Your Moonsign Janam Rashi This Week –
15 September, 2018 – 21 September, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

છેલ્લા 6 દિવસ જ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી હીસાબી કામો પહેલા પુરા કરી લેજો. ઉતરતી બુધની દિનદશાને લીધે તમારા હાથથી કોઈ સારા કામ થશે. 21મીથી 36 દિવસ શનિની દિનદશા તમારા કામ પૂરા થવા નહીં દે. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. આવક સરખી રીતે નહીં આવે. આજથી દરરોજ નમહેર નીઆએશથ ભણજો.

શુકનવંતી તા. 16, 17, 18,19 છે.

As Mercury rules you for the next six days, you are advised to complete any financial transactions. The descending rule of Mercury calls for you to indulge in good deeds. Starting from the 21st, Saturn rules you for 36 days. Your expenses could increase. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 16, 17, 18,19


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

21મી ઓકટોબર સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમને નાનુ મોટુ પ્રમોશન મળવાના ચાન્સ છે. તમે કરેલ કામની કદર બીજાઓ કરશે. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. નવા કામ મળશે. કરકસર કરીને ધન બચાવી શકશો. દરરોજ નમહેર નીઆએશથ ભણજો.

શુકનવંતી તા. 15, 16, 20, 21 છે.

With Mercury’s rule till 21st October, you could be looking at a promotion at work. People will respect your work. A good week financially. Those looking for a new job will find one. Save money. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 15, 16, 20, 21


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

24મી સપ્ટેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમારા મગજનો કંટ્રોલ ગુમાવી નહીં શકો પરંતુ ઘરની વ્યક્તિ તમારા વિચારો સાથે સહમત નહીં થાય તેનું દુ:ખ વધુ લાગશે. મનગમતી વ્યક્તિ તમારાથી નારાજ થઈ જશે. મંગળની દિનદશા તમારા દરેક કામમાં રૂકાવટ ઉભી કરાવશે. દરરોજ ભુલ્યા વગર નતીર યશ્તથ ભણજો.

શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

Mars’ rule till 24th September calls for you to keep calm and avoid arguing with family. A loved one could be upset with you. You could face obstacles at work. Pray ‘Tir Yasht’ every day.

Lucky Dates: 17, 18, 19, 20


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

26મી સપ્ટેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારા અગત્યના કામો મન લગાવીને પૂરા કરજો. ઉતરતી ચંદ્રની દિનદશા મનને મકકમ રખાવીને નાણાકીય ફાયદો કરાવી આપશે. અંગત સગાઓ બનતી મદદ કરશે. ગામ-પરગામથી કોઈ સારા સમાચાર મળશે. તમારા પોતાના કામને પૂરા કરવામાં કોઈની મદદ લેતા નહીં. ચંદ્રની કૃપા મેળવવા માટે 34મુ નામ નયા બેસ્તરનાથ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 15, 16, 19, 21 છે.

The Moon’s rule till 26th September will help you complete your tasks efficiently and quickly. Financial profits are indicated. Your relatives will be helpful. You could get to hear some good news from abroad. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 15, 16, 19, 21


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમને 26મી ઓકટોબર સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારે અચાનક ગામ પરગામ જવાનો ચાન્સ મળી રહેશે. નવા મિત્રો મળશે. નવાકામ શોધવાની જગ્યાએ ચાલુ કામ પર ધ્યાન આપજો. નાનું પ્રમોશન કે નાણાકીય ફાયદો થશે. લીધેલા ડીસીઝન ને ચેન્જ કરતા નહીં. ઘરવાળાનો સાથ સહકાર મળી રહેશે. 34મુ નામ નયા બેસ્તરનાથ 101વાર ભણજો.

શુકનવંતી તા. 15, 17, 18, 20 છે.

The Moon rules you till 26th October. Travel is indicated. You will make new friends. Focus on the task at hand. You could get a promotion. Your family will be supportive. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 15, 17, 18, 20


 

VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમારે આજનો દિવસ જ શાંતિમાં પસાર કરવાનો બાકી છે. તેથી અપોેઝિટ સેકસની ડિમાન્ડ પૂરી કરી લેજો. કાલથી 20 દિવસ માટે સુર્યની દિનદશા પરેશાન કરી નાખશે. ખોટા વિચારોથી પરેશાન થશો. આંખ કે પછી પેટની બળતરાથી પરેશાન થશો. હાઈપ્રેશરની માંદગીથી પરેશાન થશો. અચાનક તબિયત બગડવાના ચાન્સ છે. 96મુ નામ નયા રયોમંદથ101વાર ભણજો.

શુકનવંતી તા. 15, 17, 18, 21 છે.

You will spend today in peace. Starting tomorrow, the Sun rules you for the next 20 days and hence you are advised to stay positive. Take care of your health, especially if you suffer from stomach aches or high blood pressure. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 15, 17, 18, 21


LIBRA | તુલા: ર.ત.

07Libra

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે મોજશોખ ઉપર કાપ મુકશો તો બીજી જગ્યા ત્રણ ગણો ખર્ચ થશે. ફેમિલી મેમ્બરને આનંદમાં રાખી શકશો. ઓપોઝિટ સેકસ તરફથી  મદદ મળવાના પુરેપુરા ચાન્સ છે. નવાકામ કરવામાં સફળ થઈ જશો. થોડુંઘણુ ઈનવેસ્ટ કરવાનું ભુલતા નહીં. દરરોજ નબહેરામ યઝદથની આરાધના કરજો.

શુકનવંતી તા. 15, 16, 20, 21 છે.

With Venus’ rule, your expenses could increase. Fulfil your family’s wishes. People from the opposite gender will be helpful. There will be success in projects you wish to start over. You are advised to invest money. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 15, 16, 20, 21


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

લાંબો સમય સુખ આપનાર શુક્રની દિનદશા શરૂ થયેલી છે. તેથી 16મી નવેમ્બર સુધી બધા કામ સરળ રીતે થશે. તમારી પીઠ પાછળ ખરાબ કરનારને સારી રીતે સમજાવી દેશો. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. તમારાથી બીજાને મદદ કરીને બચાવી લેશો. નવું કામ શરૂ કરી શકશો. દરરોજ નબહેરામ યઝદથની આરાધના કરજો.

શુકનવંતી તા. 15, 16, 20, 21 છે.

Venus’ rule till 16th November will assist in completing your tasks effectively and efficiently. Beware of backstabbers. A good week financially. Be helpful to others. A new venture could prove successful. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 15, 16, 20, 21


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

6ઠ્ઠી ઓકટોબર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમે કોઈની સાચી વાત સમજાવવા જશો તો તે વ્યક્તિ તમારી વાત ને ઉલટી રીતે જોશે. તબિયતમાં જરાબી બેદરકાર રહેતા નહીં. તેમાં વડીલવર્ગની તબિયત ખાસ સંભાળજો. ખોટી લાલચમાં આવીને શેર સટ્ટામાં ઈનવેસ્ટ કરતા નહીં. દરરોજ નમહાબોખ્તાર નીઆએશથ ભણજો.

શુકનવંતી તા. 15, 17, 18, 19 છે.

Rahu will rule you till 6th October. People might not appreciate you for your honesty. Take care of your health and that of your elders. Avoid investing in shares. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.

Lucky Dates: 15, 17, 18, 19


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

24મી સપ્ટેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા હાથથી જાણતા અજાણતા કોઈની ભલાઈનું કામ થઈ જશે. ગુરૂની કૃપાથી નાણાકીય મુશ્કેલી નહીં આવે. કામકાજ પર માન-ઈજ્જત મળતી રહેશે. એકસ્ટ્રા કામ કરી વધારે ઈન્કમ મેળવી શકશો. વડીલ વર્ગની ચિંતા ઓછી થશે. ચાલુ કામમાં વધુ ધ્યાન આપજો. દરરોજ નસરોશ યશ્તથ ભણજો.

શુકનવંતી તા. 15, 16, 20, 22 છે.

Jupiter’s rule till 24th September, calls for you to be kind and helpful to others. A good week financially. You will be respected at the workplace and could be in for a raise in salary. Focus on the task at hand. Don’t get too consumed worrying about the wellbeing of elders. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 15, 16, 20, 22


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી  ફેમિલી મેમ્બરને ખુશ રાખી શકશો. તેઓની ડિમાન્ડ પૂરી કરવામાં ભાગદોડ કરશો. ગુરૂની કૃપાથી તમે નવા કામ કરવામાં સફળ થઈ જશો. ઘરમાં કોઈ સારા પ્રસંગ આવવાના ચાન્સ છે. બાળકો તરફથી સારી વાત જાણવા મળશે. રોકાયેલા નાણા પાછા મેળવી શકશો. દરરોજ નસરોશ યશ્તથ ભણજો.

શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

With Jupiter ruling you, you will be able fulfil your family’s wishes. You will find success in new ventures. Celebrations are on the way. Your children will give you reason to rejoice. A growth in wealth is indicated. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 17, 18, 19, 20


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

26મી સપ્ટેમ્બર સુધી શનિની દિનદશાને લીધે તમારા કામમાં તમે અટવાયેલા રહેશો. ખોટા વિચારોને કારણે રાતની ઉંઘ ઓછી થઈ જશે. એસીડીટી જેવી બીમારીથી પરેશાન થશો. ધણી-ધણીયાણી તથા પ્રેમી પ્રેમિકા વચ્ચે મતભેદ પડતા રહેશે. મિત્રોથી સંભાળજો. શનિનું નિવારણ કરવા માટે નમોટી હપ્તન યશ્તથ ભણજો. શુકનવંતી તા. 15, 16, 17, 21 છે.

Saturn’s rule could leave you feeling stressed and restless, up to 26th September. You might experience sleeplessness. Take care of your health, especially if you suffer from acidity. There could be arguments between couples. Pray ‘Moti Haptan Yasht’ every day.

Lucky Dates: 15, 16, 17, 21

Leave a Reply

*