વજીરે શુક્રાના કીધા!

તે સોદાગરે જવાબ દીધો કે તે કાંઈ હું ના પાડતો નથી. તે જીને કહ્યું કે ત્યારે તે જ મારા દીકરાને મારી નાખ્યો છે અને તે એ રીતે ખજુરના ઠળિયા આજુબાજુએ નાખ્યા તે વેળા તે રસ્તેથી મારો છોકરો જતો હતો તેથી એક ઠળિયો તેની આંખમાં વાગ્યો કે જેથી તે તરત મરણ પામ્યો માટે હું તને મારી નાખવા વગર રહેવાનો નથી તે સોદાગરે જવાબ દીધો જે ઓ જીન સાહેબ! તમે મને માફ કરો, કારણ કે અગર જો તમારો છોકરો મારે હાથે માર્યો ગયો હોય તો ન ધારેલો અકસ્માત બન્યો છે તેથી તમને મને કતલ કરવો સાજાવાર નથી. તે જીને કહ્યું કે જ્યારે તે મારા દીકરાને મારી નાખ્યો ત્યારે તેનું વેર લીધા વગર હું તને છોડનાર નથી. એમ કહીને તે જીને તે સોદાગરને જમીનદોસ્ત કીધો અને તેનું ડોકું કાપી નાખવા માટે પોતાની ગંજાવર શમશેર ઉઠાવી! જ્યારે એ શબ્દો શેહરાજાદી બોલી ત્યારે તેણે જોયું કે બામદાદ થઈ ચુકી હતી અને તે જાણતી હતી કે સુલતાનને વહેલે ઉંવાની તબેહ હતી તેથી તેણી વાત કરતી બંધ પડી. દીનારજાદી બોલી ઓ બહેન આ કેવી ચમત્મારિક વાર્તા છે. શેહરાજાદી બોલી કે એનો બાકી રહેલો ભાગ વધારે અજબ સરખો છે અગર જો સુલતાન મને આજ રોજે જીવતદાન બક્ષે અને રજા આપશે તો આવતી કાલે પાછલી રાત્રે એ વાતનો છેડો લાવીશ. શહ શેહરીયારે બન્ને બહેનો વચ્ચે થતી વાત અલબત્તા સાંભળી અને જે વાર્તા શેહરાજાદીએ અધુરી મૂકી હતી તે પૂરી સાંભળવાને તેની ઘણી મરજી હોવાથી તેને મનમાં વિચાર કીધો કે એક રાત શહેરાજાદીને જીવતી રાખી વાર્તા પૂરી કીધા પછી બીજી બામદાદે તેણીને ધારા મુજબ ગરદન મારવામાં કાંઈઅડચણ નથી પહવાની તેથી તે નામદારે ઠરાવ કીધો કે શેહરાજાદીની વાર્તા બીજી રાતે પૂરી કરાવવી અને તેથી કાંઈબી હુકમ આપવા વગર તે નામદાર હમામખાનામાં ચાલી ગયો અને ત્યાંથી બંદગી કરી દરબારમાં જઈ બીરાજ્યો.

પેલી તરફ વડો વજીર પોતાની બેટીનો કેવો અકાળ અંત આવશે તેના વિચારમાંને વિચારમાં આખી રાત વગર ઉંઘે બેચેન હાલતમાં પોતાના મકાનમાં તરફડયા મારતો હતો. બામદાદ પડતાંજ પોતાની વહાલી બેટીને પોતાનેજ હાથે ગરદન મારવી પડશે તેના અફસોસથી તેની ચશમમાંથી આતશના ભભુકા નિકળવા લાગ્યા તેના હાથને ધુજરી થઈ આવી. હાય અને અફસોસમાંજ તે ભયંકર રાત વજીરે પૂરી કીધી. જ્યારે બામદાદનો બહાર ખિલવતો ખુરશેદ તલુ થયો કે વજીર શાહના મહેલમાં પૂર ગમગીદ દિલે ધ્રુજતો ધ્રુજતો દાખલ થયો અને આવતી મળ જે નેહસ્ત હુકમ શાહના મોંમાથી બહાર પડશે તેથી કમકમતો ઉભો. જેવો  શાહ હમામખાનામાં ચાલી ગયો! વજીર ખોદાના શુકરાના કરતો, પોતાની બેટીને જબેહ કરવાના કમકમાટ ભર્યા ખ્યાલથી ઘડીભર મોકળો થઈ દરબારમાં શું થાય છે તે જોવાઅને આવતી પળ શું સુનાવે છે તે સાંભળવા પોતાના ઓધ્દા પર હાજર થયો. (ક્રમશ)

Leave a Reply

*