સાચ્ચી બંદગી અને તેની સાથે થોડી વહેવારૂ દીની તરીકતનો જાણવાજોગ ખુલાસો

ખરેખરી બંદગીના ત્રણ પ્રકાર છે

 1) તનની 2) મનની 3) રવાનની બંદગી

તનની બંદગી: જે ચાર અનાસરો યાને મૂળ તત્વો આતશ, બાદ, આબ અને ખાનું આપણું શરીર બનેલું છે તે ચાલુ અનાસરોના ફેરફારોને આધીન હોવાથી તેમાંથી નીકળતા બધા પ્રવાહો મેહરે-અઈપી યાને મેગ્નેટીઝમના (ખોરેહ ખેંચનારી વાતાવરણના) સામટા નામે ઓળખાય છે, તે મેહરે-અઈપીના પ્રવાહોને સદા સ્વચ્છ અને બાતેની (છેક અંદર ખાનેની) આલુદગી યાને અપવીત્રાઈથી દૂર રાખવા જોઈએ. સૌથી પહેલા જે ખોરાકમાંથી આપણું શરીર બંધાય છે તે ખોરાક નસા (વંદીદાદ પ્રમાણે એક જીવવાલી ચીજ-પશુ પક્ષીના મરણ પછી તેનું શરીર ધીમે ધીમે કોહવા માંડે છે તેથી તેને નસો-અપવીત્રાઈ કહેવામાં આવે છે) ની કોહતી ખરાબ ગલીચીથી દૂર હોવો જોઈએ અને સ્વચ્છ અન્ન ફળ, શાક, દુધનો ખોરાક લેવો જોઈએ અને તેની સાાથે જુફત (સંબંધ રાખનાર) મેહરે અફજા જે સચ્ચાઈ છે તે જરૂર પહેલે પાળવી જોઈએ તોજ આપણી મેહરે-અઈપી યાને શરીરની મેગ્નેટીક વાતાવરણ સ્વચ્છ ધ્વનીઓથી ભરપૂર બને છે અને ઉરવાનની વૃધ્ધિમાં મોટી મદદ થાય છે અને આપણે દરેક જાતની દરૂજી યાને ખરાબ વીચાર, વચન અને કર્મથી ઉભી થતી ધ્વનીઓની ગતિને કાપી શરીરની અને મનની પવીત્રાઈ જાળવી આપણાં શરીરની અંદર કાર્ય કરતા આતશ યાને શરીરમાં કાર્ય કરતી એક ગતીને તેજસ્વી કરીયે કે જેથી આપણા આચારવિચારો સાબેત અસરે રોશનીનાજ યાને પવિત્ર રહે અને આવી રીતે મેહરે-અઈપીમાં ઉપરથી આવતા શાહ ખોરેહના પ્રવાહો ઉતરતા રહે. આ બધું તનની બંદગીના પ્રકાર તરીકે ઓળખાય છે.

Leave a Reply

*