વિજ્યા દસમી એટલે સત્યનો અસત્ય પર વિજય!

વિજયા દસમી એટલે દશેરો જે હિન્દુઓનો એક પ્રમુખ તહેવાર છે. અશ્ર્વિન શુક્લ દસમીને દિવસે આવતો આ તહેવાર લોકો ઘણાજ ધામધૂમથી ઉજવે છે. આ તહેવાર ભારતીય સંસ્કૃતિમાં વીરતાનું પ્રતિક સમાન છે.

ભગવાન રામે આ જ દિવસે રાવણનો વધ કર્યો હતો. દશેરાને સત્યની અસત્ય પર જીતના રૂપમાં મનાવવામાં આવે છે એટલેજ દશમીને વિજયાદસમી તરીકે ઓળખવામાં આવે છે. દશેરો જે શુભ તિથિઓમાં આવે છે તેથી લોકો નવા કામની શરૂઆત આ દિવસથી કરે છે. કારીગર લોકો પોતાના શસ્ત્રની પૂજા પણ આ દિવસે કરે છે. દશેરાનો તહેવાર જે દસ પ્રકારના પાપો જેમા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર, આળસ, હિસા અને ચોરી જેવા દસ અવગુણોને છોડવાની પ્રેરણા આપે છે.

ભારત એક ખેતીપ્રદાન દેશ છે અને દશેરા ને સમયે જયારે ખેડૂત પાક ઉગાવી અનાજ રૂપી સંપત્તિ ઘરે લઈ જાય છે ત્યારે તેની ખુશીનો કોઈ પાર નથી હોતો અને ભગવાનનો આભાર માનતા તે પૂજા કરે છે.

દશેરાનો સંબંધ નવરાત્રિ સાથે પણ છે કારણ દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ પણ આ સમયે કર્યો હતો. દશેરો જે નવરાત્રિ પછી એટલે કે દસમે દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે રામે રાવણનો વધ કર્યો હતો. રાવણ જે ભગવાન રામની પત્ની સીતાનું અપહરણ કરી તેને લંકા લઈ ગયો હતો. ભગવાન રામ જે દુર્ગાના ભક્ત હતા. જેમણે યુધ્ધ દરમ્યાન નવ દિવસ મા દુર્ગાની પૂજા કરી દસમે દિવસે રાવણનો વધ કર્યો હતો. એટલા માટે વિજયાદસમી એક મહત્વપૂર્ણ દિવસ  તરીકે ઉજવાય છે. રામના વિજયના પ્રતીક રૂપે આ દિવસને વિજયા દસમી તરીકે ઉજવવામાં આવે છે. દશેરાની ઉજવણી માટે મોટા મોટા મેળાઓનું આયોજન કરવામાં આવે છે આજ સમયે રામલીલાનું પણ આયોજન કરવામાં આવે છે. રાવણનું મોટું પુતુળું બનાવી તેને બાળવામાં આવે છે. રાવણની સાથે તેનો ભાઈ કુંભકર્ણ તથા તેનો દીકરો મેઘનાદના પુતળાને પણ બાલવામાં આવે છે. કલાકારો રામ, સીતા અને લક્ષ્મણનું રૂપ ધારણ કરે છે. સત્યનો બુરાઈ પર વિજય તરીકે પણ આ તહેવાર મનાવવામાં આવે છે.

Leave a Reply

*