Your Moonsign Janam Rashi This Week –
20 April, 2019 – 26 April, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

4થી મે સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી તમે માથાના દુખાવાથી કે આંખની બળતરાથી પરેશાન થશો. સરકારી કામમાં સફળતા નહીં મળે. બપોરના સમયે માથાનો બોજો વધી જશે. ખોટી વ્યક્તિ તમને પરેશાન કરી મૂકશે. વડીલવર્ગની તબિયતની ચિંતા અચાનક આવી જશે. મોઢા સુધી આવેલું કામ લંબાઈ જશે. મનને શાંત રાખવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 20, 23, 24, 26 છે.

With the Sun ruling you till 4th May, you could be troubled with headaches and eyes sores. Afternoons could feel stressful. You could get into trouble due to a wicked person. The health of your elders will suddenly be of great concern to you. That which was coming to you easy could be taken away. Pray the 96th name ‘Ya Rayomand’, 101 times every day.

Lucky Dates: 20, 23, 24, 26


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

14મી મે સુધી તમારી રાશિના માલીક શુક્રની દિનદશા ચાલશે તેથી કસર કરશો ત્યાં ડબલ ખર્ચ થશે પરંતુ નાણાકીય મુશ્કેલી નહીં આવે. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. પ્રેમી કે પ્રેમીકાને મનની વાત કહી શકશો. કામમાં મુશ્કેલી નહીં આવે જવાબદારીના કામ સારી રીતે કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 21, 22, 25, 26 છે.

Venus’s ongoing rule till 14th May will have you splurge even when you’re trying to save! But there will be no financial constraints. Love between spouses will increase. You will be able to open yourself with your love interest. Work will go smoothly. You will be able successful in completing all work-related responsibilities. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 21, 22, 25, 26


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

14મી જૂન સુધી શુક્ર જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ વધી જશે. ખર્ચ કરવાનું પ્રમાણ વધી જશે. ગામ-પરગામ જવામાં ધારશો તેના કરતા વધુ ખર્ચ થશે. ઓપોઝીટ સેકસ સાથે થયેલા મતભેદ દૂર કરી શકશો. ઘરમાં નાનું રીનોવેશન કરાવી શકશો. તમારૂં કામ ધ્યાન આપી પૂરૂં કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 20, 23, 24, 25 છે.

Venus’rule till 14th June brings in fun and enjoyment. You could end up indulging in expenses, especially on travel, much more than you expected. You will be able to sort your differences with the opposite gender. Minor renovations at home are indicated. Being attentive will enable you to complete your work on time. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 20, 23, 24, 25


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

4થી મે સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારા સીધા કામ ઉલટા થઈ જશે. આજુબાજુ વાળા કે સાથે કામ કરનાર પરેશાન કરી મૂકશે. ખાવાપીવામાં ધ્યાન નહીં આપો તો પેટની માંદગીથી પરેશાન થશો. ધનનો ખર્ચ વધી જશે. રાહુ તમને નેગેટીવ વિચારવાળા બનાવી દેશે. બધી બાબતમાં ખોટો વિચાર કરશો. નવા કામ કરતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 20, 21, 25, 26 છે.

Till 4th May, Rahu’s ongoing rule makes even the seemingly easy tasks feel like a challenge. Your colleagues could prove troublesome to you. Pay attention to your eating habits else you could endure stomach aches. Household expenses could increase. Rahu could lead to you indulging in negative thoughts. You might lose focus at work. Avoid starting new ventures.  Pray ‘Mahbokhtar Nyaish’ every day.

Lucky Dates:  20, 21, 25, 26


LEO | સિંહ: મ.ટ.

05Leo

આજનો દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. ફેમીલી મેમ્બર સાથે દિવસ પસાર કરી તેમના મનને જીતી લેજો. 4થી જૂન સુધી રાહુ તમારી દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તમારા વિચારો અચાનક બદલાઈ જશે. તમારા વિચારો નેગેટીવ બની જશે. બચાવેલા નાણા ખોટી જગ્યાએ ખર્ચ થઈ જશે. કામકાજમાં ભાગદોડ કર્યા પછી પણ ધારેલું રિઝલ્ટ નહીં આવે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 20, 22, 23, 24 છે.

Today marks the last day under Jupiter’s rule. You could over your family members by spending quality time with them. Till 4th June, Rahu could make you feel restless. Your thoughts might suddenly change and you could get negative. You could end up spending your savings on unnecessary expenses. Despite working hard, you might not be able to yield good results. Pray ‘Mahbokhtar Nyaish’ every day.

Lucky Dates: 20, 22, 23, 24


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 22મી મે સુધી તમારા કામમાં નાનું પ્રમોશન મલવાના ચાન્સ છે. જે પણ કમાતા હશો તેમાંથી ઈનેવસ્ટમેન્ટ કરવાનું ભુલતા નહીં. વધુ નાણા કમાવા માટે એકસ્ટ્રા કામ કરી શકશો. સગાઓ કે મિત્ર તરફથી જોઈતી મદદ મળી જશે. નાણાકીય બાબતમાં સારા સારી થશે. તંદુરસ્તીમાં સારા સારી રહેશે. અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.

Jupiter’s rule till 22nd May indicates a minor promotion at work. Ensure you make investments from your earnings. To greater earning, you will be able to work more. Relatives and friends will prove helpful. It will be a good week financially. Health will improve. Any venture or project, which had been on hold for a while, will restart and pick up pace again. Pray’ Sarosh Yasht’ every day.

Lucky Dates: 20, 21, 22, 23


LIBRA | તુલા: ર.ત.

07Libra

પહેલા ત્રણ દિવસ શાંતિમાં પસાર કરી લેજો. ઉતરતી શનિની દિનદશા નાની ભૂલને મોટી બનાવી દેશે. 23મીથી ગુરૂની દિનદશા તમારા સેલ્ફકોન્ફિડન્સને વધારી દેશે. ગુરૂ તમને દરેક કામમાં સફળતા અપાવશે. જૂના રોકાણમાંથી ફાયદો મેળવશો. ધણી-ધણીયાણીમાં મતભેદ ઓછો થશે. જમીનની દલાલી કરવાથી ફાયદો મેળવશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 22, 24, 25, 26 છે.

The first three days will be spent in peace, but after that Saturn’s descending rule will magnify even your minor mistakes to look like blunders. Jupiter’s rule taking over from the 23rd will bring an increase in your confidence levels; as also success in all your endeavors. You will gain from past investments. Your relation with your spouse will improve. You could benefit from the sale of land. Pray ‘Sarosh Yasht’ every day.

Lucky Dates: 22, 24, 25, 26


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

24મી મે સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમારા કામ સયમ પર નહીં થવાથી બેચેન રહેશો. નાણાકીય બાબતમાં તકલીફ થશે. શનિ શારિરીક તથા માનસિક રીતે પરેશાન કરશે. વાહન ખરીદતા નહીં. જયાં કામ કરતા હશો ત્યાં તમારા કામની કદર નહીં થાય. ધણી-ધણીયાણીમાં નાની બાબતમાં મતેદ પડશે. શનિનું નિવારણ કરવા દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 20, 21, 23, 24 છે.

Saturn’s rule till 24th May makes you restless and you might not be able to meet your work deadlines. It could be a difficult time, financially. Saturn could end up inconveniencing you mentally and physically. Avoid purchasing new vehicles. You might not get the appreciation you deserve at your work place. You could end up squabbling with your spouse over trivial matters. Pray ‘Moti Haptan Yasht’ every day.

Lucky Dates: 20, 21, 23, 24


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

બુધની દિનદશા ચાલુ હોવાથી જ્યાં ફાયદો થતો હશે ત્યાં પહેલા ધ્યાન જશે. કામકાજ વધારવામાં સફળતા મળશે. મિત્રોની મદદથી કામ સહેલા બની જશે. ગામ-પરગામથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. મનગમતી વ્યક્તિને મળી શકશો. થોડી બચત કરી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો.  દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 21, 22 25, 26 છે.

Mercury’s rule helps you seize any avenue that benefits you. You will be able to expand your business. With the help of friends, your work will get simplified. You can expect good news coming your way! You will find a love interest. Ensure to save and make investments. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 21, 22 25, 26


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

આજથી બુધની દિનદશા ચાલુ થયેલી છે. તેથી આવતા 56 દિવસમાં તમારી બગડેલી બાજીને સુધારી દેશો. ઘરમાં થયેલા મતભેદને દૂર કરી શકશો. નાણાકીય સ્થિતિ સુધારવા વધારે મહેનત કરશો. તમારા કામમાં નહીં આવતી ચીજ કે વ્યક્તિ તમે દૂર કરી શકશો. નવા કામ મળી શકશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 20, 21, 23, 24 છે.

With Mercury’s rule beginning today, the next 56 days will bring in improvement in your situation. You will be able to sort out differences at home. You will work hard to improve your finances. You will be able to avoid people or things you are not in need off. You could find new work. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 20, 21, 23, 24


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

પહેલા ત્રણ દિવસ ચંદ્રની દિનદશામાં બાકી છે. અગત્યના કામ 23 પહેલા પૂરા કરી શકશો. ગામ-પરગામ જવાની ભૂલ કરતા નહીં. તમારા સ્વભાવમાં ચેન્જીસ આવી જશે. 23મી થી મંગળ તમને 28 દિવસ પરેશાન કરી મૂકશે. ઘરની વ્યક્તિનો સાથ સહકાર નહીં મળે. મનની શાંતિ નહીં રહે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 20, 21, 24, 25 છે.   

With three days remaining under the Moon’s rule, ensure you complete all your important work by the 23rd. Avoid travel. You will experience behavioral changes within yourself. From the 23rd, Mercury’s rule over the next 28 days, could prove troublesome. Family members might seem unsupportive. You could feel restless. Pray the 34th name ‘Ya Bestarna’ 101 times every day.

Lucky Dates: 20, 21, 24, 25


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી બીજાના સાચા સલાહકાર બની શકશો. મનને શાંતિ મળે તેવા કામ કરી શકશો. આગળ વધવામાં સફળતા મળો. ગામ-પરગામ જવાના પ્લાન બનાવી શકશો. ઓપોઝીટ સેકસ તરફથી ફાયદાની વાત જાણી શકશો. પ્રેમી કે પ્રેમીકા મળવાના ચાન્સ છે. ઘરવાળા સાથે સારા સારી રહેશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 22, 23, 25, 26 છે.

The Moon’s rule facilitates your giving rightful and beneficial advice to people. You will be able to indulge in activities that will bring you mental peace. Travel is on the cards. News from the opposite gender will prove beneficial to you. You could find you love interest. Family ties will improve. Pray the 34th name ‘Ya Bestarna’ 101 times every day.

Lucky Dates: 22, 23, 25, 26

Leave a Reply

*