત ગોવિંદ વલ્લભ પંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી હતાં. તેમણે થોડા મહિનાઓ બાદ શાસ્ત્રીજીને મંત્રિપરિષદમાં પોલીસ અને પરિવહન મંત્રીના રૂપમાં શામેલ કરી દીધા. મંત્રી બનવા છતાં પણ તેમના જીવનમાં સાદગી યથાવત રહી. તેમના પોશાકમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન આવ્યું. 1950માં ટંડનજીના ત્યાગ પત્ર બાદ શાસ્ત્રીજીને કોંગ્રેસને જીતાડવાની જવાબદારી પૂરી નિષ્ઠા સાથે નિભાવી. શાસ્ત્રીજી રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યાં અને રેલમંત્રી બન્યાં પરંતુ 1955માં દક્ષિણ ભારતની એક રેલ દુર્ઘટનાની જવાબદારી લઈને તેમણે રાજીનામું આપી દીધું.

નેહરૂના અવસાન બાદ 9મી જૂન 1964ના રોજ શાસ્ત્રીજીએ વડાપ્રધાન પદના સૌગંધ લીધા હતા.

Leave a Reply

*