હર્ષોલ્લાસ અને આનંદપૂર્વક બાઈ પી.એમ. પટેલ ગર્લ્સ (પ્રાથમિક વિભાગ) સ્કુલના ફન-ફેરની ભવ્યપણે ઉજવણી

તા. 3-01-2019ના ગુરૂવારના રોજ બાઈ પી.એમ. પટેલ ગર્લ્સ પ્રાયમરી વિભાગના જુનિયર કેજીથી ધોરણ 8માં ઉત્સાહપૂર્વક સુધી ફન-ફેરની ઉજવણી કરવામાં આવી હતી.

શાળાના આચાર્યા ફરનાઝ હરવેસ્પ સંજાણા તેમજ સ્ટાફ મિત્રો સંગાથે સુરત પારસી પંચાયતના ડો. રતન માર્શલ ગ્રાઉન્ડ પર 9.30 વાગે ફનફેરનું ઓપનીંગ થયું હતું. જેમાં સુરત પારસી પંચાયતના પ્રમુખ જમશેદજી દોટીવાલા  અને આજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની દીનાઝ મીનુ પરબીયા તથા સુરત લાલગેટ વિસ્તારના પી.એસ.આઈ. ડી.કે. સોલંકી તથા પારસી પંચાયતના સી.ઈ.ઓ રોહિનટન મહેતા તેમજ ત્રણ શાળાના આચાર્યો તેમજ ત્રણ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

ફન ફેરનો પ્રારંભ પ્રાર્થના અને દિપ પ્રાગ્ટય સાથે થયો હતો, ત્યારબાદ બાળાઓએ નૃત્ય દ્વારા દેશની સંસ્કૃતિને ઉજાગર કરી હતી. આ રીતે કાર્યક્રમનું ભવ્ય ઓપનીંગ કરવામાં આવ્યું હતું અને આમંત્રિત મહેમાનોએ પ્રસંગોચીત ઉદ્બોધન કર્યુ હતું.

ફનફેરમાં વાનગીઓના સ્ટોલ, રમતગમતના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. તેમાં આમંત્રિત વાલીઓ, વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ માણ્યો હતો. ફનફેરના ખૂબ સફળતાપૂર્વક આયોજન બદલ પંચાયતના પ્રમુખ  તેમજ ટ્રસ્ટીઓએ શાળાના આચાર્યા ફરનાઝ હરવેસ્પ સંજાણા તેમજ તમામ સ્ટાફ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

*