Your Moonsign Janam Rashi This Week –
26 January, 2019 – 01 February, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. ઉતરતી રાહુની દિનદશા તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. ખોટા વિચાર કરીને પરેશાન થઈ જશો. જે પણ કામ કરવા જશો તેમાં નેગેટીવ વિચાર આવતા રહેશે. ઘરવાળાનો સાથ સહકાર નહીં મળે. પાણીની જેમ ધનનો ખર્ચ થશે. મન ગમતી વ્યક્તિ નાની વાતમાં નારાજ થઈ જશે. તમે મનાવશો તો સંબંધ વધારે બગડી જશે. રાહુને શાંત કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ ભણજો.

શુકનવંતી તા. 26, 27, 28, 1 છે.

Rahu’s rule till 3rd February could cause restlessness. Strive to stay positive. Your family may seem unsupportive. Your expenses could increase. A beloved could get upset with you. To pacify Rahu pray, ‘Maha Bakhtar Byaish’.

Lucky Dates: 26, 27, 28, 1.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને રાહુની દિનદશા ચાલુ હોવાથી 4થી માર્ચ સુધી રાહુ તમારા નાના કામમાં અડચણ ઉભી કરીને રહેશે. નાણાકીય તંગી ખૂબ આવશે. કોઈ અગત્યની ચીજ વસ્તુ ગુમાઈ કે ખોવાઈ જવાના ચાન્સ છે. સારા સમયમાં તમે જેઓને મદદ કરી હશે તે લોકો તમારાથી દૂર ભાગતા હશે. કોઈના પર વિશ્ર્વાસ રાખતા નહીં.જે કામ કરતા હો તેમાં વધુ ધ્યાન આપજો. રાહુને શાંત કરવા માટે ‘મહાબોખ્તારની આએશ’ ભણજો.

શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.

Rahu’s rule could raise obstacles in your daily routine. You could face financial constraints. An important object could get misplaced. People may not seem able or willing to help you out. Avoid trusting blindly. Focus on the task at hand. To pacify Rahu, pray ‘Maha Bakhtar Nyaish’.

Lucky Dates: 27, 28, 29, 30.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારાથી બનશે એટલી બીજાની મદદ કરીને તેની ભલી દુઆઓ મેળવી લેશો. ધનની ચિંતા નહીં આવે. દરેક બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. તમારા હાથ નીચે કામ કરનાર તમારા અધુરા કામ પૂરા કરી આપશે. વડીલવર્ગની સેવા કરી તેની દુવા મેળવી શકશો. ફેમિલીમાંસુખ શાંતિ વધુ રહે તે માટે દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 26,  28, 31, 1 છે.

Jupiter’s rule nudges you towards being helpful to other people. A good week financially. You could receive divine help. Subordinates will help you in completing your tasks. Elders will bless you for looking after them. For peace and happiness in the family, pray ‘Srosh Yasht’.

Lucky Dates: 26, 28, 31, 1.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

24મીથી તમને તમારી રાશીના માલિક ચંદ્રના પરમ મિત્ર ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. 23મી માર્ચ સુધી જો લાઈફ પાર્ટનર શોધતા હશો તો મળી જશે. ધણી-ધણીયાણીમાં મતભેદ ઓછા થઈ જશે. અચાનક નાનાકીય ફાયદો થઈ જશે. નાનુ પ્રમોશન મળવાના ચાન્સ છે. કામકાજને વધારી શકશો. થોડીગણી બચત અવશ્ય કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલતા નહીં.

શુકનવંતી તા. 26, 27,29,30 છે.

Jupiter’s rule could speed up your search for a life partner. Arguments amongst spouses will decrease. Financial profits are indicated. You could get a promotion. You will be able to expand your business. You are advised to save money. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 26, 27,29,30.


LEO | સિંહ: મ.ટ.

05Leo

23મી ફેબ્રુઆરી સુધી શનિની દિનદશા ચાલશે તેથી તબિયતને બગડતાવાર નહીં લાગે. માથાના કે સાંધાના દુ:ખાવાથી પરેશાન થશો. કોઈને મદદ કરવાની કોશિશ કરતા નહીં. ઘરમાં લોખંડ કે ઈલેકટ્રીક સામાન લેવાની ભુલ કરતા નહીં. શનિને કારણે આવક ઓછી ને ખર્ચ વધી જશે. થોડા ઘણા આળસુ બની જશો. શનિનું નિવારણ કરવા માટે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 27,28,31, 1 છે.

Saturn rules you till 23rd February, so pay attention to your health, especially if you suffer from headaches or joint pains. Avoid going out of your way to help people. Put off purchasing any electronic or metallic object for now. Your expenses could be on the rise. You could feel restless. Pray ‘Moti Haptan Yasht’.

Lucky Dates: 27, 28, 31, 1.


 

VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

17મી ફેબ્રુઆરી સુધી બુધ જેવા વાણીયા ગ્રહની દિનદશા ચાલશે. તેથી તમારાથી બને એટલા નાણા બચાવી ને સારી જગ્યાએઈનવેસ્ટ કરજો. ઘરવાળાને ચાંદીની ગીફટ આપતા નહીં. નોકરીમાં ધનલાભ મળી જશે. બુધની કૃપાથી ગામ-પરગામથી કોઈ  સારા સમાચાર મળશે. મિત્રો તરફથી મદદ મળી જશે. મનગમતી વ્યક્તિને મળવા પહેલા ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 26, 28, 29, 30 છે.

Mercury’s rule till 17th February calls for you to save and invest money. Avoid gifting any silver items. Profits at work indicated. You could get to know good news from overseas. Your friends will be supportive. Before setting out to meet your loved one, pray ‘Meher Nyaish’.

Lucky Dates: 26, 28, 29, 30.


LIBRA | તુલા: ર.ત.

07Libra

18મી માર્ચ સુધી બુધ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલશે. તમે તમારા કામ સમય પર પૂરા કરી શકશો. બુધની કૃપાથી ફેમિલીમાં માન-ઈજ્જત મળી જશે. જયાંથી નાણાકીય ફાયદો મળતો હશે ત્યાં તમારી નજર પહેલા જશે. મિત્રો તરફથી સાથ-સહકાર મળતો જશે. હીસાબી કામ કરવાથી આનંદમાં રહેશો. ધન કમાઈને ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો.  દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 27, 28,29, 1 છે.

With Mercury ruling you till 18th March, you are advised to complete all tasks quickly. Your family will be respectful. Try to focus on tasks that are profitable. You friends will be supportive. Complete your financial transactions. You are advised to save and invest money. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 27, 28, 29, 1 .


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

21મી ફેબ્રુઆરી સુધી મંગળ જેવા ગરમગ્રહની દિનદશા ચાલશે તેથી તમારા ગુસ્સાપર કાબુ નહીં રાખી શકો. તમારા દુશ્મનોનું જોર વધી જશે. મંગળના કારણે તબિયત બગડતા વાર નહીં લાગે. તાવ તથા માથાના દુખાવાથી પરેશાન થશો. ભાઈ-બહેન સાથે મતભેદપડતા વાર નહીં લાગે. મંગળને કારણે સાચ્ચાહોવા છતાં તમારી સચ્ચાઈ સાબિત નહીં કરી શકો. નવા કામ લેતા નહીં. આજથી ‘તીર યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.

શુકનવંતી તા. 26, 27, 30, 31 છે.

Mars rule till 21st February calls for you to keep your temper in check. Your detractors could cause trouble. Take care of your health, especially if you suffer from headaches or fever. Arguments amongst siblings could take place. Despite being honest, you may be unable to prove yourself in the right. Avoid undertaking new ventures for now. Pray ‘Tir Yasht’ every day.

Lucky Dates: 26, 27, 30, 31.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી ગામ-પરગામ જવાના યોગ થશે. ઘરવાલાની ડિમાન્ડ પૂરી કરવા એકસ્ટ્રા કામ કરી શકશો. જે ડિસીઝન લેશો તેમાં ચેન્જ નહીં કરો. લાંબા સમય માટે રોકાણ કરવાથી વધુ ફાયદામાંરહેશો.નાણાકીય મુશ્કેલી નહીં આવે.તમારા પ્લાન મુજબ કામ કરી બીજાના દીલ જીતી લેશો. તમારા મનની વાત બીજાને સહેલાઈથીસમજાવી શકશો. ચંદ્રની વધુ કૃપા મેળવવા માટે 34મુ નામ ‘યા બેસ્તરના’101વાર ભણજો.

શુકનવંતી તા. 26, 30 31, 31 છે.

The Moon’s rule brings in travel opportunities for you. Work harder to fulfil your family’s wishes. Stay firm upon your decisions. You are advised to make long-term investments. A good week financially. Speak openly with people. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 26, 30 31, 31.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

3જી ફેબ્રુઆરી સુધી સુર્યની દિનદશા ચાલશેતેથી સરકારી કામમાં સફળતા નહીં મળે. તમારૂં મગજ તપી જતાવાર નહીં લાગે.વધુ પડતો ગુસ્સો તમારી તબિયતને બગાડી નાખશે. હાઈપ્રેશરથી સંભાળજો. નાની બેદરકારી મોટી મુસીબતમાં નાખી દેશે. ઘરવાળા સાથે મતભેદ દૂર કરવા 96મુ નામ‘યા રયોમંદ’101વાર ભણજો.

શુકનવંતી તા. 26,30, 31, 1 છે.

Sun’s rule till 3rd February calls for you to postpone government related work. You are advised to control your temper, else it could take a toll on your health. Be cautious with health, especially if you suffer from high blood pressure. To bring peace within your family, pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 26, 30, 31, 1.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

13મી ફેબ્રુઆરી સુધી શુક્ર જેવા શુભ ગ્રહની દિનદશા ચાલશે તેથી તમેજેપણ વસ્તુ લેવા માંગતાહશો તે લઈને રહેશો. શુક્રની કૃપાથી તમારા રોજબરોજના કામમાં ફાયદો થઈ ને રહેશે.ધણી-ધણીયાણી એકબીજાની વાત ઈશારાથી સમજી જશે. એકબીજાના મન જીતી લેશો. ઓછીના પૈસા પાછા મેળવવા માટે થોડી ભાગદોડ કરી લેજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 27, 28, 29, 1 છે.

Venus’ rule till 13th February pushes you towards making new purchases. Profits are indicated. Relationship between spouses will improve. You will need to work harder in order to get back your money. Pray to ‘Behram Yazad’.

Lucky Dates: 27, 28, 29, 1.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

14મી માર્ચ સુધી શુક્રની દિનદશાચાલશે તેથી તમારા મોજશોખ પાછળ ખર્ચ વધી જશે. લગ્ન કરવામાગતાહો તો યોગ્ય જીવન સાતી મળી જશે. નવા કામ શોદી શકશો.ચાલુ કામમાં પ્રમોશન મળવાનાચાન્સ છે. બીજાની મદદ કરવામાંપાછા નહીં પડો. નાણાકીય ફાયદો મળતો રહેશે. શુક્રની કૃપાથીનાની મુસાફરીનો ચાન્સ મળતોરહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 26, 30, 31, 1 છે.

Venus’ rule till 14th March tempts you to spend on fun and entertainment. Those looking to get married could find their ideal life-partners. A new job could be on the horizon. You could be in for a promotion. You are advised to help others. Financial profits, as also travel, is indicated. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 26, 30, 31, 1.

Leave a Reply

*