Your Moonsign Janam Rashi This Week –
09 March, 2019 – 15 March, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી હાલમાં જે પણ કામ કરશો તેમાં સફળ થશો. ગુમાવેલી વસ્તુ કે પ્રેમ પાછો મેળવી શકશો. મનગમતી વ્યક્તિ મળશે. જ્યાં પણ કામ કરતા હશો ત્યાંના લોકોનો સાથ મળવાથી કોન્ફિડન્સ વધી જશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ખર્ચ પર કાબુ મેળવવા મહેનત કરવી પડશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 10, 11, 14, 15 છે.

With Venus’ ongoing rule, you will succeed in all your endeavors. You will be able to retrieve lost articles or even your lost love. You will meet a favourite person. At work, the support of your colleagues will bring a rise in your confidence levels. Financially a good week. Try to keep a check on your expenses. You could make household purchases. Pray to ’Behram Yazad’ every day.

Lucky Dates: 10, 11, 14, 15


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને શુક્રની દિનદશા ઘણો લાંબો સમય ચાલશે. તમારા મોજશોખ ખૂબ વધી જશે. શુક્રની કૃપાથી ગામ પરગામ જવાના ચાન્સ મળશે. ઘરવાળાની નારાજગી દૂર કરી ઘરના વાતાવરણને સારૂં બનાવશો. મનપસંદ જીવનસાથી મળવાના ચાન્સ છે. આજથી ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 9, 12, 13, 15 છે.

Venus’ extended rule nudges you towards indulging in ample enjoyment and entertainment! Travel opportunities will abound. By winning over any upset family members, you will improve your home environment. This period could make you meet your soul mate.  Pray to ’Behram Yazad’ every day.

Lucky Dates: 9, 12, 13, 15


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

3જી એપ્રિલ સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાથમાં આવેલું પણ તમે ગુમાવી દેશો. તમારૂં મન સાફ હોવા છતાં બીજાઓ તમને મતલબી સમજશે. ખર્ચ પર કાબુ નહીં રાખી શકો. ધણી-ધણીયાણીમાં મતભેદ વધી જશે. ઘરમાં શાંતિ નહીં રહે. બહારના લોકો પણ તમને નીચા પાડશે. કોઈ પણ બાબતમાં તમારૂં મન નહીં લાગે. રાહુનું નિવારણ કરવા માટે ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 10, 11, 14, 15 છે.

With Rahu’s rule till the 3rd, you could feel an overwhelming sense of loss. Despite your clear conscience, you could be mistaken for being selfish. Expenses could get out of hand. Disharmony between spouses could take place and peace at home could suffer. You could lose out on being recognized for your work. Fault-finding outsiders could result in your embarrassment. You could feel ongoing restlessness. Pray the ‘Maha Bakhtar Nyaish’ every day.

Lucky Dates: 10, 11, 14, 15


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

23મી માર્ચ સુધી ગુરૂની દિનદશા  ચાલશે તેથી તમારા સ્વભાવમાં ખૂબ ચેન્જીસ આવશે. તમે તમારા કામ શાંતિથી પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. જ્યાં કામ કરતા હશો ત્યાંનો ઉપરી વર્ગ તમને મદદ કરી તમારા કામને સરળ બનાવશે. તબિયતમાં સુધારો થતો રહેશે. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.

With Jupiter ruling you till 23rd March, you will experience behavioral changes. You will be able to complete all your work smoothly. You will receive anonymous financial help. At work, you will honour your deadlines, with help from your seniors. Health will continue improving gradually. Pray the ‘Sarosh Yasht’ every day.

Lucky Dates:  10, 11, 12, 13


LEO | સિંહ: મ.ટ.

05Leo

21મી એપ્રિલ સુધી ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલશે. તમારી ફેમિલીમાં આવેલી મુશ્કેલી દૂર કરવામાં સફળ થશો. ઘરમાં સારા પ્રસંગો આવવાના ચાન્સ છે. ગામ-પરગામથી સારા સમાચાર મેળવશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. અધુરા કામ પૂરા કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 9, 10, 14, 15 છે.

With Jupiter’s ongoing rule till 21st April, you will be successful in resolving your family issues. There will be occasion for celebration at home. You will receive good news from home as well as from abroad. Financially, it will be a good week. You will be able to finish any incomplete tasks. Pray ‘Sarosh Yasht’ every day.

Lucky Dates: 9, 10, 14, 15


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

23મી માર્ચ સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમારા રોજના કામમાં આળસ આવશે. શનિને કારણે તબિયતમાં સારા સારી નહીં રહે. દરેક બાબતમાં નેગેટિવ વિચાર આવશે. નાણાકીય બાબતમાં સારા સારી નહીં રહે તેથી વધુ પરેશાન રહેશો. ઘરવાળાનો સાથ નહીં મળવાથી મનની વાત કોઈને નહીં કરી શકો. બંદગીમાં વધુ સમય પસાર કરજો. શનિનું નિવારણ કરવા માગતા હો તો ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 11, 12, 13, 15

Saturn’s rule till 23rd March induces laziness in performing your daily activities. Health could go down. You could feel an ongoing sense of negativity. You could get stressed as this week could bring in financial instability. Due to the lack of family members’ support, you are not able to confide your troubles with anyone. You will be driven towards prayers. To placate Saturn, pray ‘Moti Haptan Yasht’ every day.

Lucky Dates: 11, 12, 13, 15


LIBRA | તુલા: ર.ત.

07Libra

18મી માર્ચ સુધી બુધની દિનદશા ચાલશે તેથી આપેલા પ્રોમીસ પૂરા કરજો. રોજની જગ્યાએ કામ કરનારનો સાથ આપી તેનું દિલ જીતી લેશો. ઈનવેસ્ટમેન્ટ કરવાનું ભુલશો નહીં ખરાબ દિવસોમાં કામ આવશે. ઉતરતી બુધની દિનદશા તમને ફાયદો અપાવીને જશે. સારી વાણી વાપરી બીજાઓના દિલ જીતી લેશો. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 9, 10, 12, 14 છે.

Mercury’s rule till 18th March calls for you to deliver on all the promises you have made. You will win over your colleagues with your support. You are advised to make investments as these will help you in your time of need. Financial gain is indicated in this week. Your sweet words will win over the hearts of people. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 9, 10, 12, 14

 


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

23મી એપ્રિલ સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારા કરેલ કામમાં જે પણ ફાયદો મળે તે લઈ ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો.  નવા મિત્રો બનાવી શકશો. જે તમારી વિરૂધ્ધ કામ કરશે તેને તમે પ્રેમથી દૂર કરી શકશો. તમારા ફાયદાના કામમાં તમારી નજર પહેલા જશે. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

Mercury’s rule till 23rd April suggests that you invest your financial gains. You will be able to make new friends. You will be able to win over even those who speak ill of you, with your love. You will be able to find work which will prove beneficial for you. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 12, 13, 14, 15


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

21મી માર્ચ સુધી મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલશે તેથી નાની બાબતમાં તમે ગરમ થઈ જશો. ધ્યાન નહીં આપો તો નાનું એકિસડન્ટ થવાના ચાન્સ છે વાહન સંભાળીને ચલાવજો. સીધા ચાલતા હશો તો પાછળથી કોઈ ધકકો મારીને જશે તેવા ગ્રહ છે. સામેવાળી વ્યક્તિ તમારી વાત પર વિશ્ર્વાસ નહીં કરે. મંગળને શાંત કરવા ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 9, 10, 11, 13 છે.

Mercury’s rule upto 21st March causes you to flare up over even petty matters. Please maintain caution while driving or riding your vehicle, else you could encounter a minor accident. The stars foretell of you getting into trouble despite being faultless. People will not trust you at face value. To placate Mars, definitely pray ‘Tir Yasht’.

Lucky Dates: 9, 10, 11, 13


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પૂરી થઈ જશે. તમારા કામમાં સફળતા મળશે. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. 23મી સુધી ઘરવાળાને આનંદમાં રાખી શકશો. તેથી તમે પણ ખુશ રહેશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ભુલ્યા વગર 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

The Moon’s rule helps you in fulfilling your positive desires. You will be successful at work. Domestic and global travel is indicated. Try to keep your family happy, especially till the 23rd, as this will bring you happiness too. Finances look stable. Pray the 34th name, ‘Yas Beshtarna’, 101 times.

Lucky Dates: 12, 13, 14, 15


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને લાંબા સમય માટે ચંદ્રની દિનદશા ચાલુ થયેલી છે. બગડેલા કામને 23મી એપ્રિલ સુધી સુધારી લેશો. જયાં કામ કરતા હશો ત્યાં સાથે કામ કરનારનો સાથ મળી જશે. કોઈ વ્યક્તિ તમારાથી નારાજ થયેલ હશે તેને મનાવી શકશો. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. તબિયતમાં સારા સારી કરવા માટે 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 9, 10, 11, 15 છે.

The extended rule of the Moon helps you correct any bungled or mismanaged work, by 23rd April. Your colleagues will be supportive. You will be able to win back the friendship of those upset with you. Home environment will be calm and peaceful. To keep your health going good, pray 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 9, 10, 11, 15


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

છેલ્લા પાંચ દિવસ જ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઓપોઝીટ સેકસને આપેલા પ્રોમીસ પહેલા પૂરા કરી લેજો. ઘરમાં જે વસ્તુ જોઈતી હોય તેને 14મી પહેલા લઈ લેજો. 14મીથી સુર્યની દિનદશા તમારા માથાના બોજાને વધારી દેશે. માથાના દુ:ખાવાથી પરેશાન થશો. ધણી-ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ થશે. પાંચ દિવસ શાંતિથી પસાર કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 9, 11, 12 13 છે.

With 5 days left under Venus’ rule, try to deliver on all the promises made to the opposite gender. All purchases for home should be made before the 14th. Post 14th, you will be ruled by the Sun, which increases your stress levels. You could get headaches. Spouses could quarrel over financial matters. Live out the next five days in peace. Pray daily to ‘Behram Yazad’.

Lucky Dates: 9, 11, 12 13

Leave a Reply

*