કાજુ પનીર ગ્રેવી

સામગ્રી: 200 ગ્રામ ફ્રેશ પનીર, 150 ગ્રામ કાજુની પેસ્ટ, 2 કેપ્સિકમ,

2 ડુંગળી, 10 ગ્રામ મરચાનો પાવડર, 2 મોટા ચમચા તેલ, 5 ગ્રામ આદુંની પેસ્ટ, 5 ગ્રામ લસણની પેસ્ટ, જીરું, ગરમ મસાલો, મીઠુ, સ્વાદ અનુસાર કાળા મરીનો ભૂક્કો.

રીત: સૌ પ્રથમ પનીરના ટૂકડાં કરી લો પછી કઢાઈમાં તેલ નાંખો. તેલ ગરમ થતાં તેમાં જીરૂં નાંખી વઘાર કરો. ઝીણી કાપેલી ડુંગળી નાંખી સામાન્ય ભૂરો રંગ પકડે ત્યાં સુધી સાંતળો. હવે તેમાં આદું-લસણની પેસ્ટ પણ નાંખો. ત્યારપછી ઝીણા કાપેલા કેપ્સિકમ નાંખો. એકાદ મિનિટ બધું બરાબર મિક્સ થઇ જાય એટલે તેમાં કાજુની પેસ્ટ સહિતના બાકીના બધા મસાલા નાંખો. હવે આ મિશ્રણ તેલ છોડવા લાગે એટલે તેમાં પનીરના ટૂકડાં નાંખી એકાદ મિનિટ સુધી ગેસની આંચ ચાલુ રાખી રાંધો. હવે ગેસની આંચ બંધ કરી ગરમા-ગરમ સર્વ કરો.

Leave a Reply

*