હિન્દુસ્તાનમાં પારસીઓનું દેશાગમન

અનેક દેશાગમનોમાં હોરમઝદ બંદર પરથી એક દેશાગમન ગુજરાતમાં થયેલું તે કોઈબી સહેલાઈથી જોઈ શકે છે. આ દેશાગમન તો એક ધુરંધર મોબેદ સાહેબ જેવણ દહયુપતીના દરજ્જાના હતા તેવણની સરદારી હેઠળ થયું હતું. નૈર્યોસંઘ સાહેબ કાંઈ સાધારણ મોબેદ હતા નહીં. તેવણની સાથે મોટા અમલદારો હતા અને તેઓએ જોયું કે ઈરાન દેશમાં જરથોસ્તી દએન તેના પુરા આકારમાં રહેશે નહીં, માટે તેવણ પાણીની ઉપરથી આલાતોને પોતાના અમલને જોરે અવાવ થયા વગર લાવ્યા હતા. આજે આવા મોટા દહયુપતના દરજ્જાના મુવેદને વગોવવાની કોઈ સરકશી કરે છે કેમ કે તેવાઓને આલાત શું છે, દએનની યસ્ન શું છે, દહયુપતનો દરજ્જો શું છે તે ભાગ્યેજ ખબર હોય. ભલેને તેઓ ગમે તે બોલે તે વખતે વટલેલ ઈરાનીઓબી પોતાના કદીમ દિનવાલાઓને એવીજ રીતે વગોવતા હતા માટે તેનો કંઈ મુઝાએકો નથી. પણ ઉપરની બાબદ ઉપરથી કોઈબી સહેલાઈથી જોઈ શકશે કે એક ખાસ દેશાગમન હોરમઝદ બંદરથી ગુજરાતમાં થયેલું હતું કે જેની વીગત કીસ્સે સંજાણમાં ભાંગી તૂટી જેવી બાપ દીકરાથી બોલાતી આવેલ મોટા ફેરફાર સાથની રહી છે. ભલે ને તે કીસ્સે સંજાનમાં ઘણી નહીં બનવા જેવી વીગતો હોય પણ એક વાત સિધ્ધ એ છે કે બાપદાદેથી ચાલતી આવતી મૂળ વાતનું તે ફરજંદ છે જેમાં એ સત્ય છે કે આપણે ઈરાન દેશથી દરિયા માર્ગે હિન્દમાં દીનને ખાતર આવેલા છીએ.
વળી હોરમઝદ બંદર આગળ જરથોસ્તીઓ નાસતા આવે છે અને ત્યાંથી નાસી છૂટે છે તે વાતબી અરબ ઈતિહાસમાં છે. કીસ્સે સંજાણવાળોબી આપણને હોરમઝદ બંદર આગળથી દરિયા માર્ગે ચાલી જતા વર્ણવે છે. બાલાધુરી નામનો ઈતિહાસકાર કહે છે કે અબુ મુસા નામના અરબ સરદારે કેરમાન જીતીને છેક ‘અલફુફ’ લગીના પરવત આગળથી મઝદયસ્નીઓને હાંકી કાઢયા. પછી કહે છે કે નાસી છૂટેલા મઝદયસ્નો હોરમઝદ બંદર આગળથી નસાડયા. હોરમઝદ બંદર પછી દરીયો આયો અને દરીયામાં વહાણો ઘણા હતા માટે તેઓ નાસે કયાં? જમીન તરફ તો અરબ લશ્કર હતું માટે તેઓને નાસવાની જગા દરીયોજ હતી. ત્યારે અરબ ઈતિહાસ અને પારસી કીસ્સે સંજાન બેઉ આ બાબદને એક સરખી રીતે વર્ણવે છે કે હોરમઝદ બંદર આગળથી પારસીઓ દરિયા મારફતે નાસી છુટયા હતા.
(વધુ આવતા અંકે)

Leave a Reply

*