WZO Trust Funds  આયોજિત 16મો ઈનામ વિતરણ સમારંભ, મોબેદ (દસ્તુરજી) સત્કાર સમારંભ અને ડીરેકટરી ઓફ પારસી ઝોરાસ્ટ્રીયન ઓફ નવસારી-2019નો વિમોચન કાર્યક્રમ

નવસારીના પારસી સમાજના ભવિષ્યની ઓળખ માટેના ત્રણ ખૂબ જ અગત્યના પાસાઓની ઓળખ અને તે માટે કાર્ય કરવા માટે લોકલ કમિટિ ઓફ The WZO Trust  નવસારીએ તા. 20-01-2019ને રવિવારના રોજ બાઈ ડોસીબાઈ કોટવાલ પારસી બોયઝ ઓર્ફનેજ, સીરવઈ પાર્ટી પ્લોટ, નવસારી મુકામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેજ પર ઉપસ્થિત કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે એ. અસ્પન્દીયાર દાદાચાનજી, વડા દસ્તુરજી કેખશરૂ એન. દસ્તુર મહેરજી રાણા, એ. ખુરશેદ હોમી દેસાઈ ઉપસ્થિત હતા. આ કાર્યક્રમના યજમાન The WZO Trustના ચેરમેન દિનશા તંબોલીએ આવકાર પ્રવચન કર્યુ હતું.

વડા દસ્તુરજી સાહેબ કે. એન. દસ્તુર મહેરજીરાણા, એ. અસ્પન્દીયાર દાદાચાનજી, એ. ખુરશેદ એચ. દેસાઈનું સ્વાગત દિનશા તંબોલીએ કર્યુ હતું. સમારંભના મુખ્ય વકતા એ. અસ્પન્દીયાર દાદાચાનજીએ દરેક ધર્મનું મહત્વ સમજાવતા રસપ્રદ પ્રવચન કર્યુ હતું.

મોબેદ સાહેબોના સત્કાર સમારંભપૂર્વે દિનશા તંબોલીએ જણાવ્યું હતું કે ધર્મ અને સમાજમાં મોબેદ સાહેબો (દસ્તુરજી)નું શું મહત્વ છે અને તેમનું સન્માન જરૂરી છે. આજે નવસારીમાં 19 પૂર્ણકાલીન (ફુલટાઈમ) મોબેદો જેમાં 7 મોબેદ સાહેબો છેલ્લા 25 વર્ષ કરતા વધુ વર્ષોથી કાર્યરત છે અને 13 અંશ:કાલીન (પાર્ટ ટાઈમ) મોબેદો અને બીજા હાલમાં નવા બનેલા 3 મોબેદ (બચ્ચાંઓ) કે જેઓએ હમણાં પોતાના શાળા અભ્યાસ સાથે મોબેદ કાર્યને પણ અનુસરે છે, કુલ્લે 35 મોબેદ સાહેબોનું કાર્યક્રમમાં રોકડ પુરસ્કાર અને સ્મૃતિભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

નવસારીના રહેવાસી પારસી જરથોસ્તીઓની એક ડીરેકટરી ઈ.સ. 1974માં છેલ્લી પ્રકાશિત થયેલ હતી, ત્યારબાદ આજ રોજ ઝવય ઠણઘ ઝિીતિં નવસારીના લોકલ કમિટિ મેમ્બરોએ ખૂબ જ અથાગ પ્રયત્ન પછી એક વ્યાપક ડીરેકટરી તૈયાર કરી છે જેમાં સમાજ ઉપયોગી ઘણી માહિતીઓનો સમાવેશ 204 પાનામાં થયેલ છે.

આ ડીરેકટરીનું વિમોચન એ. અસ્પન્દીયાર દાદાચાનજી, વડા દસ્તુરજી કેખશરૂ એન. દસ્તુર મહેરજીરાણા, એ. ખુરશેદ હોમી દેસાઈ, દિનશા તંબોલી, મરઝબાન ગ્યારા, અસ્પી આંબાપારડીવાલા અને સાયરસ વાંદરીવાલાએ કર્યુ હતું. મરઝબાન જમશેદજી ગ્યારા કે જેઓએ નવસારીની 54 પારસી સંસ્થાઓના નકશા તૈયાર કરવાની કલ્પના કરી અને ડીરેકટરી તૈયાર કરવામાં સક્રિય રીતે જોડાયા તે બદલ તેમનો ખાસ આભાર માની તેમનું  સન્માન કરવામાં આવ્યું હતું.

આ ડીરેકટરીમાં પુરૂષ નામ ‘રોહન્ટિન’ અને સ્ત્રી નામ ‘ઝરીન’ સૌથી વધુ વખત છે. સૌથી વધારે અટક ‘કાસદ’ છે અને સૌથી વધુ વ્યક્તિઓ જે મહોલ્લામાં વસવાટ કરે છે તે ‘અગિયારી મહોલ્લો’ છે.

સ્થાયી સમુદાયને ટકાવવા અને વધારવા માટે અભ્યાસનું મહત્વ સમજી, અમારા The WZO Trust નવસારીના લોકલ કમિટિ મેમ્બરો છેલ્લા 15 વર્ષથી વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરે છે જેમાં નર્સરીથી માંડીને અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજયુએટ) કક્ષા સુધી જે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં સારૂં પરિણામ મેળવ્યું હોય તેઓના રિઝલ્ટ મેળવી અને તેઓનું સન્માન કરી તેમના કાર્યને બિરદાવવામાં આવે છે. આ કાર્યક્રમમા 126 વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા અને કુલ 237 વિદ્યાર્થીઓને સ્યોર ગીફટ આપવામાં આવી હતી.

વળી સમાજની નારી શક્તિને અને પ્રતિભાને બિરદાવવા સ્પેશ્યલ અચીવમેન્ટ તરીકે કુ. મીથ્રેમ બોમી જાગીરદારને રાજયકક્ષાએ અને રાષ્ટ્રીયકક્ષાએ બોક્ષીંગ અને અન્ય રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

ડો. જુલી એમ. પારડીવાલાએ Gold Trohpy for ranking in presentation in Quality Circle and Allied Quality Concept ઓરો યુનિર્વસીટી, સુરત’ (સુરત ચેપ્ટર) મુકામે યોજાયેલ પ્રેઝન્ટેશનમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

કુ. શહેનાઝ ઈરાની નવસારીના પ્રથમ મહિલા એન.સી.સી. લેફટનન્ટ બનવા બદલ ગ્વાલિયર મુકામે જે સિધ્ધિ હાંસલ કરી તે બદલ તેમનું સન્માન કરવાં આવ્યું હતું.

કાર્યક્રમનું સંચાલન ગુલશન ખુશરૂ વાંદરીવાલાએ કર્યુ હતું અને આભાર વિધિ સાયરસ વાંદરીવાલાએ કરી હતી જેમાં સીરવઈ પાર્ટી પ્લોટ વિના મૂલ્યે આપવા બદલ આભાર માન્યો હતો. તેમજ કાર્યક્રમમાં હમેશા મદદ કરનાર સ્વયંસેવકો શારમીન તંબોલી, સીમીન ભરડા, પરવાના વાંદરીવાલા, ઝિનોબ્યા આંબાપારડીવાલા, નેવીલ પાત્રાવાલા, પરસી આંબાપારડીવાલા, જારીંગ અવારી, મઝદ તાડવાલા, જેશ્મીન આંબાપારડીવાલા, વીરા ભુરા, પરીનાઝ ગણદેવીયા તેમજ સેવક ભાઈઓ તથા અમોને અમારા કાર્યક્રમમાં અન્ય રીતે મદદરૂપ થનારા સર્વે ભાઈ-બહેનોનો, ઉપસ્થિત બાળકો અને તેમના વાલીઓનો, ડીરેકટરી તૈયાર કરવામાં મદદ કરનાર સ્વયંસેવકોનો, પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડિયાનો અને આ સફળતામાં સહભાગી બનવા બદલ તમામ નામી અનામી વ્યક્તિઓનો આભાર માનવામાં આવ્યો હતો. છેલ્લે પારસી એન્થમ ‘છૈએ અમે જરથોસ્તી’ અને ‘રાષ્ટ્રગીત’ ગાઈ સૌ છૂટા પડયા હતા.

Leave a Reply

*