Your Moonsign Janam Rashi This Week –
22 February, 2019 – 01 March, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ભરપુર સુખ આપશે. લોકો સામેથી માન-સન્માન આપશે. ખર્ચનું પ્રમાણ વધી જશે પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. નાણાકીય ફાયદો થવાના ચાન્સ છે. કામ પૂરૂં કરવા જે વ્યક્તિનો સાથ જોઈતો હશે તે મળી રહેશે. નવા કામ શરૂ કરી શકશો. નાની મુસાફરીનો પ્લાન બનાવી શકશો. દરરોજના ભણતર સાથે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 23, 24, 28, 1 છે.

Venus’s rule till 13th April brings in ample prosperity. People will start respecting you more. Despite rising expenses, there will not be financial difficulties. A good week financially. The person who’s assistance you need, will be most supportive. New ventures will prosper. Minor travel plans are indicated. Pray to Behram Yazad, alongside other prayers.

Lucky Dates: 23, 24, 28, 1


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

4થી માર્ચ સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારા નાના કામ સમય પર પૂરા નહીં કરી શકો. ઘરના કે બહારના તમને માન નહીં આપે. તમારા વિચારો ખૂબ નેગેટીવ બની જશે. રાહુને કારણે રાતની ઉંઘ અને દિવસનો ચેન નહીં રહે. નાણાકીય બાબતમાં સારા સારી નહીં રહે. ખોટા ખર્ચા થતા પરેશાન થશો. અંગત વ્યક્તિ સાથે ખોટી બોલાચાલી થશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.

Rahu’s rule till 4th March, could pose obstacles in the path of competing even small tasks in time. Family member and outsiders could seem to not show you respect. You could end up having negative thoughts. Rahu’s rule could also bring in restlessness. Financial constraints could arise, as unnecessary expenses mount. You might get into avoidable arguments with family and friends. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.

Lucky Dates: 24, 25, 26, 27


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

ગઈકાલથી રાહુની દિનદશા આવતા 41 દિવસમાં તમને ચારેબાજુથી પરેશાન કરી મૂકશે. વાંકગુના વગર બીજાઓ તમને ખોટુ સંભળાવી જશે. નાણાકીય બાબતમાં સારા સારી નહીં રહે. માથા પર ખર્ચનો બોજો વધી જશે. તમારી પાસે પૈસા લેનાર વ્યક્તિ તમને પરેશાન કરી મૂકશે. આજથી ભુલ્યા વગર દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 23, 25, 28, 1 છે.

As Rahu rules you over the next 41 days, it could bring you trouble across most areas. You might get a listening-off from people even without having committed any mistake. Financially, this not a good week and you could end up making lots of expenses. Your creditors could trouble you. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.

Lucky Dates: 23, 25, 28, 1


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

23મી માર્ચ સુધી ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં તમને માન મળતું રહેશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. નવા કામ મળવાના ચાન્સ છે. ચેરીટી કરી શકશો. ગુરૂને કારણે સગાઓ સાથે સંબંધ સારા રહેશે. નારાજ થયેલી વ્યક્તિ સામેથી મળવા આવશે. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.

Jupiter’s rule till 23rd March, brings in much respect. A good week financially. This is a good time for new initiatives. You will be inclined towards doing charity. Jupiter’s rule will help bring your family closer to you. You could end up breaking ties with people who are upset with you. Pray ‘Sarosh Yasht’ every day.

Lucky Dates: 23, 24, 25, 26


LEO | સિંહ: મ.ટ.

05Leo

આજથી તમને ગુરૂની દિનદશા ચાલુ થયેલી છે. નાણાકીય બાબતમાં સારા સારી થવા લાગશે. 21મી એપ્રિલ સુધી તમારા બગડેલા સંબંધ સુધરી જશે. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. ગુરૂની કૃપાથી અટકેલા કામો ફરી ચાલુ કરી શકશો. નોકરી કરતા હશો ત્યાં પગાર વધારો થશે. આજથી દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 24, 27, 28, 1 છે.

Jupiter’s rule begins today, making it a good week financially. By 21st April, ties which were earlier severed will begin to improve. Your relation with your spouse will thrive. Jupiter’s Rule will help you carry out your work smoothly. You could get an increment in salary. Pray ‘Sarosh Yasht’ every day.

Lucky Dates: 24, 27, 28, 1


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

23મી માર્ચ સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમારા સ્વભાવમાં જીદ્દીપણું આવી જશે. રોજ બરોજના કામમાં આળસ આવી જશે. સીધા કામ સારી રીતે નહીં કરી શકો. ખોટા વિચાર આવતા રહેશે. તમારી ભલાઈ કરનારની વાત પણ તમે માનશો નહીં. નાણાકીય બાબતમાં મુશ્કેલી આવતા મગજ શાંત નહીં રહે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 23, 25, 26, 27 છે.

Saturn’s Rule till 23rd March could get you to be stubborn. Lethargy might seep into doing your daily chores. Even simple work could prove to be a challenge. You could end up getting negative thoughts. You might not be open to listening to your well-wisher. Financial constraints could prove disturbing. Pray ‘Moti Haptan Yasht’ every day.

Lucky Dates: 23, 25, 26, 27


LIBRA | તુલા: ર.ત.

07Libra

18મી માર્ચ સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારા દરેક કામમાં સારા સારી થતી જશે. વધારે ધન કમાઈ શકશો. તમારા મિત્રોને સાચી સલાહ આપી તેમનું દિલ જીતી લેશો. નવા કામ મળી શકશે. 18મી માર્ચ સુધી લેતી-દેતીના કામમાં સફળતા મળો. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 24, 25, 27, 1 છે.

Mercury’s rule till 18th March helps improve your work efficiency. You will gain in wealth. You will win the heart of your friends by giving honest advice. You could begin new ventures. Till 18th March you will be able to recover a good amount of money. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 24, 25, 27, 1


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

આજથી બુધની દિનદશા શરૂ થયેલી છે તેથી 17મી એપ્રિલ સુધી તમારા કામમાં પ્રમોશન કે નાણાકીય ફાયદો મળી જશે. તમે તમારા ફાયદાની વાત પર વધુ ધ્યાન આપશો. જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. તમારા કામ સારી રીતે કરી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 23, 25, 26, 28 છે.

Mercury’s rule starts today until 17th April, bringing you a promotion or increment at work. You could focus in areas of work that will prove beneficial to you. You are advised to invest your incomes. You will find success at work. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 23, 25, 26, 28


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

આજથી મંગળની દિનદશા શરૂ થયેલી છે તેથી તમે તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. તમારા દુશ્મન તમને ખોટી રીતે પરેશાન કરશે. મંગળ તમારી તબિયતને બગાડી નાખશે. ખાવાપીવાથી તબિયત ખરાબ થશે. ડોકટરની સલાહ અવશ્ય લેજો નહી તો તકલીફ વધી જશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 24, 25, 27, 1 છે.

With Mar’s rule beginning today, you might not be able to keep your anger in check. Your detractors could try to harass you. You will need to watch out for your health and take care of bad eating habits to avoid falling ill. Ensure to consult a doctor if you fall sick. Pray ‘Tir Yasht’ every day.

Lucky Dates: 24, 25, 27, 1


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી ઘરની વ્યક્તિનો સાથ સહકાર મળી જશે. સાથે કામ કરનાર વ્યક્તિ તમને માન-સન્માન આપશે. તમારા કામમાં સફળતા મળશે. તમારા લીધેલા ડીસીઝન તમને ફાયદો અપાવશે. તબિયતમાં સારો સુધારો જણાશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 23, 24, 25, 27 છે.

The ongoing Moon’s rule brings you good family support. Your colleagues will be respectful and you will find success in most areas. You will gain from decisions you make. Your health will also show improvement. Pray the 34th name, ‘Ya Bestarna’ 101 times.

Lucky Dates: 23, 24, 25, 27


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

સુર્યની દિનદશા ચાલુ હોવાથી સરકારી કે બેન્કના કામો કરતા નહીં. અચાનક તબિયત બગડી જાય તેવા ગ્રહો છે. વડીલવર્ગની ચિંતા રહેશે. સુર્યને કારણે માથાના દુ:ખાવાથી પરેશાન થશો. મનગમતી વ્યક્તિ સાથે નાની બાબતમાં મતભેદ પડશે. સુર્યના તાપને ઓછો કરવા માટે 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 24, 26, 28, 1 છે.

The ongoing Sun’s rule cautions you against working in any government or bank related work. Health could go down. You could feel concern about your elders. You could suffer from headaches. Arguments in trivial matters with your loved ones is indicated. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 24, 26, 28, 1


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ પર કાબુ રાખી પૈસા બચાવજો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. 14મી માર્ચ પછી નાણાકીય મુશ્કેલીમાં આવી જશો. હાલમાં કરેલી બચત પાછળ જતા કામ આવો. અપોઝીટ સેકસનો સાથ સહકાર મળી જશે. રોજ બરોજના કામ કરવામાં મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 23, 25, 27, 28 છે.

With Venus ruling you, try to keep a check on purchasing luxury items and try to save and invest money. After 14th March, you could face financial difficulties. Your savings will help you in the future. You will get support from the opposite gender. Daily chores will move smoothly. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 23, 25, 27, 28

Leave a Reply

*