સામગ્રી: 16-20 બેબી કોર્ન, 2 ટેબલ સ્પૂન કોર્નફલોર, સ્વાદાનુસાર મીઠું, 7-8 વાટેલા કાળા મરી, 2 ટેબલ સ્પૂન+ડીપ ફ્રાઈંગ માટે તેલ, 4 લીલા કાંદા પાંદડા સાથે, 4 દાંડી સમારેલી સેલરી, 2 લીલા મરચાંની સ્લાઈસ, 1 નાનો ટુકડો સામરેલું આદું, 3-4 કાળી સમારેલું લસણ.
રીત: બેબીકોર્ન અધકચરા બાફો. પાણી નીતારી તેની લાંબી ત્રાસી સ્લાઈસ કરો. તેને બાઉલમાં લઈ તેમાં કોર્નફલોર, મીઠું, અડધા વાટેલા મરી નાખી બરાબર મિક્સ કરો, એક નોનસ્ટીક કઢાઈમાં પૂરતું તેલ ગરમ કરી બેબી કોર્નની સ્લાઈસને સોનેરી તળી એબ્સોર્બન્ટ પેપર પર કાઢો. લીલા કાંદાના પાંદડા સાથે સ્લાઈસ કરો. એક નોનસ્ટીક કઢાઈમાં બે ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં લીલા કાંદા સેલરી, લીલા મરચા, આદુ અને લસણ નાખી બે મિનિટ સાંતળો, તેમાં બેબીકોર્ન, મીઠું અને બાકીનો મરી પાવડર નાખી એક મીનીટ થવા દો. ગરમ સર્વ કરો.
Latest posts by PT Reporter (see all)
- સુરત-સમાજના પ્રતિષ્ઠિત સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે - 28 September2024
- ભારતના અગ્રણી નેત્ર ચિકિત્સક ડો. સાયરસ મહેતાઓલ-ઈન્ડિયા ઓપન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યા - 28 September2024
- લઘુમતી બાબતોના પ્રધાન,કીરન રીજીજુઅને જીયો પારસી વર્કશોપ સાથે ઇન્ટરેક્ટિવ સત્ર - 28 September2024