Your Moonsign Janam Rashi This Week –
06 October, 2018 – 12 October, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમે આળસુ બની જશો. બનતા કામને બગાડી દેતા નહીં. શનિને કારણે નાણાકીય બાબતમાં મુશ્કેલીમાં આવશો. તમે જેટલું કામ કરશો એટલું વળતર નહીં મળે. તબિયત અચાનક બગડી જશે. સાંધાના દુ:ખાવાથી પરેશાન થશો. દરરોજ ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 6, 7, 10, 11 છે.

Saturn rules you till 27th October, calling for you to work hard. Be careful while working. You could face financial challenges. Your efforts could go unappreciated. Take care of your health, especially if you suffer from joint pains. Pray ‘Moti Haptan Yasht’.

Lucky Dates: 6, 7, 10, 11


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમારી રાશિના માલિક શુક્રના પરમમિત્ર બુધની દિનદશા ચાલુ હોવાથી હાલમાં તમે જે પણ પ્લાન બનાવશો તે ભવિષ્યમાં કામ આવશે. મળેલા ધનલાભને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. રોજબરોજના કામમાં માન-ઈજ્જત મળતા રહેશે. બુધ્ધિબળ વાપરીને બીજાના દિલ જીતી લેશો. મિત્રોનો સાથ મળી જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 10, 12 છે.

Mercury’s rule will help you make constructive plans for the future. You are advised to invest money. Your colleagues will respect you. Use your wisdom to win over people. Your friends will be supportive. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 8, 9, 10, 12


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

20મી નવેમ્બર સુધી તમારી રાશિના માલિક ગ્રહ બુધની દિનદશા ચાલશે તેથી ગામ-પરગામ જવાના ચાન્સ મળે તો લઈ લેજો. જ્યાં તમને ફાયદો થતો હશે ત્યાં બુધ્ધિ વધારે દોડશે. સરકારી કામો તથા એકાઉન્ટના કામો કરી શકશો. બુધની કૃપાથી બીજાને સમજાવી પટાવીને તમારા કામને સારા બનાવી દેશો. બીજાના સલાહકાર બની શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 6, 7, 8, 12 છે.

Mercury’s rule till 20th November could bring up a chance to travel. Use your wisdom to increase your earnings. Complete all government related work. Ask for help if you need to complete your work on time. You will give good advice to your peers. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 6, 7, 8, 12


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમને મનની શાંતિ નહીં મળે. બીજાને ફાયદો કરાવાથી તમે નુકસાનીમાં આવી જશો. તમારા અંગત વ્યક્તિ તમને સાથ નહીં આપે. બને તો તમારા મનની વાત કોઈને કહેતા નહીં. જો ધ્યાન નહીં આપો તો નાનું એકિસડન્ટ થવાના ચાન્સ છે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.

Mars’ rule could cause stressful situations. You could incur losses. Your loved one may not be supportive of you. Do not speak openly about your feelings without due consideration. Take care while traveling. Pray ‘Tir Yasht’ every day.

Lucky Dates: 8, 9, 10, 11


LEO | સિંહ: મ.ટ.

05Leo

26મી ઓકટોબર સુધી તમારી રાશિના માલિક સુર્યના મિત્ર ચંદ્રની દિનદશા ચાલશે તેથી નાની મુસાફરીમાં જવાના ચાન્સ મળશે. બીજાને મદદ કરી તેની ભલી દુવાઓ મેળવી લેશો. તબિયતમાં સુધારો થશે. મનને શાંત રાખી શકશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 6, 7, 9, 12 છે.

The Moon’s rule till 26th October offers you opportunities to travel. People will bless you for helping them. Health will show improvement. Try to stay calm and peaceful. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 6, 7, 9, 12


 

VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમને આજથી શીતળ ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે તેથી આવતા 50 દિવસમાં તમારી બધીજ મુશ્કેલીઓ દૂર કરવાનો સીધો રસ્તો મળી જશે. વડીલ વર્ગની ચિંતા ઓછી થશે. તમારા લીધેલા ડિસીઝનો ચેન્જ નહીં કરતા. થોડું વધારે કામ કરવાથી સફળતા મળી જશે. આજથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 7, 8, 9, 11 છે.

Starting today, the Moon rules you over the next 50 days, helping you to solve your problems. Do not over-worry about elders’ well-being. Do not change decisions that you’ve made previously. Success at work is predicted. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 7, 8, 9, 11


LIBRA | તુલા: ર.ત.

07Libra

17મી ઓકટોબર સુધી તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઓપોઝિટ સેકસ સાથે મનમેળાપ રાખી અગત્યના કામો પૂરા કરી લેજો. નાના ફાયદા જવા દેતા નહીં. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. ખર્ચ કર્યા પછી પણ મુશ્કેલી નહીં આવે. નવા કામની જગ્યાએ ચાલુ કામ પર વધુ ધ્યાન આપજો. મનગમતી ચીજ પહેલા લઈ લેજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 6, 7, 10, 11 છે.

Venus’ rule till 17th October suggests that you take help from people of the opposite gender to complete your tasks. Love among spouses will grow. A good week financially. Focus on the task at hand. Make new purchases for your house. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 6, 7, 10, 11


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ વધી જશે. ફેમિલી મેમ્બરનો સાથ મળવાથી કામ સહેલા બની જશે. થોડું એકસ્ટ્રા કામ કરવાથી પૈસાની તકલીફ નહીં પડે. નવા મિત્રો મળી જશેે. ગામ-પરગામ જવાથી આનંદમાં આવશો. મનગમતી વ્યક્તિને મળી શકશો. ભુલ્યા વગર દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 6, 7, 10, 11 છે.

Venus rules over you, providing opportunities to enjoy life. Your family’s support will lessen your burden. Work hard to earn more money. Make new friends. Travel is indicated. Your beloved will meet you. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 6, 7, 10, 11


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

16મી ડિસેમ્બર સુધી શુક્ર જેવા ચમકતા ગ્રહની દિનદશા ચાલશે તેથી માન-ઈજ્જત મેળવવામાં મુશ્કેલી નહીં આવે. માથા પરનો બોજો ઓછો કરવા મહેનત કરી લેશો. લગ્ન કરનાર વ્યક્તિને જીવન સાથી મળી જશે. જીવનમાં કોઈ નવી વ્યક્તિ મળવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 7, 8, 9, 12 છે.

Venus rules over you till 16th December, bringing you respect from people around. Working hard will help reduce stress. Favourable time for those who wish to get married. You could meet a new person. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 7, 8, 9, 12


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

6ઠ્ઠી નવેમ્બી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી જે વિચારશો તેના કરતા ઉલટુ થશે. નેગેટીવ વિચાર પરેશાન કરી નાખશે તેના લીધે તબિયત બગડતી જશે. સાંધાના તથા માથાના દુ:ખાવાથી પરેશાન થશો. નાની માંદગીમાં પણ ડોકટરની સલાહ અવશ્ય લેજો. રાહુને શાંત કરવા ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.

Rahu rules you till 6th November, causing upsets in your plans and hence things may not go as expected. Think positive and take care of your health. Consult a doctor if you have recurring joint pains or headaches. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.

Lucky Dates: 8, 9, 10, 11


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

25મી ઓકટોબર સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી નાણાકીય બાબતમાં પરેશાની નહીં આવે. ધનને બચાવી ઈનવેસ્ટ અવશ્ય કરજો. ચેરીટીના કામો કરી શકશો. ઉપરી વર્ગની સલાહ લઈ કામો વધુ સારી રીતે કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ અવશ્ય ભણજો.

શુકનવંતી 7, 9, 11, 12 છે.

Jupiter rules over you till 25th October and hence you will enjoy financial stability. You are advised to invest money and also indulge in charity. You will be able to work better by heeding your seniors’ advice. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 7, 9, 11, 12


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 24મી નવેમ્બર સુધીમાં તબિયતમાં સારો સુધારો થતો જશે. ફસાયેલા નાણા પાછા મળી શકશે. ગુરૂની કૃપાથી ફેમિલીમાં થયેલ મનદુ:ખને દૂર કરી શકશો. ઘરમાં નવા મહેમાન આવવાના ચાન્સ છે. મિત્ર તરફથી સાચી સલાહ મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.

Jupiter’s rule will heal you. Health will be fine. A growth in wealth is indicated. You will be able to solve arguments within the family. A new person could enter your life. Your friends will give you helpful advice. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 8, 9, 10, 11

Leave a Reply

*