ધર્મ એટલે શું તે બાબેની તરેહવાર વ્યાખ્યાઓમાં આ વધારે શુધ્ધ વ્યાખ્યા છે કે ‘માણસે પોતા વચ્ચે અને અનંત જગત વચ્ચે અથવા તે જગતનાં મૂળ વચ્ચે સ્થાપેલો સંબંધ તે ધર્મ છેે. એવા સંબંધથી જીંદગીને જે રાહબરી મળે છે તે નીતિ. બીજા શબ્દોમાં કહીએ તો ધર્મ એટલે કે આપણ દરેક આદમી અનંત જગત સાથે અને તે અનંત જગતનાં મૂળ, અહુરમઝદ સાથે જે સંબંધ ધરાવે તે ધર્મ. આપણાં પુરૂષ સર્વનામોની ભાષામાં બોલીએ તો ‘હું’ ને ‘તું’ અને ‘તે’ સાથનો સંબંધ તે ધર્મ. એ સંબંધનો ખ્યાલ આપણી જીંદગીને જાથુક જે રાહે, જે માર્ગે, જે રસ્તે દોડવે તે નીતિ.
નીતિમાન જીંદગી, તે સંપુર્ણ જીંદગીનું બીજું નામ
આપણે વારે ઘડીએ, જે નીતિમાન જીંદગીને માટે બોલીએ છીએ તે નીતિમાન જીંદગી, ‘ધાર્મિક જીંદગી’ યા સંપૂર્ણ જીંદગીનું બીજું નામ છે. નીતિમાન જીંદગી, ઉપલી વ્યાખ્યા પ્રમાણે, તે જીંદગી છે કે જે આજુબાજુના તરફનાં સંબંધો પુરતા બરાબર જાળવીને વર્તવામાં આવે છે. આજુબાજુનાઓ તરફના સંબંધ જાળવવા, તે ખરેખરી નીતિમાન જીંદગી છે, તે ધાર્મિક જીંદગી છે, તે સંપુર્ણ જીંદગી છે.
- શુભ તીર મહિનો અને તિર્ગનનો તહેવાર - 7 December2024
- ઝેડસીએફ દ્વારા ડો. સાયરસ મહેતાનું સન્માન કરવામાં આવ્યું - 7 December2024
- એક સમોસાવાળો…. - 7 December2024