Your Moonsign Janam Rashi This Week –
02 March, 2019 – 08 March, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

શુક્રની દિનદશા ચાલુ હોવાથી જે પણ કામ કરશો ત્યાં કદર થશે. લેતી-દેતીના કામ સમય પર પૂરા કરી શકશો. ધારેલી જગ્યાએથી ધન મેળવી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ગામ-પરગામ જવાનો ચાન્સ મળશે. મનગમતી વ્યકિતને મળી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 2, 5, 6, 7 છે.

Venus’ rule earns you respect in all endeavors you apply yourself to. All areas related to giving or receiving any pending dues will be resolved. You will be able to realise income from potential sources. Good week financially. You will get a chance to travel overseas. You will meet the person of your choice. Pray to ’Behram Yazad’ every day.

Lucky Dates: 2, 5, 6, 7


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

બે દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. બે દિવસમાં કોઈ સાથે વધારે માથાકુટમાં પડતા નહીં. 4થી માર્ચથી તમારી રાશિના માલીક શુક્રની દિનદશા તમારા દરેક દુ:ખને ભુલાવી 70 દિવસ માટે ભરપુર સુખ આપશે. જે ધન ગુમાવેલું હશે તે પાછું મેળવશો. કામ કરવામાં કંટાળો નહીં આવે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.

With two more days under Rahu’s rule, you are advised to avoid arguments till then. From 4th March, Venus’ rule takes over, helping you to forget your troubles and bringing lots of happiness over the next 70 days. You will be able to retrieve even your lost wealth. You will be active. Daily, pray the ‘Maha Bakhtar Nyaish’.

Lucky Dates: 5, 6, 7, 8


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

રાહુની દિનદશા ચાલુ થયેલી છે તેથી 3જી એપ્રિલ સુધી તમે તમારા કામો સારી રીતે પૂરા નહીં કરી શકો. સીધાકામ પણ ઉલટા થઈ જશે. મિત્રો દુશ્મન બનશે. જેના પર વિશ્ર્વાસ હશે તે દગો કરશે. ખાવાપીવામાં બેદરકાર રહેશો તો તબિયત ખરાબ થવાના ચાન્સ છે. મગજને સ્થિર નહીં રાખી શકો. દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 3, 4, 7, 8 છે.

Rahu’s rule till 3rd April could pose obstacles in the smooth completion of your work. Even simple work could seem difficult to execute. You could feel alienated by your friends and trusted ones. Irresponsible eating habits could cause ill health. Mentally, you could feel restless and unstable. Pray the ‘Maha Bakhtar Nyaish’ every day.

Lucky Dates: 3, 4, 7, 8


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી બીજાની ભલાઈના કામો થઈ જશે. ઘરનું વાતાવરણ સારૂ રહેશે. ઘરવાળા તમારાથી ખુશ રહેશે. નાણાકીય મુસીબતને દૂર કરવા સરળ ઉપાય મળી જશે. અંગત વ્યક્તિની નારાજગી દૂર કરવા ઘરવાળાનો સાથ મળી જશે. કામકાજમાં સારા સારી રહેશે. ધર્મના સ્થળે જવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 2, 3, 4, 8 છે.

Jupiter rule makes you helpful to others. Your family will be supportive and pleased with you. You will be able to resolve financial difficulties comfortably. Your family will help clearing any issues with your beloved. You will be successful. You could go on a pilgrimage. Pray the ‘Sarosh Yasht’ every day.

Lucky Dates:  2, 3, 4, 8


LEO | સિંહ: મ.ટ.

05Leo

લાંબો સમય ચાલે તેવા ગુરૂની દિનદશા ચાલુ થયેલી છે. તમને દરેક બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. રોજના કામ સારી રીતે પૂરા કરી શકશો. બગડેલી તબિયતમાં સુધારો આવશે. વડીલવર્ગની સેવા કરી શકશો. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. ઘરમાં મહેમાનની અવરજવર વધી જશે  નવા મહેમાન આવવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 4, 5, 6, 7 છે. 

Under Jupiter’s lengthy rule, you will receive divine assistance to help you. Daily chores will be timely completed. Your health will improve. You will help the elderly. A loved one will come back to you. You could expect relatives to visit you as also a new relatives to drop by. Pray ‘Sarosh Yasht’ every day.

Lucky Dates: 4, 5, 6, 7


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

શનિની દિનદશા ચાલુ હોવાથી નાની બાબતમાં ઈરીટેટ થશો. કોઈનો ગુસ્સો કોઈ બીજા પર કાઢશો. સાંધાના દુ:ખાવાથી પરેશાન થશો. તબિયતની ખાસ સંભાળ રાખજો. જયાં કામ કરતા હશો ત્યાં ઉપરીવર્ગ તમને પરેશાન કરશે. ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 2, 3, 5, 8 છે.

Saturn rule could cause you to feel irritated in even trivial matters. You could end up pouring your anger on those who are not at fault. You could suffer from joint pain.  Take care of your health. Seniors could pose issues at your work place. Pray ‘Moti Haptan Yasht’ every day.

Lucky Dates: 2, 3, 5, 8


LIBRA | તુલા: ર.ત.

07Libra

બુધ્ધિના દાતા બુધ જેવા ગ્રહની દિનદશામાં 15 દિવસ પસાર કરવાના બાકી છે. લેતી-દેતીના કામો પહેલા પૂરા કરજો. જેને પૈસા આપવાના હોય તેને પહેલા આપી દેજો નહીં તો 23મી પછી તે વ્યક્તિ તમને પરેશાન કરશે. કરકસર કરી ધન બચાવી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.

With fifteen days more under Mercury’s rule, try to retrieve all your pending dues first. Also, pay off all your creditors before the 23rd to ensure that you are not troubled by them. Save and invest your money. Pray ‘Meher Nyaish’ every day

Lucky Dates: 4, 5, 6, 7


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

બુધની દિનદશા ચાલુ હોવાથી કોઈપણ ડીસીઝન વિચારીને લેજો. ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. મિત્રો તરફથી ફાયદાની વાત જાણવા મળશે. નવા કામ કરવામાં સફળતા મળશે. જે પણ કામ કરશો તેમાં ફાયદો થશે. બીજાના મદદગાર થશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 2, 3, 6, 8 છે.

Mercury’ rule advises you to make decisions carefully. You will be able to invest. Your friends will share beneficial information which will bring you gains. New ventures will prove successful. You will be at an advantage in your endeavors. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 2, 3, 6, 8


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

21મી માર્ચ સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમે ચીડીયા સ્વભાવના થઈ જશો. નાની બાબતમાં તમે ગુસ્સામાં આવી જશો. ઘરમાં ભાઈ બહેન સાથે મતભેદ પડતા વાર નહીં લાગે. ગામ-પરગામ જવાનો પ્રોગામ બનાવતા નહીં.  કોઈપણ પ્લાન બનાવશો નહીં. ખર્ચનું પ્રમાણ વધી જશે. મંગળને શાંત ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.

With the Moon’s ongoing rule till 21st March, you will be easily irritable. You could end up feeling angry about trivial matters. Quarrels between siblings could take place. Avoid making any travel plans or any new plans. Expenses could increase.  Pray ‘Tir Yasht’ every day.

Lucky Dates: 4, 5, 6, 7


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

23મી માર્ચ સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી બધા કામમાં સમજી વિચારીને આગળ વધશો. નાની મુસાફરીનો ચાન્સ મળી શકશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી તેમના મદદગાર બની જશો. રોજના કામ સમયપર પૂરા કરી શકશો. ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. 101નામ ભણી લીધા પછી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 2, 5, 6, 7 છે.

The ongoing Moons rule till 23rd March, nudges you to be careful in your work. Travel is indicated. You will help a family member by catering to their wants. You will be able to complete your daily chores in time. Investments could be made. After praying 101 names, pray the 34th name ‘Ya Beshtarna’, 101 times.

Lucky Dates: 2, 5, 6, 7


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

આજ અને કાલનો દિવસ જ સુર્યની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. તેથી બે દિવસ કોઈ વ્યક્તિ સાથે બોલાચાલીમાં પડતા નહીં. આંખની બળતરાથી પરેશાન થશો. 4થી માર્ચથી ચંદ્રની દિનદશા શરૂ થતા તમારા મગજને શાંત બનાવી દેશે. અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. આજ અને કાલે ‘યા રયોમંદ’ 101વાર ભણજો. 4થી માર્ચથી ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 3, 4, 6, 8 છે.

With two more days to go under the Sun’s rule, try to avoid getting into any arguments. Your eyes could pose an issue. From 4th March, the Moon’s rule showers you with peace and calm. You can restart all your discontinued works. For today and tomorrow pray ‘Ya Rayomand’ 101 time and from 4th March, pray ‘Ya BEshtarna’ 101 trimes.

Lucky Dates: 3, 4, 6, 8


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

14મી માર્ચ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમે તમારા મોજશોખ પર કાબુ નહીં રાખી શકો. શુક્રની કૃપાથી ખર્ચનું પ્રમાણ વધી જવા છતાં પણ મુશ્કેલીમાં નહીં આવો. ઓપોજીટ સેકસનું અટ્રેકશન વધી જશે. પ્રેમી-પ્રેમિકામાં પ્રેમની ભાવના વધી જશે. બીજાને સમજાવી શકશો. ચાલુ કામમાં ફાયદા મળતા રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 2, 5, 6, 7 છે.

Venus’ rule till 14th March makes it impossible for you to resist any entertainment and fun activities. Though you will indulge in more expenses, it will not burden you financially. You attraction for the opposite gender will increase. There will be greater affection between partners and added level of understand each other. You will make profits in your ongoing work. Pray daily to ‘Behram Yazad’.

Lucky Dates: 2, 5, 6, 7

Leave a Reply

*