Your Moonsign Janam Rashi This Week –
19 January, 2019 – 25 January, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમને નાનામાં નાના કામમાં અડચણ આવશે. તમારા દુશ્મનો તમારા કરેલ કામમાં ભૂલ શોધી માથું ફેરવી નાખશે. ઘરવાળા તમારી લાગણી સમજી નહીં શકે તેનું દુ:ખ થશે. ખર્ચનો ખાડો ઉંડો થશે. જયાં ત્રણનો ખર્ચ કરવાનો હશે ત્યાં ત્રીસનો થશે. સંતોષ નહીં મળે. રાહુનું નિવારણ કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 19, 20, 23, 25 છે.

Rahu’s rule could raise obstacles in your daily routine. Your opponents could find faults in your tasks. Misunderstanding within family could take place. Your expenses could be on the rise. A sense of discontentment might be felt. To pacify Rahu, pray ‘Maha Bakhtar Nyaish’.

Lucky Dates: 19, 20, 23, 25.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

પહેલા ત્રણ દિવસ જ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી ધર્મના કે ફેમિલીના અગત્યના કામો તથા અગત્ય વ્યકિતને 22મી જાન્યુઆરી પહેલા મળી લેજો. 22મીથી રાહુની દિનદશા સીધા કામને ઉલટા કરી નાખશે. માથાના દુખાવાથી પરેશાન થશો. ધનનો ખર્ચ કર્યા પછી પણ તમને આનંદ નહીં થાય. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 21, 22, 24, 25 છે.

Jupiter’s rule over the next three days suggests that you complete all important tasks immediately. From the 22nd, Rahu’s rule could bring in disturbances. You could suffer from headaches. You could feel dissatisfied inspite of spending a substantial amount of money. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.

Lucky Dates: 21, 22, 24, 25.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

21મી ફેબ્રુઆરી સુધી ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલશે. તેથી નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. તમારા કરેલ કામની બીજાઓ કદર કરશે. તમે નોકરી કરતા હશો તો પ્રમોશન મળવાના ચાન્સ છે. માન-ઈજ્જત મળતા રહેશે. બીજાની મદદ કરી તેનું દિલ જીતી લેશો. વડિલ વર્ગની તબિયતમાં સારા સારી રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 19, 20, 22, 24 છે.

Jupiter’s rule till 21st February, brings in financial stability. People will appreciate your work. You could get a promotion and earn the respect of people. You are advised to help others. Your elders will enjoy good health. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 19, 20, 22, 24.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

છેલ્લા 6 દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. આ છેલ્લા અઠવાડિયામાં વાહન સંભાળીને ચલાવજો. 24મીથી ગુરૂની દિનદશા 58 દિવસમાં તમારા દુ:ખને સુખમાં ફેરવી નાખશે. આ અઠવાડિયામાં ખાવા-પીવામાં બેદરકાર રહેતા નહીં. તબિયત બગડતા વાર નહીં લાગે. શાંતિ રાખીને પાંચ દિવસ પસાર કરી લેજો. છેલ્લા અઠવાડિયામાં ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 21, 22, 24, 25 છે.

As Saturn rules you over the next six days, you are advised to drive carefully. From the 24th, Jupiter’s rule, for the next 58 days, brings in peace and happiness. Pay attention to your eating habits this week. Take care of your health. Keep calm and pray ‘Moti Haptan Yasht’.

Lucky Dates: 21, 22, 24, 25.


LEO | સિંહ: મ.ટ.

05Leo

આજથી શનિની દિનદશા આવતા 36 દિવસમાં તમારી રાતની ઉંઘને બગાડી દેશે. અચાનક માથાના દુ:ખાવાથી પરેશાન થઈ જશો. કરજદારી વધી જવાનો ચાન્સ છે. આવકની સામે જાવક વધી જશે તેથી તમારા કામ પર ધ્યાન નહીં રહે. શનિ તમને આળસુ બનાવી દેશે. તમારા હાથની નીચે કામ કરતા લોકો તમને ઈરીટેટ કરી નાખશે. સાંધાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 19, 20, 23, 24 છે.

Saturn’s rule makes you feel restless and could cause you headaches. Your expenses could increase, and you may need to take a loan. Your restlessness could prevent you from focusing on the task at hand. A colleague could be irritating. Take care of your health, especially if you suffer from joint pains. Pray ‘Moti Haptan Yasht’ every day.

Lucky Dates: 19, 20, 23, 24.


 

VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

17મી ફેબ્રુઆરી સુધી બુધ જેવા વાણીયા ગ્રહની દિનદશા ચાલશે. ચેલેજીંગ કામો સારી રીતે કરી શકશો. જયાં ફાયદો હશે ત્યા તમારી નજર પહેલા જશે. બુધથી કૃપાથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. નાની મુસાફરીથી ધનલાભ થશે. મિત્રોથી ફાયદો મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 20, 21, 22, 25 છે.

Mercury’s rule till 17th February calls for you to take up any challenging assignments and complete these effectively. Focus on work that guarantees profits. You are advised to invest money. Travelling could benefit you. Try and spend time with friends. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 20, 21, 22, 25.


LIBRA | તુલા: ર.ત.

07Libra

પહેલા ત્રણ દિવસ મંગળની  દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઘરવાળા સાથે નાની બાબતમાં મતભેદ પડશે. બુધની દિનદશા 22મી જાન્યુઆરીથી 56દિવસની અંદર તમારા બગડેલા કામ સુધારી નાખશે. નાણાકીય મુશ્કેલીમાં ફાયદો થઈ જશે. તમારા કરેલ કામમાં જશ મલશે. તમારી હાથ નીચે કામ કરતા તમને ફાયદો કરાવી આપશે. નવા કામ મળશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 19, 20, 23, 25 છે.

Mars’ rule for the next three days could cause arguments within your family. Starting from 22nd January, Mercury’s rule for the next 56 days, will bring you peace and joy. Your financial conditions will improve. Success will be yours. Subordinates at work will prove beneficial. You could find a new job. Pray ‘Tir Yasht’ every day.

Lucky Dates: 19, 20, 23, 25.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

છેલ્લા 6 દિવસ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે બધા કામો બાજુ મૂકી ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પહેલા પૂરી કરજો. 24મીથી 28 દિવસ માટે મંગળની દિનદશા બધી બાબતમાં નેગેટીવ વિચારવાળા કરી નાખશે. ઉતરતી ચંદ્રની દિનદશા મનને શાંત રાખીને અગત્યના કામો પૂરા કરી લેજો. ઘરવાળા સાથે સારા સારી રાખવાથી ખરાબ સમયમાં તમારા મદદગાર બની જશે. છેલ્લા અઠવાડિયામાં 34મુ ના મ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.

The Moon’s rule for the next six days nudges you towards fulfilling your family’s wishes. From the 24th, Mars rules you over the next 28 days, so try to keep calm and complete all important tasks. Your family could support you during your tough times. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 19, 20, 21, 22.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

23મી ફેબ્રુઆરી સુધી ચંદ્રની દિનદશા તમારા સુખમાં વધારો અને દુ:ખને દૂર કરશે. ચંદ્રની કૃપાથી ફેમિલી મેમ્બર સાથે ગામ-પરગામ જવાના ચાન્સ છે. ચંદ્રની કૃપાથી કમાયેલી રકમને સારી જગ્યાએ ઈનવેસ્ટ અવશ્ય કરજો. તમારો કોન્ફીડન્સ ખૂબ વધી જશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 20, 23, 24, 25 છે.

Moon’s rule till 23rd February brings in happiness and stability. You could plan a holiday with your family. You are advised to invest money. You self-confidence will increase. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 20, 23, 24, 25.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

3જી ફેબ્રુઆરી સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી સરકારી કામમાં તમને સફળતા નહીં મળે. શેર સટ્ટાના કામ પર ધ્યાન આપતા નહીં. બીજાની સલાહ માનતા નહીં. તમારા વડીલવર્ગની તબિયત ખરાબ થવાના ચાન્સ છે. તમારા કામમાં કંટાળો આવશે. બપોરના સમયે વધારે પરેશાન થશો. સૂર્યના તાપને ઓછો કરવા માટે 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 20, 23, 24, 25 છે.

The Sun’s rule till 3rd February calls for you to postpone government related work. Avoid trading in the share market. Try not to heed others’ advice for a while. Take care of your elders. Try and overcome the restlessness you will feel. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 20, 23, 24, 25.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા રોજના કામ સારી રીતે પૂરા કરી શકશો. જેટલો ખર્ચ કરશો એટલું ધન મેળવવા મુશ્કેલી નહીં આવે. શુક્રની કૃપાથી નાની મુસાફરીનો પ્લાન બનાવી શકશો. કોઈ બાબતમાં અટકી જશો પણ બહાર નીકળવાનો સીધો રસ્તો મળી જશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. મિત્રો અને ઘરવાળાને ખુશીમાં રાખી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.

Venus’ rule could help you complete your routine work efficiently and quickly. A good week financially. Travel is indicated. You could find a way out of your problems. New purchases will be made. You will be able to fulfil your family and friends’ wishes. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 19, 20, 21, 22.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

લાંબા સમય ચાલે તેવા શુક્રની દિનદશા ચાલશે. તેથી 14મી માર્ચ સુધી ઓપોજીટ સેકસની ડીમાન્ડ પૂરી કરવામાં શુક્ર તમને ભરપુર મદદ કરશે. તબિયતમાં સારા સારી રહેશે. તમારા કામને વધારવા માંગતા હશો તો સારી વ્યક્તિનો સાથ સહકાર મળી રહેશે. ઘરમાં સારા પ્રસંગ આવશે. ઘરમાં મહેમાન આવવાના ચાન્સ છે. નવા કામ કરવાથી ફાયદામાં રહેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 21, 23, 24, 25 છે.

Venus’ rule calls for you to fulfil the wishes of people from the opposite gender, before 14th March. Your health looks good. You will find a sincere person who will help expand your business. Celebrations are on the cards. Expect surprise visits from guests. Starting a new venture could prove to be profitable. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 21, 23, 24, 25.

Leave a Reply

*