ઝેડટીએફઆઈ નવરોઝ સ્પેશિયલ ‘ફીડ-એ-ફેમીલી’ કાર્યક્રમની ઉજવણી કરી

9મી માર્ચ, 2019ને દિને કામા બાગમાં ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડસ ઓફ ઈન્ડિયા (ઝેડટીએફઆઈ)એ નવરોઝ સ્પેશિયલ ‘ફીડ-એ-ફેમીલી’ કાર્યક્રમની રજૂઆત કરી. તે એક આનંદદાયક સાંજ હતી જેમાં અસંખ્ય રમતો રમાઈ હતી તથા તે સાંજ મનોરંજનથી ભરપુર હતી વિજેતાઓને ભેટો આપી ચારો તરફ આનંદનું વાતાવરણ હતું. અને તે યોગ્ય છે કેમ કે નવરોઝ એ આનંદ ફેલાવવાનો મોસમ છે.
યાસ્મીન મીસ્ત્રીએ નવરોઝના ઉત્સવની આગેવાની લીધી હતી તેમણે હાઉઝી તથા સ્પોટ ગેમ્સ જેવી રમતો રમાડી હતી અને ‘મેક માઈ વીશ’ ગેમના લકી ડ્રો ના વિજેતાઓને ઘોષિત કરતા ઘણોજ આનંદ અનુભવ્યો હતો. બધા લાભાર્થીઓને ઝેડટીએફઆઈનો આનંદદાયક સ્પર્શ થયો હતો.
ફીડ-એ-ફેમિલી પ્રોગ્રામ દ્વારા, તેઓને અનાજ અને અસંખ્ય અન્ય ઉપયોગિ વસ્તુઓ આપવામાં આવતી હતી અને ત્યારબાદ સાંજનો સ્વાદિષ્ટ નાસ્તો પીરસાયો હતો. નવરોઝ સ્પેશિયલનો કાર્યક્રમ કેક કાપી વધુ આનંદ દાયક બન્યો હતો. ઝેડટીએફઆઈ તેમના સતત સહાય અને ટેકો આપનાર કામા બાગના ટ્રસ્ટી અને મદદગારોનો આભાર માને છે.

Leave a Reply

*