યંગ રથેસ્તારોએ ગુજરાત અને પુણેની મુલાકાત લીધી

દર વર્ષે, દાદર, મુંબઈના ‘યંગ રથેસ્તાર’ સમિતિના સભ્યો, ‘અન્યોની સહાય કરનાર હમેશા ખુશ રહે છે’, એ વાત દૃઢ વિશ્વાસ સાથે, ગુજરાતના આજુબાજુના ગરીબ પરીવારોને મદદ અને ટેકો પૂરો પાડવા સુરત જીલ્લાના માંડવી અને મંગ્રોલના તાલુકો તેમજ અંકલેશ્વરની આસપાસ અને ઇલાવ, સુરાલી, ઝાંખવવ વગેરે જેવા ગુજરાતના આંતરિક ભાગોમાં પહોંચ્યા.

આ પરંપરા 30 વર્ષથી ચાલી રહી છે, આ વર્ષે પણ, યંગ રથેસ્તારોએ  ત્રણ વ્યાપક ગ્રામીણ પ્રવાસોનું આયોજન કર્યું હતું, જે આ પરિવારમાં પહોંચવા માટે કુલ છ દિવસ સુધી ચાલ્યું. આંતરિક ગુજરાતના અંકલેશ્વર અને ભરૂચના કાવિના અને દલાલ કુટુંબોથી સ્થાનિક ટેકો લેવાયો; અસ્પી તાંતરા (ગણદેવી), હોશંગ હવેવાલા (નારગોલ) અને પોરસ સિનોર (પૂણે). ગુજરાત અને પુણે ગ્રામીણ પ્રવાસો 12 અને 13મી જાન્યુઆરી, 2019 ના રોજ ગણદેવી અને નારગોલ સુધી, 21 થી 23મી ફેબ્રુઆરી, 2019ના રોજ  ગુજરાતના અન્ય આંતરિક ગામોમાં; અને 10મી માર્ચ, 2019 ના રોજ પુણે સુધી.

અનાજ, ટોયલેટરીઝ, લિનન, ઘર વપરાશની વસ્તુઓ, આવશ્યક ચીજોનું વિતરણ, છ મહિના સુધી ચાલી શકે તેટલા પૂરતા જથ્થામાં વહેંચવામાં આવ્યું હતું. દર વરસે બોમ્બે પારસી પંચાયત ફ્રીમાં ઉન વહેંચે છે જેનાથી સ્ત્રીઓ કસ્તી બનાવી પોતાનું ગુજરાન કરી શકે છે સાથે બધાને સદરા અને પાયજામા પણ વહેંચવામાં આવે છે. આભાર માનવા આપવામાં આવેલું સ્મિત કઠણ મુસાફરીને પણ મુલ્યની બનાવે છે.

તમારા ચેક ‘યંગ રથેસ્તાર્સ’ પ્રેસીડન્ટ, મીસીસ અરનવાઝ જાલ મીસ્ત્રીને 803એ, મીસ્ત્રી મેનોર, ડો. આંબેડકર રોડ, દાદર (ઈસ્ટ), મુંબઈ 14 પર મોકલો. વધુ વિગત માટે કોલ 9821009289 અથવા કોન્ટેકટર વાઈસ પ્રેસીડન્ટ, શાહરૂખ એન. ધલ્લા 9820148164 પર કરો.

Leave a Reply

*