Your Moonsign Janam Rashi This Week –
27 October, 2018 – 02 November, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

આજથી 58 દિવસ માટે ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. તેથી 25મી ડિસેમ્બર સુધી તમારા માથા પરનો બોજો ઓછો કરવામાં સફળ થશો. પૈસા ફસાયેલા હશે તો નાણા પાછા મેળવવા માટે સીધો રસ્તો મળી જશે. ઘરની વ્યક્તિ તમને ફરીથી માન ઈજ્જત આપશે. રોજના કામમાં સફળતા મળશે. નવા કામ ફરી ચાલુ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 28, 29, 30, 2 છે.

Jupiter’s rule over the next 58 days till 25th December, will relieve you of all your stress. A growth in wealth is indicated. Your family will respect you. You will be successful in your endeavours. This is a good time to re-start any pending assignments. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 28, 29, 30, 2


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

શનિની દિનદશા ચાલુ હોવાથી 26મી નવેમ્બર સુધી તમને રોજના કામ કરતા મુશ્કેલીમાં આવી જશો. નાના કામ પણ સમય પર નહીં કરી શકો. જ્યાં થોડી બચત કરવાની કોશિશ કરશો ત્યાં બીજી બાજુ ડબલ ખર્ચ કરવો પડશે. સાંધાના દુ:ખાવાથી કે એસીડીટીથી પરેશાન થશો.  શનિના નિવારણ માટે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 27, 28, 31, 1 છે.

Saturn’s rule could pose obstacles in your routine tasks. Work harder to complete your tasks on time. Expenses could increase. Take care of your health, especially if you suffer from joint pains or acidity. Pray ‘Moti Haptan Yasht’ every day.

Lucky Dates: 27, 28, 31, 1


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

બુધ જેવા બુધ્ધિશાળી ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમને તમારા ફાયદાની વાત પહેલા જાણવા મળશે. તમે વાણીયા જેવા બની ફાયદો લેશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. હીસાબી કામ સારી રીતે કરી શકશો. મનગમતી વ્યક્તિ પાસેથી સારા સમાચાર જાણવા મળશે. જૂના મિત્રો મળશે. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 29, 30, 1, 2 છે.

Mercury’s rule will steer your focus towards profitable ventures. A good week financially. You are advised to complete your financial transactions efficiently. Your loved one will bring you good news. You could catch up with old pals. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 29, 30, 1, 2


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

ગઈકાલથી બુધની દિનદશા તમારા અટકેલા કામ 19મી ડિસેમ્બર સુધી ફરી ચાલુ કરાવી આપશે. વધારે ધન મેળવવા સમજી વિચારીને કામ કરશો. ઈનવેસ્ટમેન્ટ માટે સમય ખૂબ સારો છે. તબિયતમાં સુધારો થશે. બાળકોની ચિંતા ઓછી થતા બીજા કામો સરખી રીતે કરી શકશો. આજથી ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 27, 29, 31, 1 છે.

With Mercury ruling you, it is advised to complete all pending tasks. Use your wisdom to earn more wealth. This is good time to invest money. Health will improve. Don’t stress about the wellbeing of your children. Try to focus on your routine tasks. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 27, 29, 31, 1


LEO | સિંહ: મ.ટ.

05Leo

આજથી મંગળની દિનદશા શરૂ થયેલી છે તેથી 24મી નવેમ્બર સુધી નાની બાબતમાં ગરમ થઈ જાો. જૂની વાતો યાદ કરીને દુ:ખી થશો. મંગળને કારણે શરીરની કાળજી નહીં રાખો તો બ્લડપ્રેશર જેવી માંદગીથી વધુ પરેશાન થશો. જમીનના કામો કરતા નહીં. તમારૂં સાચું બોલવાનું ઘરવાળાને નહીં ગમે. આજથી ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 28, 29, 31, 2 છે.

Today onwards, Mars rules over you till 24th November, calling for you to try and control your anger. Avoid thinking about the past and focus on your future. Take care of your health, especially if you suffer from blood pressure. Avoid dealing in property related issues. Your honesty may not go down well with your family. Pray ‘Tir Yasht’ every day.

Lucky Dates: 28, 29, 31, 2


 

VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી ઘરવાળાને જેટલા આનંદમાં રાખશો તેટલા તમે પણ આનંદમાં રહેશો. નાની મુસાફરીનો ચાન્સ મળો. નાનું રોકાણ અવશ્ય કરજો. જે પણ કામ કરશો તેમાં સેલ્ફકોન્ફિડન્સ વધી જશે. જયાં કામ કરતા હશો ત્યાં તમારા કામ પૂરા કરી બીજાને મદદ કરશો. 101નામ ભણી લીધા પછી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 27, 28, 30, 1 છે.

The Moon’s rule advises you to keep your family happy. Travel is indicated. You are advised to invest money. Your self-confidence will increase. Complete your tasks on time. Pray 101 names, followed by the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 27, 28, 30, 1


LIBRA | તુલા: ર.ત.

07Libra

સુર્ય જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા સ્વભાવમાં ચેન્જીસ આવી જશે. તમે નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. રાતની ઉંઘ ઓછી થઈ જશે. ધણી-ધણીયાણીમાં મતભેદ પડતા વાર નહીં લાગે. સરકારી કામમાં સફળતા નહીં મળે. ઘરના વડીલની તબિયત અચાનક બગડી જશે. સુર્યને શાંત કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 29, 30, 31, 2 છે.

The Sun’s rule could bring in behavioural changes. Avoid getting angry. You could feel restless. There could be arguments among spouses. You are advised to postpone any government related work. Take care of your elders’ wellbeing. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 29, 30, 31, 2


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

16મી નવેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખ વધી જશે. જયાં પણ જશો ત્યાં માન-પાન મળશે. નાણાકીય બાબતમાં જેટલો ખર્ચ કરશો તેટલું કમાઈ લેશો. કોઈ વ્યક્તિને તમારા મનની વાત કહેવા માંગતા હો તો કહી દેજો. ચાલુ કામ પર ધ્યાન આપજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 27, 28, 1, 2 છે.

Venus’ rule till 16th November could bring in lots of peace and joy. People will respect you. A good week financially. Speak openly with your beloved. Focus on the task at hand. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 27, 28, 1, 2


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

16મી ડિસેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમાર ગામ પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. પસંદગીના જીવન સાથી મળવાના ચાન્સ છે. મિત્રો તમારા ફાયદાની વાત જણાવશે. ધનલાભ માટે ભાગદોડ નહીં કરવી પડે. નવા કામ મેળવી શકશો. કોઈના મદદગાર બની જશો. ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 30, 31, 1, 2 છે.

Venus’ rule till 16th December encourages you to travel. You could chance into your ideal life partner. Your friends could bring you good news. Growth in wealth is indicated. You could get a new job. You are advised to help others. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 30, 31, 1, 2


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારૂં એક ખોટું ડીસીઝન તમને લાંબા સમય માટે પરેશાની આપી દેશે. કોઈપણ જાતની જવાબદારી લેતા પહેલા દસવાર વિચાર કરજો. રાહુને કારણે તમારા વિચાર સ્થિર નહીં રહે. નાણાકીય મુશ્કેલીમાં આવી જશો. રાહુને કારણે તબિયતની સંભાળ રાખજો. માથાના દુ:ખાવાથી પરેશાન થાો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 27, 28, 31, 1 છે.

Rahu’s rule calls for you to rethink your decisions before finalising. Avoid making commitments. Financially you could feel stretched. Take care of your health, especially if you have headaches. Pray ‘Maha Bakhtar Nyaish’.

Lucky Dates: 27, 28, 31, 1


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

ગઈકાલથી રાહુની દિનદશા શરૂ થયેલી છે તેથી 6ઠ્ઠી ડિસેમ્બર સુધી તમારા કામો શાંતિથી નહીં કરી શકો. તેમજ રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. જેની પર વિશ્ર્વાસ રાખશો તેજ વ્યક્તિ તમારી સાથે દગો કરશો. બેધ્યાન રહેતા નાણા ખોટી જગ્યાએ વપરાઈ જશે. આવક કરતા ખર્ચ વધી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 27, 28, 29, 10 છે.

Rahu’s rule till 6th December, could bring in obstacles. You could feel restless. Avoid trusting anyone blindly. Your careless nature could cost you dearly. Think twice before spending. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.

Lucky Dates: 27, 28, 29, 10


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી નવેમ્બર સુધી તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા રોજના કામો વીજળીવેગે પૂરા થઈ જશે. એકસ્ટ્રા ધન કમાવા મહેનત કરી શકશો. ગુરૂની કૃપાથી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. ઘરવાળાને મદદગાર થશો. કોઈનું દુ:ખ જોઈ તમે દુ:ખી થશો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 29, 30, 1, 2 છે.

Jupiter’s rule till 24th November will help you complete your tasks efficiently and quickly. Work hard to earn more wealth. You are advised to invest money. Look after and ensure to help your family. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 29, 30, 1, 2

Leave a Reply

*