શિયાળામાં સૂંઠનું સેવન

સૂંઠ એટલે દેશી ભાષામાં સૂકવેલું આદું! સૂંઠ દ્વારા જે જે રોગોની સફળ સારવાર થઈ શકે છે તે રોગોની યાદી નાની સૂની નથી. ભારતીય નિસર્ગોપચારમાં સૂંઠ મહાન ઓષધ ગણાય છે. શિયાળામાં ખાસ સૂંઠના સેવનનો મહિમા છે. કેમ કે, શિયાળાની ઠંડીમાં સામાન્ય રીતે રૂધિરમાં રહેલા શ્ર્વેતકણો ઠરી જાય છે અને લોહીની ચરબી (કોલેસ્ટ્રોલ) તથા બ્લડપ્રેશર વિષયક ફરિયાદોની સંભાવના પણ વધે છે. ઘણું ખરૂં દમ શ્ર્વાસની ફરિયાદ પણ શિયાળામાં ખાસ સંભવે છે! ઠંડીને અટકાવવાનો આપણી પાસે ઉપાય નથી. પરંતુ, એ સામે રક્ષણ મેળવવા શરીરની અંદરનું તાપમાન જાળવી રાખવું પડે છે. એ માટે સૂંઠ સર્વોત્તમ છે. ચા-દૂધ-ઉકાળો મુખવાસ-મિષ્ઠાનમાં સૂંઠનો પ્રયોગ અનિવાર્યપણે કરવો.

About  ડો. કૌશિકકુમાર દીક્ષિત (સ્વાસ્થ્ય સંહિતામાંથી)

Leave a Reply

*