Your Moonsign Janam Rashi This Week –
03 November, 2018 – 09 November, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી 25મી ડિસેમ્બર સુધી તમને મિત્રોનું સુખ મલતું રહેશે. જૂના કે નવા મિત્રો તમારા મદદ માટે સમય જોયા વગર તમારા કામને પૂરૂં કરી આપશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નીળકવાનો સીધો રસ્તો મળી જશે. ગુરૂની કૃપાથી તમારા કામ પૂરા કર્યા વગર મુકશો નહીં. બીજાના કામ કરીને તે લોકોનું દિલ જીતી લેશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 3, 4, 7, 8 છે.

Jupiter rules over you till December, enhancing your friendships till December. Your colleagues will help you complete your tasks on time. A good week financially. Focus on the task at hand. You could be helpful to others. Pray ‘Srosh Yasht’ very day.

Lucky Dates: 3, 4, 7, 8


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

26મી નવેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે. રોજ નવી ઉપાધીમાં આવી જશો. શારિરીક બાબતમાં પરેશાન રહેશો. ખાસ કરીને સાંધાના દુ:ખાવાથી કે પેટની માંદગીથી પરેશાન થશો. શનિ તમને માનસિક શાંતિ નહીં આપે. ખર્ચનું પ્રમાણ વધી જવાથી પરેશાન થશો. દવામાં વધુ પડતો ખર્ચ થશે. નાણાકીય મુશ્કેલી ઓછી કરવા માટે  ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.

Saturn’s rule till the 26th calls for you to bravely face any problems. Take care of your health, especially if you suffer from joint pain or stomach ache. You could feel stressed. There could be an increase in medical expenses. Pray ‘Moti Haptan Yasht’.

Lucky Dates: 4, 5, 6, 7


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

20મી નવેમ્બર સુધી તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલશે તેથી તમે તમારા કામ સારી રીતે કરી શકશો. ધન કમાવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. આવકમાંથી બચત કરી સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. મનગમતી વ્યક્તિને મળવા માટે થોડી ભાગદોડ કરવી પડશે. નવા મિત્રો મળી શકશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 3, 5, 8, 9 છે.

Mercury’s rule till 30th November could help increase your earnings. You are advised to save and invest money. You will have to work harder to meet a beloved. You could make new friends. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 3, 5, 8, 9


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારો કામ સારી રીતે પૂરા કરી શકશો. કોઈપણ કામ કરતા તમને ફાયદો થઈ જશે. તબિયતમાં સુધારો જણાશે. નવા કામ કરવા માંગતા હશો તો કામ મળી રહેશે. કોઈને સારી સલાહ આપી તેનું દિલ જીતી લેશો. નાણાકીય બાબતમાં થોડીઘણી કરકસર કરી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.

Mercury’s rule could help you complete your tasks efficiently. A growth in wealth is indicated. Your health will improve. You are advised to save and invest money. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 4, 5, 6, 7


LEO | સિંહ: મ.ટ.

05Leo

મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી 24મી નવેમ્બર સુધી તમે શાંતિથી બેસી નહીં શકો.  નાની વાતમાં ગરમ થઈ જતા વાર નહીં લાગે. વાહન ચલાવતા હો તો ખૂબ સંભાળીને ચલાવજો. નાણાકીય લેતી દેતી 24મી પછી કરવાથી ફાયદામાં રહેશો. ઉપરી વર્ગ સાથે ઓછું બોલજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 3, 7, 8, 9 છે.

Mars’ rule calls for you to keep calm till the 24th. Try not to give in to anger.  Be careful while driving. You are advised to pursue financial transactions, preferably, post the 24th. It would be a good idea to limit interactions with your seniors. Pray ‘Tir Yasht’ everyday.

Lucky Dates: 3, 7, 8, 9


 

VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

26મી નવેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમે તમારા મનથી લીધેલા ડીસીઝનમાં ખોટા નહીં પડો. નાની મુસાફરીનો ચાન્સ મળે તો મુકતા નહીં. ઘરવાળાને સાચુ માર્ગદર્શન આપીને રસ્તો બતાવી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. જૂની ભુલાઈ ગયેલી ફાયદાની વાત યાદ આવી જશે. ઓપોઝીટ સેકસનો સાથ સહકાર મેળવવામાં મુશ્કેલી નહીં આવે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા.4, 5, 6, 8 છે.

The Moon’s rule, till 26th November, will nudge you towards making the right choices. Travel is indicated. A good week financially. People from the opposite gender will be supportive. You will be able to provide your family with the right guidance. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 4, 5, 6, 8


LIBRA | તુલા: ર.ત.

07Libra

પહેલા 4 દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. વડીલવર્ગની તબિયત પર ધ્યાન આપજો. ઉતરતી સુર્યની દિનદશા તેમની તબિયત ખરાબ કરશે. તેમની સાથે મતભેદ થવાના ચાન્સ છે. 7મીથી ચંદ્રની દિનદશા આવતા 50 દિવસમાં તમે તમારા દરેક કામ સમજી વિચારીને કરશો. મુસાફરીએ જવાનો ચાન્સ મળશે. આજથી 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 3, 7, 8, 9 છે.

The Sun’s rule over the next four days calls for you to take care of your elders’ well-being. Avoid arguing with family. From the 7th, the Moon takes over for the next 50 days. Think twice before making commitments. Travel is indicated. Pray ‘Ya Rayomand’ and ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 3, 7, 8, 9


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

શુક્રની દિનદશા ચાલુ હોવાથી 16મી સુધી ઓપોજીટ સેકસની તરફથી તમને જોઈતો હશે એટલો સહકાર મળી રહેશે. ખર્ચ ઉપર કાબુ નહીં રાખી શકો. ઘરમાં મનપસંદગીની વસ્તુ લેવામાં સફળ થશો. બાળકો તરફથી સારા સમાચાર મળશે. કામકાજમાં મુશ્કેલી નહીં આવે. ધનલાભ મેળવી શકશો. મિત્ર તરફથી હેલ્પ મળી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 3, 4, 5, 9 છે.

Venus’ rule brings you support from the opposite gender. Try to curb your expenses. You could purchase all that you desire. You are in for some good news. A growth in wealth is indicated. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 3, 4, 5, 9


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઘરવાળાને ખુશી આપવામાં કસર નહીં રાખો. નવી ઓળખાણ ભવિષ્યમાં મદદગાર બની જશે. મનગમતી વ્યક્તિને તમારા મનની વાત કહી દેજો. તમારા કામને વધારવાની કોશિશ કરશો તો  વધારી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.

Venus’ rule encourages you to bring happiness to your family. Your contacts will prove helpful to you in the future. Speak openly with your beloved. Business expansions will prove to be successful. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 5, 6, 7, 8


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

પહેલા ત્રણ દિવસ જ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ઉતરતી રાહુની દિનદશા માથાનો દુ:ખાવો આપી જશે. ઘરવાળા સાથે મતભેદ પડી જશે. આખું અઠવાડિયું ખરાબ જશે. 6ઠ્ઠીથી શરૂ થતી શુક્રની દિનદશા તમારા દુ:ખને સુખમાં ફેરવી નાખશે. માથા પરનો બોજો ઓછો થશે. ત્રણ દિવસમાં કોઈ પણ વ્યક્તિ પ્રોમીસ આપતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ સાથે ‘બહેરામ યઝદ’ની આરાધના કરવાનું ભુલશો નહીં.

શુકનવંતી તા. 3, 4, 7, 9 છે.

Rahu’s rule for the next three days could cause headaches. Avoid arguing with family. From the 6th, Venus’ rule will help solve your problems. You will be happy and stress-free. Avoid being the cause of any issues. Pray to ‘Behram Yazad’ along with ‘Maha Bakhtar Nyaish’.

Lucky Dates: 3, 4, 7, 9


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

6ઠ્ઠી ડિસેમ્બર સુધી રાહુ જેવા ગ્રહની દિનદશા ચાલશે તેથી જે પણ કામ કરતા હશો તેનું રીઝલ્ટ ઉલટું આવશે. તમારા કામમાં બીજાઓ ભૂલ શોધી તમને પરેશાન કરશે. નાણાકીય મુશ્કેલી આવતી રહેશે. જયાં ત્રણની આવક હશે ત્યાં ત્રીસનો ખર્ચ કરવો પડશે. માથા પરનો બોજો વધી જશે. ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.

Rahu rules you till 6th December, so focus on working hard without worrying about the results. People could find faults in your work. There could be an increase in expenses. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.

Lucky Dates: 5, 6, 7, 8


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

ગુરૂ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમને ચારેબાજુથી સારા સમાચાર મળીને રહેશે. તમારા માન-સન્માન વધી જશે. ચાલુ કામમાં સાથીઓનો સાથ મળતો રહેશે તેમનો સાથ મળવાથી મુશ્કેલ કામ સહેલા બનાવશો. 24મી સુધી તમને અચાનક ફાયદો મળશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 3, 4, 6, 9 છે.

Jupiter’s rule will bring you some good news. People will respect you. Your colleagues will be supportive. You will be able to execute difficult tasks with ease. A growth in wealth is indicated. Fulfil your family’s wishes. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 3, 4, 6, 9

Leave a Reply

*