ડી. મહેતા મેમોરિયલ ટ્રસ્ટ પારસી વ્યક્તિત્વને સન્માનિત કરે છે

પાછલા દાયકામાં, ડી. ડી. મહેતા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા જરથોસ્તીઓનું તેમના સિદ્ધાંતો માટે તેમના યાદગાર અને પ્રેરણાદાયક પરાક્રમો અને સિદ્ધિઓને સ્વીકારવા માટે અને આપણા ગૌરવને આગળ વધારવા માટે તેમનું સન્માન થયું હતું. ‘પ્રતિષ્ઠિત દારબશા અચીવમેન્ટ એવોર્ડ’ જરથોસ્તીઓને પ્રસ્તુત કરવામાં આવે છે જેમણે વિવિધ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી છે અને તેમના પગલે ચાલવા માટે અન્યો માટે એક ઉદાહરણ ઉભુ કર્યુ હતું. પારસી સમુદાયને આવકારવા અમુલ્ય ‘પારસી રત્ન’ જે સમુદાય નાગરિક એવોર્ડ છે જે આપણા સમુદાયના અગ્રણી સભ્યોને આપવામાં આવ્યા છે, જેમણે આપણા સમુદાયને ગૌરવ અપાવ્યો છે અને રાષ્ટ્રીય અને વૈશ્વિક ધોરણે તેના વિકાસ અને સુધારણામાં મોટો ફાળો આપ્યો છે.

મનોરંજનની પૂર્વસંધ્યાએ, 24મી માર્ચ, 2019ના દિવસે, ડી.ડી. મહેતા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ઉપરોક્ત પુરસ્કારો સાથે આપણા કલ્પિત જરથોસ્તી મહારથીઓને સન્માનિત કર્યા હતા, તેમજ સમુદાયનો શુભ તહેવાર – જમશેદી નવરોઝ પણ ઉજવવામાં આવ્યો હતો. વાર્ષિક ફંડ રાઇઝરનો 24મો અધ્યાય – ‘નવરોઝ ધમાકા.’ ઝોરાસ્ટ્રિયન સંસ્કૃતિ અને પરોપકારી પ્રવૃત્તિઓ આગળ વધારવામાં આ ફંડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ વર્ષે ‘નવરોઝ ધમાકા’ ને અગ્રણી પારસી વ્યક્તિત્વથી નવાજવામાં આવ્યું હતું અને મનને ખુશ કરી દે તેવું  ગુજરાતી નાટક, ‘બહેરામની સાસુ’ પણ પ્રસ્તુત કર્યુ હતું. મુંબઈના વાયબી ચવ્હાણ ઓડિટોરિયમમાં પ્રતિભાશાળી જૂથ સાથે ગુજરાતી થિયેટર અને સુરતના કોમેડી કીંગ યઝદી કરંજીયાએ સંપૂર્ણ મનોરંજન અને ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે પ્રેક્ષકોના દીલો પર ફરીથી રાજ કર્યુ હતું.

આ કાર્યક્રમના યજમાન હતા મનોરંજક મહારૂખ ચીચગર જેમણે કાર્યક્રમની શરૂઆત તમામ પ્રસિધ્ધ મહેમાનોને સન્માનિત કરનાર પુરસ્કાર સમારંભથી કરી હતી. મુખ્ય મહેમાનો હતા ઈરાનના કનસલ ખુશરો રેઝાઝાદેહ અને એમએલએ રાજ પુરોહિત. નીચે જણાવેલ પારસીઓે અને તેમણે મેળવેલી સફળતા અને યોગદાન માટે મુખ્ય મહેમાનો દ્વારા તેમને પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

પારસી રત્ન એવોર્ડ એનાયત કરાયો હતો: 1. બોમન ઈરાની એક પ્રખ્યાત ભારતીય ફિલ્મ અને થિયેટર અભિનેતા, વોઇસ આર્ટીસ્ટ અને ફોટોગ્રાફર.

  1. હોમાય દારૂવાલા ઝોરાસ્ટ્રિયન કો-ઓપ. બેન્ક પ્રા. લિમીટેડના બોર્ડ ઓફ ડાયરેકટરના ચેર પર્સન.
  2. દિનશા કેકી તંબોલી કોર્પોરેટ કાઉન્સેલર, વિવિધ અગ્રણી ભારત કોર્પોરેશનો અને ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસના સ્થાપક ટ્રસ્ટી.
  3. કૈઝાદ કાપડીયા નેશન્સ સ્ટ્રેન્ગ્થ કોચ અને કે11ના ડાયરેકટર અને કો-ફાઉન્ડર.

નેશન્સ પ્રાઈડ એવોર્ડ એનાયત કરાયો હતો: ડો. સાયરસ મહેતા, એમ.બી.બી.એસ. એમ.એસ.(ઓપીએચટીએચ), એમસીએચ (ઓપીએચટીએચ), એફ.એ.એસ.સી.આર.એસ. (યુએસએ) એફ.એસ.વી.એચ. (જર્મની) એફ.એસ.ઈ.સી. (યુએસએ)

દારબશા અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો: મીસીસ ડેલનાઝ બલસારા શર્મા, મીસીસ ઈન્ડિયા, મીસીસ એશિયા પેસિફીક અને મીસીસ યુનિવર્સ 2018.

પુરસ્કારો વિતરિત થયા પછી, શ્રી યજદી કરંજિયા અને મરહુમ મહેરનોશ કરંજિયાનું પ્રખ્યાત નાટક ‘બહેરામ ની સાસુ’ની રજૂઆત થઈ. જે બધાએ ભરપુર આનંદ સાથે માણ્યું હતું.

Leave a Reply

*