Your Moonsign Janam Rashi This Week –
15 December, 2018 – 21 December, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા વિચારો પોજીટીવ રાખી શકશો. નાણાકીય મુશ્કેલી જરાબી નહી આવે. દરેક બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. ઉતરતી ગુરૂની દિનદશા તમારા હાથથી ચેરીટીના કામો કરાવી દેશે. કોઈ પણ જાતની આફતમાં ગુરૂ તમને બચાવી લેશે. કુટુંબીઓનો સાથ સહકાર મળી જશે. ઘરમાં માન-ઈજ્જત મળી જશે. ભુલ્યા વગર દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 15, 18, 19, 20 છે.

Jupiter rules you till 25th December, so try and stay positive. A good week financially. You will receive help from an anonymous source. The descending rule of Jupiter calls for you to do charity. You will be saved from any troubles or challenges. Your family will support and respect you. Pray ‘Srosh Yasht’ every day.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

22મી જાન્યુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે. તેથી તમને ધનલાભ મળતો રહેશે. નોકરી બદલવા માંગતા હશો તો મુશ્કેલી નહીં આવે. જ્યાં કામ કરતા હશો ત્યાં પણ પ્રમોશન મળવાના ચાન્સ છે. ધન બચાવી શકશો અને કોઈને મદદ પણ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 15, 16, 17, 21 છે.

Jupiter rules you till 22nd January, indicating an increase in your earnings. Those seeking a new job could get lucky. A promotion is also indicated. Save and invest money. You are advised to be kind and helpful towards others. Pray ‘Srosh Yasht’ every day.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

શનિની દિનદશા ચાલુ હોવાથી તમે ચારે બાજુથી હેરાન થઈ જશો. વાહન ખૂબ સંભાળીને ચલાવજો. ઘરમાં ધણી ધણીયાણીમાં મતભેદ પડી જશે. શેરમાં કોઈપણ જાતનું ઈનવેસ્ટમેન્ટ કરતા નહીં. તમારી પોતાની વસ્તુ મેળવવા માટે ભાગદોડ કરવી પડશે. શનિને શાંત કરવા માંગતા હો તો ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 16, 18, 19, 20 છે.

Saturn’s rule could cause you restlessness. Drive carefully. There could be arguments amongst spouses. Avoid investing in the share market. You should work harder to get back your dues. Pray ‘Moti Haptan Yasht’.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

પહેલા 4 દિવસમાં હિસાબી કામો પૂરા કરી લેજો નહીં તો 19મીથી શનિની દિનદશા 36 દિવસ માટે તમારા દરેક કામમાં રૂકાવટ ઉભી કરાવી દેશે. ઉતરતી બુધની દિનદશામાં મિત્રની સહાયતા લઈને થોડીગણી રાહત મેળવી લેશો. શનિને કારણે તમારા વિચારોમાં ખૂબ ચેન્જીસ આવી જશે. શારિરીક બાબતમાં મુશ્કેલીમાં આવી જશો. દરરોજ ‘મહેર નીઆએશ’ સાથે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 15, 16, 20, 21 છે.

Try to complete all financial transactions over the next four days, before Saturn takes over for the next 36 days causing obstacles in routine chores. Friends will help solve problems. Be conscious of changes in your behaviour. Take care of your health, especially if you suffer from joint pains. Pray “Meher Nyaish’ and ‘Moti Haptan Yasht’.


LEO | સિંહ: મ.ટ.

05Leo

બુધની દિનદશા ચાલુ હોવાથી તમે બળની જગ્યાએ બુધ્ધિ વાપરીને કામ કરશો તો વધુ સફળ થશો. તમારા શત્રુઓ તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં મૂકે. જે પણ કમાશો તેમાં ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 15, 18, 19, 20 છે.

Mercury’s rule nudges you to make wise decisions. Your enemies could trouble you. Save and invest money. Speak openly with your beloved. Pray ‘Meher Nyaish’ every day.


 

VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

24મી ડિસેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમે નાની વાતમાં ગુસ્સે થઈ જશો. ઘરવાળા સાથે મતભેદ થવાના ચાન્સ છે. નાની બાબતમાં કોઈ સાથે ઝગડો કરતા નહીં. જમીન-જાયદાદ લેવાનો વેચવાનો વિચાર કરતા નહીં. ભાઈ બહેનની તબિયત અચાનક બગડવાના ચાન્સ છે. મંગળને શાંત કરવા રોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 16, 17, 20, 21 છે.

Mars rules you till 24th December, making you irritable. Avoid arguing with family. Postpone dealing in any property related transactions. Take care of your siblings’ well-being. Pray ‘Tir Yasht’ every day.


LIBRA | તુલા: ર.ત.

07Libra

ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ફેમિલીની ડીમાન્ડ પૂરી કરી શકશો. સારા કામ કરીને બીજાના દીલ જીતી લેશો. સગાસંબંધીને મળવાથી વધુ આનંદમાં આવશો. તમારા ખરાબ સમયે તમને મદદ કરનારના તમે મદદગાર થઈ શકશો. દરરોજ ભુલ્યા વગર 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 17, 18, 20, 21 છે.

The Moon’s rule nudges you to fulfil your family’s wishes. Your good deeds could win over other people. Meeting your relatives will bring you joy. Help those who’ve helped you during your tough times. Pray ‘Ya Beshtarna’ 101 times.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

24મી જાન્યુઆરી સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી ચંદ્ર તમને ભરપુર સુખ આપીને રહેશે. નાના કામ હોય કે મોટા તેમાં તમને સફળતા મળશે. ચંદ્રની કૃપાથી નાની મુસાફરીનો ચાન્સ મળી રહેશે. તમે સાંભળશો બધાનું પણ કરશો તમારા મનનુ. ચાલુ કામમાં ફાયદો મળી શકશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 15, 16, 19, 20 છે.

Moon’s rule till 24th January brings you peace and joy. You will be successful in all your endeavours. Travel is indicated. You are advised to follow your intuition. A growth in wealth is indicated.  Pray ‘Ya Beshtarna’ 101 times.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

આજનો દિવસ સુખશાંતિમાં પસાર કરવાનો બાકી છે. ઓપોઝીટ સેકસને નારાજ કરતા નહીં. કાલથી 20 દિવસ માટે સુર્યની દિનદશા તમારા મગજને ગરમ કરી દેશે. દિવસે અંધારા આવી જશે. નાણાકીય બાબતમાં મુશ્કેલીમાં આવી જશો. જેને ઓછીના પૈસા આપ્યા હશે તેની પાસેથી પૈસા પાછા મેળવતા હેરાન પરેશાન થઈ જશો. સરકારી કામમાં સફળ નહીં થાવ. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 15, 17, 18, 21 છે.

You will be at peace today. Avoid arguing with people of the opposite gender. Starting tomorrow, the Sun’s rule over the next 20 days could make your hot-tempered. You could face financial constraints and challenges in getting your money back. Avoid government related work. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

14મી જાન્યુઆરી સુધી શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારા ધારેલા કામ કરી આનંદમાં રહેશો. શુક્રની કૃપાથી ગામ-પરગામ જવાનો ચાન્સ મળી જશે. જીવનસાથી મેળવવામાં સફળ થશો. નવા કામ મેળવવા માટે ભાગદોડ કરવી પડશે. નવા મિત્રો બનાવી શકશો. ઘરમાં નવી ચીજ વસ્તુ લઈ શકશો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની   આરાધના કરજો.

શુકનવંતી તા. 15, 18, 10, 20 છે.

Venus’ rule till 14th January could help you achieve all that you desire. Travel is indicated. Those looking to get married could find their ideal life partners. You could work harder to find a new job. You are advised to make new friends. Venus nudges you to make new purchases for the house. Pray to ‘Behram yazad’ every day.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

શુક્ર જેવા ચમકતા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારી સોસાયટીમાં તમારૂં માન ખૂબ વધી જશે. શુક્રની કૃપાથી ઓપોઝીટ સેકસ સામે તમારા વિચાર કે પ્રપોઝલ મૂકશો તો ના નહીં પાડે. ધનલાભ થતા રહેશે. તેથી ખર્ચ કરવામાં મુશ્કેલી નહીં આવે. ઘરવાળાની ચિંતા ઓછી રહેશે. નવા કામ મેળવી શકશો. મિત્રની મદદ લેવામાં અચકાતા નહીં. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 16, 17, 20, 21 છે.

Venus’ rule brings in more respect. People from the opposite gender will value your decisions. A growth in wealth is indicated. Avoid stressing over your family’s well-being. You could be successful in finding a new job. Ask for help if needed. Pray to ‘Behram Yazad’ every day.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

5મી જાન્યુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. શારિરીક બીમારીથી વધુ પરેશાન થશો. કોઈપણ કામમાં ભાગીદારી કરતા નહીં. રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. ખોટી ગભરામણ કે ચકકર જેવી બીમારીથી સંભાળજો. ઘરવાળા નાની બાબતને મોટી બનાવશે. કોઈપણ કામ સીધી રીતે પૂરા નહીં થાય તેની ચિંતા રહેશે. દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 15, 17, 18, 19 છે.

Rahu rules you till 5th January, so you are advised to take care of your health. Avoid entering into any partnerships. You could feel restless. Your family could get upset over petty issues. Focus on completing your tasks efficiently. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.

Leave a Reply

*