Your Moonsign Janam Rashi This Week –
22 September, 2018 – 28 September, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

ગઈકાલથી શનિની દિનદશા શરૂ થયેલી છે. 27મી ઓકટોબર સુધી તમે તમારા રોજબરોજના કામ સરખી રીતે નહીં કરી શકો. ચિંતા વધવાથી તબિયત ઉપર અસર પડી જશે. શનિ એકબાજુ પૈસા બચાવી લેશે ત્યાં બીજી જગ્યાએ ચાર ગણો ખર્ચ કરાવશે. તમને સાંધાના દુ:ખાવો, સ્ત્રી ઈન્ફેકશનથી સંભાળવું નાની ભૂલ તમને લાંબી બીમારી આપી દેશે. આજથી ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

Saturn’s rule calls for you to pay attention to the tasks at hand. Avoid getting stressed. Expenses could increase. Take care of your health, especially those suffering from joint pains. Your carelessness could cost you dearly. Pray ‘Moti Haptan Yasht’ every day.

Lucky Dates: 25, 26, 27, 28


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

બુધની દિનદશા ચાલુ હોવાથી તમે કોઈ પણ પ્રકારની મુસીબતમાંથી બુધ્ધિ વાપરી બહાર નીકળી જશો. તમારા ફાયદાની વાત જાણવા મળશે. તમારા શત્રુઓ તમને ઉલટા સુલટા કામ આપશે તો તેમાંથી તમે રસ્તો શોધી લેશો. કરકસર કરી શકશો. જૂના રોકાણમાંથી ફાયદો મળી જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 22, 23, 24, 27 છે.

Mercury’s rule helps you find solutions to your problems. Good news awaits you. Save money. Old investments could bring in profits. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 22, 23, 24, 27


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

આજનો અને કાલનો દિવસ ટેન્શનમાં પસાર કરવાનો બાકી છે. 24મીથી બુધની દિનદશા તમારા અટકેલા કામોને વીજળીવેગે પૂરા કરાવશે. ઉતરતી મંગળની દિનદશા તમને નાનુ એકિસડન્ટ આપી શકે છે વાહન ચલાવતા નહીં. બુધની દિનદશા શરૂ થતા તમે મીઠી જબાન વાપરી બીજાના મન જીતી લેશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.

Though the next two days could be a little stressful, from the 24th, Mercury’s rule will help you complete your tasks. Practice caution during travel. Avoid driving. Mercury will help you win win over other people. Pray ‘Tir Yasht’ every day.

Lucky Dates: 23, 24, 25, 26


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

છેલ્લા 4 દિવસ જ તમારી રાશિના માલિક ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી 25મી સુધી ઘરવાળાને કોઈબી બાબતમાં નારાજ કરતા નહીં. તેમની ડીમાન્ડ પૂરી કરી દેજો. બાકી 26મીથી મંગળની દિનદશા તમારા સ્વભાવમાં ચેન્જીસ લાવી દેશે. તમે સ્વભાવે ચીડીયા થઈ જશો. નાની વાતમાં ગુસ્સે થઈ જશે. અંગત વ્યક્તિ તમારાથી નારાજ થઈ જશે. આજથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણ્યા પછી ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 22, 25, 27, 28 છે.

The Moon’s rule over the next four days nudges you to fulfil your family’s wishes. From the 26th, Mars’ could cause behavioural changes. Avoid getting irritated or angry. A loved one could get upset with you. Pray the 34th name, ‘Ya Beshtarna’ and Tir Yasht’ every day.

Lucky Dates: 22, 25, 27, 28


LEO | સિંહ: મ.ટ.

05Leo

ચંદ્ર જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી જયાં કામ કરતા હશો ત્યાં સાથે કામ કરનાર વ્યકિતનો સાથ સહકાર મળી જશે. ઘરવાળાની ચિંતા હશે તો તે દૂર થઈ જશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી જશો. જે કામ કરશો તે સમજી વિચારીને કરજો. નાની મુસાફરી કરી શકશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 22, 23, 24, 27 છે.

The Moon’s rule makes your colleagues more supportive. Your elderly will do well. You could find a good solution to financial concerns. Think twice before executing and task. Travel is indicated. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 22, 23, 24, 27


 

VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

6ઠ્ઠી ઓકટોબર સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી વડીલવર્ગ સાથે મતભેદ પડતા રહેશે. તમે સાચા હોવાછતાં તમારી સચ્ચાઈ કોઈને કહી નહીં શકો. માથાના દુખાવાથી પરેશાન થશો. સરકારી કામ કરતા નહીં. પ્રેમી-પ્રેમીકા એક બીજાથી નાની બાબતમાં નારાજ થઈ શકે છે. તમારૂં સાચુ બોલેલું બીજાને કડવું ઝેર જેવું લાગશે. સુર્યના તાપ ને ઓછો કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

The Sun’s rules till 6th October could trigger arguments with your elders. You may not be able to prove your honesty. Take care of your health, especially if you suffer from headaches. Avoid government related work. Your lover could get upset. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 22, 23, 24, 25


LIBRA | તુલા: ર.ત.

07Libra

17મી ઓકટોબર સુધી શુક્રની દિનદશા તમારા મોજશોખ પૂરા કરવામાં કોઈ કસર નહીં મૂકે. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ વસાવી શકશો. કામકાજમાં ધનલાભ મલવાના ચાન્સ છે. શુક્રની કૃપાથી ધનને કારણે કોઈપણ કામ અટકશે નહીં. ફેમિલી સાથે ત્રણ ચાર દિવસ ગામ-પરગામ જવાનો પ્રોગ્રામ બનાવી શકશો. નવા મિત્રો મળવાના ચાન્સ છે.  દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 23, 26, 27, 28 છે.

Venus rules over you till 17th October encouraging you to enjoy life. You could make new purchases for the house. Financial profits are indicated. Your work will progress smoothly. This is a good time to plan a holiday. You could make new friends. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 23, 26, 27, 28


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઓપોજીટ સેકસનું એટ્રેકશન વધી જશે. લગ્ન કરવા માગતા હો તો જીવનસાથી મળવાના ચાન્સ છે. જૂના રોકાણથી ફાયદો મળશે. થોડા વખત ભાગીદારીથી ફાયદો મળશે. તમારી તબિયતમાં સુધારો થશે. ચાલુ કામ સરખી રીતે પૂરા કરશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 22, 24, 25, 27 છે.

Venus’ rule over you will attract the opposite gender towards you. Those looking to get married, could find their ideal life partner. Financial profits are indicated. Your health will improve. Focus on the task at hand. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 22, 24, 25, 27


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા દોસ્ત કરતા દુશ્મન વધી જશે. નાના કામ સમય પર પૂરા નહીં કરી શકો. તમારા વિચારોમાં ખોવાયેલા રહેશો. નાનુ એકિસડન્ટ થવાના ચાન્સ છે. રાતની ઉંઘ ઓછી થઈ જશે. કામ પર ધ્યાન આપજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા 24, 25, 27, 28 છે.

Rahu’s rule might have your enemies troubling you. Try to focus and complete your tasks on time. Travel with care. You could feel restless. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.

Lucky Dates: 24, 25, 27, 28


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

આજ અને કાલનો દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. તેથી બે દિવસમાં કોઈને પ્રોમીશ આપતા નહીં. 24મી પછી ઘરનું વાતાવરણ નાની બાબતમાં બગડી જશે. નવા કામ નહીં મળે. આવક પહેલા ખર્ચનું લીસ્ટ તૈયાર થઈ જશે. ગામ પરગામ જવાનો પ્લાન નહીં બનાવતા. રોજના કામ પર ધ્યાન આપજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 22, 25, 27, 28 છે.

Jupiter’s rule over the next two days cautions against making promises. From the 24th, the home front could get stressful. Focus on the task at hand. There could be an increase in expenses. Avoid travel. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.

Lucky Dates: 22, 25, 27, 28


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

25મી ઓકટોબર સુધી ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં માન-ઈજ્જત સાથે ધન મળતું રહેશે. ફેમીલીમાં ગુરૂની કૃપાથી મન મેળાપ વધી જશે. અટકેલા કામ ચાલુ કરવા કોઈનો સાથ સહકાર મળી જશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. પ્રેમી-પ્રેમીકા તરફથી સારા સમાચાર મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.

Jupiter rules you till 25th October, bringing you respect from colleagues. Family bonding will strengthen. You will be able to complete your work with help. A good week financially. a loved one will bring you good news. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 23, 24, 25, 26


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

પહેલા 4 દિવસ જ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. લોખંડથી સંભાળજો. ઉતરતી શનિની દિનદશા તબિયત ખરાબ કરી નાખશે. બાકી 26મીથી તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા તમને ધીરે ધીરે મગજ ને શાંતિ આપશે. અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. આ અઠવાડિયામાં ‘મોટી હપ્તન યશ્ત’ સાથે ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 23, 26, 27, 28 છે.

As Saturn rules you for the next four days, you are advised to avoid contact with metal objects. Take care of your health. From the 26th, Jupiter’s rule brings in peace and prosperity. This week, pray ‘Moti Haptan Yasht’, followed by ‘Srosh Yasht’.

Lucky Dates: 23, 26, 27, 28

Leave a Reply

*