Your Moonsign Janam Rashi This Week –
30 March, 2019 – 05 April, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઓપોજીટ સેકસની તરફથી ફાયદો થઈ જશે. પૈસાની તંગી દૂર કરી શકશો. 16મી એપ્રિલ સુધી તમારા ડરને તમારી પાસે આવવા નહીં દો. તમારી જે પણ મુશ્કેલીઓ હશે તેને દૂર કરવામાં મદદ મળી રહેશે. ઘરમાં મનગમતી ચીજવસ્તુ લઈ શકશો. ચાલુ કામમાં વધુ સફળ થવા માટે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભરજો.

શુકનવંતી તા. 30, 31, 2, 3 છે.

Venus’ ongoing rule will prove beneficial with the opposite gender. You will recover from any financial shortfalls. Stay strong till 13th April, and do not let your fear hamper you. All your issues will be resolved. You will be able to purchase favourite household items. For success in your day to day activities, pray the 34th name ‘Ya Bestarna’ 101 times every day.

Lucky Dates: 30, 31, 2, 3


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

14મી મે સુધી શુક્ર તમને દરેક બાબતમાં સુખ આપીને રહેશે. ઓપોઝીટ સેકસ તરફથી માન સન્માન મળતું રહેશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. બીજાના મદદગાર થઈ તેમની ભલી દુવા મેળવી લેશો. મનગમતી વ્યક્તિને શુક્રવાર મલજો. કોઈપણ કામ બુધવાર-શુક્રવાર શરૂ કરશો તો ફત્તેહ મળશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નીકળી જશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 1, 4, 5, 6 છે.

Under Venus’ rule till 14th May, you will find happiness in all that you do. The opposite gender will show you respect. You will make new friends. Helping others will win you blessings. On Friday, take the time to meet the people you really like. For success, begin your initiatives on Wednesday or Friday. Financial difficulties will be resolved. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 1, 4, 5, 6


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમારે પહેલા 4 દિવસ જ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. બને તો આખા અઠવાડિયામાં કોઈને પ્રોમીસ આપતા નહીંરાહુની દિનદશા તબિયતમાં બગાડો કરશે તેથી ખાવાપીવા પર ધ્યાન આપજો. 3જી એપ્રિલ પછી નવા કામ કરવા માટે સારો સમય શરૂ થશે. મનની શાંતિ મેળવવા માટે દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 30, 3, 4, 5 છે.

With 4 days remaining under Rahu’s rule, avoid making any promises. Rahu’s descending influence could affect your health, so be attentive of your diet and eating habits. Post 3rd April marks a favourable time to start new ventures. For peace of mind, pray ‘Mahabkhtar Nyaish’ every day.

Lucky Dates: 30, 3, 4, 5


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા રોજના કામ પર સરખી રીતે પૂરા નહીં કરી શકો. નાણાકીય બાબતમાં સારા સારી નહીં રહે. આવક કરતા જાવક વધી જવાથી મનની ચિંતા વધી જશે. રાહુ તમારી તબિયત ખરાબ કરવા આગળ પડતો ભાગ ભજવશે. રાહુને કારણે નોકરીમાં પણ પરેશાન થશો. દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 30, 31, 1, 2 છે.

Rahu’s rule will pose impediments in completing your daily chores in time. Financially, things could be strained this week. Spending more than you earn will make you feel restless. Rahu could cause health issues and also bring trouble at your work-place. Pray ‘Mahabkhtar Nyaish’ every day.

Lucky Dates:  30, 31, 1, 2


LEO | સિંહ: મ.ટ.

05Leo

હાલમાં ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમને દરેક જગ્યાએથી માન મળશે. નાણાકીય બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળતી રહેશે. ગુરૂની કૃપાથી ધર્મ કે ચેરીટીના કામ કરવાથી મનનો આનંદ વધી જશે. તમારી તબિયતમાં બગાડો હશે તો તેમાં સુધારો આવતો જશે. ચાલુ કામમાં સફળ થવા માંગતા હો તો ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.

Jupiter’s ongoing rule brings in respect flowing in from all areas. You will receive anonymous financial support. Jupiter’s blessings bring you peace of mind by indulging in religious or charitable activities. Those will ill health will find improvement. Pray ‘Sarosh Yasht’ every day.

Lucky Dates: 2, 3, 4, 5


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા રોજ બરોજના કામ કરવામાં મુશ્કેલી નહીં આવે. ગુરૂની કૃપાથી બીજાના મદદગાર થઈ તેની ભલી દુવા મેળવી લેશો. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. તમારી જરૂરિયાત પ્રમાણે ધન મેળવવા વધુ મહેનત કરી શકશો. નવા કામમાં સફળતા મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 30, 31, 2, 4 છે.

Jupiter’s ongoing rule till 22nd May makes your day to day activities flow smoothly. Helping others will earn you blessings. Financial stability is indicated. In keeping with your requirements, you will be able to work harder to gain more wealth. New ventures will be successful. Pray ‘Sarosh Yasht’ every day.

Lucky Dates: 30, 31, 2, 4


LIBRA | તુલા: ર.ત.

07Libra

શનિની દિનદશા ચાલુ હોવાથી નાનામાં નાના કામમાં અટવાઈ જશો. તમારા કામમાં ભુલ શોધી સામેની વ્યક્તિ તમને ઈમોશનલ બનાવી દેશે. તમારા ઘરવાળાની તબિયતમાં અચાનક બગાડો થવાની શકયતા છે. સાંધાના કે માથાના દુ:ખાવાથી પરેશાન થશે. શનિને શાંત કરવા દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 31, 1, 2, 3 છે.

Saturn’s influence could make you feel lost in even the simplest areas of work. You could get emotional with people who are critical of your work. Health of family members could deteriorate. You could suffer from joint pains and headaches. Pray ‘Moti Haptan Yasht’ every day.

Lucky Dates: 31, 1, 2, 3

 


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કામમાં આનંદ મેળવી શકશો. સાંભળશો બીજાનું પરંતુ કરશો તમારા મનનું. પોતાના કામ વીજળીવેગે પૂરા કરી શકશો. મિત્રો તરફથી મદદ મળી જશે. બચત કરીને ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. મનગમતી વ્યક્તિને મળી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 30, 31, 4, 5 છે.

Mercury’s rule brings you joy in your daily chores. You will listen to others but do what you decide. You will be able to complete your work with lightning speed. Friends will prove to be helpful. You will be able to make investments by saving up. You will meet people of your choice. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 30, 31, 4, 5


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

18મી મે સુધી મુધની દિનદશા ચાલશે. તમારા કામમાં સફળતા મળો. બચત કરી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. મિત્રો તરફથી ફાયદો થશે. જે પણ પ્લાન કરશો તેમાં ફાયદાનો પહેલા વિચાર કરશો. બુધની કૃપાથી મનને આનંદ મળે તેવા સમચાર મળશે. નાણાકીય ફાયદા થતા રહેશે. ભુલ્યા વગર દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 30, 1, 2, 3 છે.

You will find success at the workplace thanks to Mercury’s rule till 18th May. Your savings will enable you to make investments. Friends will prove beneficial. All plans will bring you benefits. Mercury blesses you with good news. You will make financial gain. Pray Sarosh Yasht’ every day.

Lucky Dates: 30, 1, 2, 3


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

21મી એપ્રિલ સુધી મંગળની દિનદશા ચાલો. તેથી તમારા મગજ પરનો કંટઓલ ગુમાવતા વાર નહીં લાગે. નાની બાબતમાં પરેશાન થાો. પ્રેશરની બીમારી હોય તો દવા લેવાનું ભુલશો નહીં. ભાઈ-બહેન સાથે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. તમારા કામમાં સફળતા નહીં મળે. ઉધાર નાણા આપશો. નહીં. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 31, 2, 4, 5 છે.

Mars rule till 21st April could get you short tempered. Minor issues could stress you out. If you suffer from blood pressure or related health concerns, ensure to take the right medication regularly. Siblings could fight over small matters. Succeeding at work might prove to be a struggle. Pray ‘Tir Yasht’ every day.

Lucky Dates: 31, 2, 4, 5


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

23મી એપ્રિલ સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તેથી ઘરવાળાને આનંદમાં રાખવા બે દિવસ ગામ-પરગામ જવાનો કાર્યક્રમ બનાવી શકશો. કામ સારી રીતે કરી શકશો. ચાલુ કામ પર વધુ ધ્યાન આપજો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. મિત્રો સાથે સારો સમય પસાર કરી શકશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 30, 31, 1, 2 છે.

The Moon’s rule till 23rd April nudges you towards making travel plans and keeping your family members happy. Be careful in your everyday work. This is good week financially. You will spend quality time with friends. Pray the 34th name ‘Ya Besterna’ 101 time every day.

Lucky Dates: 30, 31, 1, 2


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

6ઠ્ઠી એપ્રિલ સુધી સુરજ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલશે તેથી સરકારી કામમાં સફળતા નહીં મળે. કોર્ટના કામો કરતા નહીં. કોઈપણ વ્યક્તિની જવાબદારી માતા પર લેતા નહીં. સુર્યને કારણે વડીલવર્ગની તબિયત ખરાબ થશે. માથાના દુખાવાથી પરેશાન થાો. ધણીધણીયાણીમાં મતભેદ થતા વાર નહીં લાગે. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.

The Sun’s rule till 6th April suggests that you to not undertake any government-related work or any legal work. Avoid undertaking anyone else’s responsibility upon yourself. Elders could fall ill. You could suffer from headaches. Differences between spouses is indicated. Pray the 96th name ‘Ya Bestarna’ 101 times every day.

Lucky Dates: 1, 2, 3, 4

 

Leave a Reply

*