હ્યુઝીઝ રોડની વાચ્છાગાંધી દરેમહેરની 162માં વરસની ઉજવણીનો મેળાવડો

સરોષ રોજ: તા 31મી ડિસેમ્બર, 162મી સાલગ્રેહ પ્રસંગે, વાચ્છાગાંધી અગિયારીને ફુલ, હાર, તોરણ, ચોક, લાઈટ વગેરેથી શણગારવામાં આવ્યું હતું.

સવારે ટ્રસ્ટી સાહેબો તરફથી શુક્રગુજારીનું જશન 16 મોબેદોની હમશરીકીથી પંથકી દાદાચાનજીએ કીધું હતું, ત્યારબાદ હમબંદગી અને ચાશ્ની થઈ હતી.

સાંજે સ્ટાફ તરફથી જશનની ક્રિયા બાદ મેળાવડો યોજાયો હતો. તેમાં એરવદ દરાયસ કાત્રકે સ્પીરીચ્યુઅલ ઈજાયેલા આતશોના વિષય પર ઘણું જાણવા જેવું ભાષણ આપ્યું હતું, ઈરાનના જુદા જુદા આતશોની પણ વિગતવાર સમજણો આપી હતી.

ત્યારબાદ વરઝાવંદ હોરમઝ દાદાચાનજીએ સુંદર રાગમાં શાહનામાનું ગુજરાતીમાં યઝદેર્ગદ શેરયારનું કિર્તન ગાઈ સંભળાવ્યું હતું.

પંથકી એ. અસ્ફંદીઆર દાદાચાનજીએ ઈરાનના છેલ્લા શહેનશાહ યઝદેર્ગદ શેરયારની ઈરાનના ઈતિહાસના અંત પર લાગણીવંત ચીતાર આપ્યો હતો. ત્યારબાદ એ. ડો. પરવેઝ મી. બજાએ ઘણી સુંદર રીતે માઝદયસ્ની જરથોસ્તી ધર્મની ઉપર વાએઝ આપી હતી. હાજર રહેલા બુઝોર્ગ બાઈજી રતામાય પેસોતન પીરે આતશની ઉપર બે સુંદર મોનાજાતે ગાઈ સંભળાવી હતી. ત્યારબાદ આભારવીધી કરતા, પંથકી એ. અસ્ફંદીઆરે, સર્વેને ફુલ, હાર, શાલ આપી બહુમાન કર્યુ હતું.

પંથકી સાહેબે એ. અસ્ફંદીઆર રૂ. દાદાચાનજીએ એક જરૂરી જાહેરાત હમદીનો સામે કરી હતી કે સવારના જશન વખતે સર્વે ટ્રસ્ટી સાહેબો, મેનેજર સાહેબો આવ્યા હતા તેઓએ એકી અવાજે નકકી કર્યુ કે પંથકી અસ્ફંદીઆરને વાચ્છાગાંધીમાં પંથકી તરીકે 36 વર્ષ પૂરા થયા છે અને 80વરસની બુઝોર્ગ ઉંમરને લીધે એમના બન્ને બેટાઓ મારેસ્પંદ અને હોરમઝદને નાયબ અસીસ્ટન્ટ પંથકી તરીકે નીમણૂંક કરી છે. આ બાબત તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેવામાં આવી હતી.

Leave a Reply

*