મહેરઝાદ પટેલે ડબ્લ્યુઈપીએફમાં ગોલ્ડ, સીલ્વર અને બ્રોન્ઝ મેળવ્યા!

25 વર્ષીય મહેરઝાદ પટેલે તાજેતરમાં રશિયાના મોસ્કોમાં યોજાયેલા વર્લ્ડ ઇક્વિપ્ડ પાવરલિફ્ટીંગ ફેડરેશન (ડબલ્યુઈપીએફ) માં ભાગ લીધો હતો, અને 6 ઓક્ટોબર, 2018 ના રોજ ભારત માટે સુવર્ણ ચંદ્રક જીતીને પોતાને માટે એક સ્થાન બનાવ્યું હતું.

મહેરઝાદ સ્પર્ધામાં ભાગ લેનારા પ્રથમ ભારતીય છે અને તેમણે સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેળવ્યા હતા.

મુંબઇ સ્થિત મહેરઝાદ વલસાડના છે અને ચાર વર્ષ પહેલા પાવરલિફ્ટિંગ અને ન્યુટ્રિશનમાં તેમણે તાલીમ શરૂ કરી હતી.

તે દરરોજ ચાર કલાક પ્રેક્ટિસ કરે છે. પ્રોફેશનલ કોચ તરીકે પ્રેક્ટિસ કરવા ઉપરાંત, મહેરઝાદ તાલીમ પણ આપે છે.

પારસી ટાઇમ્સ સાથે વાત કરતા, મહેરઝાદે કહ્યું, ‘પાવરલિફ્ટીંગ ખૂબ જ માંગણીશીલ રમત છે અને મારૂં સિડયુલ ઘણું જ ટાઈટ હોય છે પરંતુ હું સારી રીતે સંતુલિત કરવાની ખાતરી આપું છું. તે ઊર્જા, પૈસા, ધીરજ અને સમય માંગે છે. મારે દર ત્રણ કલાકે ખાવાની જરૂર હોય છે. ‘બાળપણમાં અસંખ્ય સ્વાસ્થ્યની મુશ્કેલીઓનો સામનો કર્યા પછી, મહેરઝાદ ફિટ રહેવા વિશે ખૂબ ધ્યાન આપે છે.’

મહેરઝાદે આ સફર ફીટ રહેવાને માટે શરૂ કરી હતી. પરંતુ મારી અનુવાંશિકતાએ મને ખૂબ મદદ કરી હતી. તમારા સપના પૂરા કરવા માટે તમારે તમારામાં 100 ટકા વિશ્ર્વાસ દાખવવો પડશે.

Leave a Reply

*