Your Moonsign Janam Rashi This Week –
06 April, 2019 – 12 April, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

છેલ્લુ અઠવાડિયું શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઓપોઝીટ સેકસની ડિમાન્ડ પહેલા પૂરી કરી લેજો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. 13મીથી સુર્યની દિનદશા શરૂ થતા સરકારી કામમાં મુશ્કેલીઓ આવશે. વડીલવર્ગની તબિયત બગહવાના ચાન્સ છે. ઉતરતી શુક્રની દિનદશા ખર્ચ પર કાબુ નહીં રખાવે. થોડી રકમ બચાવી ઈનવેસ્ટ કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 6, 7, 11, 12 છે.

Under Venus’ rule for the 6th week, indulge the penchants of the opposite gender. It will be a good week, financially. With the Sun taking over from this 13th, you could find difficulties in government related work. Elders could fall ill. Venus’s descending rule could lead to your inability to control expenditures. Save and make investments. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 6, 7, 11, 12


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

14મી મે સુધી  શુક્રની દિનદશા ચાલશે તેથી દરેક બાબતમાં ખુશી મળી જશે. ઘરમાં પણ બધાને આનંદમાં રાખી શકશો. અચાનક ફાયદો થઈ જશે. જ્યાં કામ કરતા હશો ત્યાંથી વધુ નાણા મેળવી શકશો.ઘરવાળા તરફથી માન-ઈજ્જત મળશે. નાની મુસાફરીનો ચાન્સ છે. સારા સમાચાર મળવાના ચાન્સ છે. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.

Venus’s rule till 14th May brings you happiness in all areas of life. Family members will be pleased with you. You will receive surprise benefits and gain greater income from your work place. You will get respect from family members. You will be to make travel plans to close destinations. Good news is indicated. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 7, 8, 9, 10


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમને બુધની દિનદશા શરૂ થયેલી છે. 16મી જૂન સુધી નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી જાો. ધણી-ધણીયાણીમાં મતભેદ ઓછા થશે. પ્રેમી કે પ્રેમીકા તરફથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. પસંદગીની વ્યક્તિને મળી શકશો. નવા કામ શોધવામાં સફળ થશો. ગામ-પરગામ જવાનો પ્લાન બનાવી શકશો.  દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 7, 9, 11, 12 છે.

Mercury’s ascending rule helps you recover from financial troubles by 16th June. Difference between spouses will reduce. You will get good news from the person you most love. You will find your love interest. A new job could be on the horizon. You will be able to make travel plans. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 7, 9, 11, 12


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

23મી માર્ચતી રાહુની દિનદશા શરૂ થયેલી છે તેથી તમારા હાથથી ખોટા કર્છાઓ થશે. જ્યાં કામ કરતા હશો ત્યાંના લોકો સાથ નહીં આપે. તમારી નાની ભૂલ બીજા પહાડ જેવી બનાવી દેશે. ઘરનું વાતાવરણ ખરાબ થઈ જશે. તમારી આપેલી સલાહ બીજાને નહીં ગમે. બીજાની વાતમાં વચ્ચે પડતા નહીં. રાહુને શાંત કરવા ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 6, 7, 8, 10 છે.

Rahu’s rule starting 23rd March could cause an increase in avoidable expenses. Colleagues might seem unsupportive. People will tend to magnify even your minor mistakes. Home atmosphere might not be very peaceful. Your advice might not be taken in the right vein. Avoid interfering in others’ work. Pray to ‘Mahabokhtar Yazad’ every day.

Lucky Dates: 6, 7, 8, 10


LEO | સિંહ: મ.ટ.

05Leo

21મી એપ્રિલ સુધી ગુરૂની દિનદશા ચાલતા કોઈ પણ કામમાં મુશ્કેલી નહીં આવે. મનને શાંત રાખી કામ કરી શકશો. જે પણ ફાયદો થશે તેમાંથી બચત અવશ્ય કરજો.બીજાના મદદગાર બની શકશો. તમે આનંદમાં હોવાથી તબિયતની કાળજ લેશો. તમારા હાથથી ધર્મના કામો થશે. ફેમિલીમાં માન-સન્માન વધી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 6, 7, 11, 12 છે.

Till 21st April, Jupiter gives you a smooth run in everything you attempt. You will work in peace. Try to make investments from your savings. You will be helpful to others. Your happy disposition will reinforce and nurture your good health. You will be able to do charitable work. Family members will show you respect. Pray to ‘Sarosh Yasht’ every day.

Lucky Dates: 6, 7, 11, 12


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે. તેથી બીજાને મદદ કરી શકશો. કુટુંબની જરૂરિયાત પૂરી કરવા એકસ્ટ્રા કમાઈ લેશો. ગુરૂ તમારા હાથથી કોઈની ભલાઈનું કામ કરાવી આપશે. ધનની મુશ્કેલી નહીં આવે. વડીલવર્ગની સેવા કરી તેમની દુવા મેળવી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.

Jupiter’s rule till 22nd May makes you helpful towards others. You will be able to earn extra to satisfy your family’s requirements. You will unassumingly prove beneficial to others. Financial stability is indicated. You will receive the blessing of your elders by serving them. Pray to ‘Sarosh Yasht’ every day.

Lucky Dates: 8, 9, 10, 11


LIBRA | તુલા: ર.ત.

07Libra

શનિની દિનદશા 23મી એપ્રિલ સુધી ચાલતા તમને કામ કરવામાં આળસ આવશે. રોજબરોજનું કામ સમય પર નહીં કરી શકો.કોઈ તમારી સાથે ચીટીંગ કરી શકે છે. કોઈના પર વિશ્ર્વાસ રાખતા નહીં. લાલચ કરતા નહીં. રોજના કામોમાં ઉતાવળ કરશો નહીં. ઘરમાં લોખંડ કે ઈલેકટ્રોનિક ચીજ વસાવતા નહીં. શનિનું નિવારણ કરવા ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 6, 7, 9, 11 છે.

The Sun’s ongoing rule till 23rd April brings in lethargy in your work space. You might be unable to meet work deadlines. You could be cheated by someone. Avoid trusting anyone blindly. Do not be greedy. Do not rush up your daily chores. Prevent making purchases of durables or electronic items. Pray ‘Moti Haptan Yasht’ every day.

Lucky Dates: 6, 7, 9, 11

 


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

બુધની દિનદશા ચાલુ હોવાથી જે પણ ધન કમાશો તે સારી જગ્યાએ વાપરશો. હીસાબી કામ જલદીથી પૂરા કરશો. 17મી એપિલ પહેલા ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. ફેમિલી કે મિત્રોને સાચી સલાહ આપી શકશો. બગડેલા સંબધ સુધારવા તમે સામેથી પહેલ કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.

Mercury’s rule will help you spend funds in the right manner. You will complete any accounting related work on time. You will be able to recover your money by 17th April. You will provide apt advice to your friends and family. Try and take the initiative to repair severed ties. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 8, 9, 10, 11


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

18મી મે સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારા દુશ્મનને બુધ્ધિબળથી હરાવી શકશો. તમારા રોજના કામ વીજળીવેગે પૂરા કરી શકશો. ધનનો ફાયદો જ્યાં થતો હશે ત્યાં તમારૂં ધ્યાન પહેલા જશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. બુદની કૃપાથી નાણાકીય બાબતમાં સારાસારી રહેશે. જ્યાં કામ કરતા હશો ત્યાં માન મેળવશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 6, 7, 10, 12 છે.

Under Mercury’s influence till 18th May, you will be able to fight your enemies with the power of your wisdom. You will be able to complete daily work with lightning speed. Your focus will gravitate towards financial gains. Ensure to make investments. It will be a good week financially. You will gain respect at your work place. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 6, 7, 10, 12


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

21મી એપ્રિલ સુધી મંગળની દિનદશા ચાલશે. તેથી મનની શાંતિ નહીં રહે. મંગળને કારણે ઈરીટેટ થશો. ખોટા ખર્ચા વધવાથી ત્રાસી જશો. ગુસ્સા પર કાબુ નહીં રહેવાથી ખોટી વ્યક્તિ સાથે ઝઘડો થઈ જશે. તમારૂં અંગત વ્યક્તિ તમારી ખીલાફ જશે. મનગમતી વ્યક્તિને મળશો નહીં. વાહન ચલાવતા નહીં. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 7, 8, 9, 11 છે.

Till 21st April, Mercury’s rule causes lac of peace mentally. You could feel irritable. Unnecessary expenses could frustrate you. You might get into unnecessary arguments as you will not be able to control your temper. A close family member could confront you. This is not a good time to seek a love interest. Avoid driving. Pray ‘Tir Yasht’ every day.

Lucky Dates: 7, 8, 9, 11


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી મનને શાંત રાખી કામ કરી શકશો. તમારો સેલ્ફકોન્ફિડન્સ સારો રહેશે. ઘરવાળાની ચિંતા 23મી એપ્રિલ સુધી નહીં સતાવે. તમારા કામ સાથે બીજાને મદદગાર થશો. ઘરમાં કોઈની તબિયતમાં બગાડો હશો તો આ અઠવાડિયામાં ફાયદો થશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 6, 7, 10, 12 છે.

The Moon’s rule helps you complete your work with peace of mind. Your self-confidence will rise. You will not have any worries about your family members till 23rd April. In addition to doing a good job yourself, you will help others. Any unwell relative will show improvement in health. It will be a good week financially. Pray the 34th name ‘Ya Bestarna’, 101 times every day.

Lucky Dates: 6, 7, 10, 12


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમને આથી શીતળ ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. રોકાયેલા કામો ફરી ચાલુ કરી શકશો. કોર્ટના કામમાં ફસાયેલા હશો તો આવતા 50 દિવસમાં બહાર આવી શકશો. કોમ્પ્રોમાઈઝ કરી તમારૂં કામ પતાવી દેજો. નાની મુસાફરી કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ભુલ્યા વગર દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.

The Moon’s ascending rule helps you restart ventures that were facing issues. Those embroiled in legal/court matters will find a way out within the next 50 days. Even if you have to make compromises to complete your work, do so and finish your work. Travel to local destinations is indicated. It will be a good week, fincancially. Pray the 34th name ‘Ya Bestarna’, 101 times every day.

Lucky Dates: 8, 9, 10, 11

 

Leave a Reply

*