Your Moonsign Janam Rashi This Week –
27 April, 2019 – 03 May, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

છેલ્લું અઠવાડિયું સુર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. સરકારી કામો કરતા નહીં. બેન્કીંગ જેવા કામમાં ભૂલ થવાના ચાન્સ છે. ઉતરતી સુર્યની દિનદશા વડીલ વર્ગની તબિયત બગાડી શકે છે. તમારા કરેલા કામ બીજાને નહીં ગમે. તમારે હાઈપ્રેશર જેવી માંદગીથી સંભાળવું.  બપોરમાં સમયે માથુ ભારી થશે. સુર્યના તાપને ઓછો કરવા ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.

In your sixth week remaining for Sun’s rule to pass, avoid government related work. You could make errors in banking-related work. The descending rule of the Sun could cause illness to elders. Your efforts could go unappreciated. Be wary of illnesses related to high blood pressure.  You could feel heavy-headed in the afternoons. Pray ‘Ya Rayomand’ 101 times, every day.

Lucky Dates: 27, 28, 29, 30


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

શુક્રની દિનદશા ચાલુ હોવાથી નવા કામ કરી શકશો. તમારા કામની કદર થશે. ધનની કમી નહીં આવે. જેટલો ખર્ચ કરશો તેટલું કમાઈ લેશો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. અપોજીટ સેકસ સાથે સારા સારી રહેવાથી આનંદમાં રહેશો. ચાલુ કામમાં વધુ ધ્યાન આપજો. ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 28, 1, 2, 3 છે.

Venus’s ongoing rule helps you complete new tasks. Your work will be appreciated. You will not face scarcity of wealth. Despite your spendings, you will earn back your money. You are strongly advised to make investments. Your cordial relations with the opposite gender brings you happiness Focus on your daily work. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 28, 1, 2, 3


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમારા મોજશોખ વધતા રહેશે. ખાવાપીવામાં ખર્ચ વધી જશે. મિત્રો પાસેથી માન મળશે. અગત્યના ડીસીઝન લઈ શકશો. નાણાકીય ફાયદા મળતા રહેશે. મનગમતી વ્યક્તિને મળી શકશો.  પ્રેમી કે પ્રેમીકાને તમારા મનની વાત જણાવી દેજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 28, 30, 2, 3 છે.

Enjoyment is on the rise. Food bills could rise. Friends will show you respect. You will be able to make important decisions. Financial gains indicated. You could meet your soul mate. Ensure to share your feelings with your loved one. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 28, 30, 2, 3


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

છેલ્લુ અઠવાડિયું રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. નાનામાં નાના કામમાં મુશ્કેલી આવતી રહેશે. જો કોઈ વ્યક્તિની મદદ કરવા જશો તો તે પોતાના દુ:ખ બતાવી પરેશાન કરી નાખશે. અ અઠવાડિયામાં કોઈ અગત્યના કામો કરતા નહીં. 4થી મે થી ચાલુ થતી શુક્રની દિનદશા તમને દરેક બાબતમાં મજબૂત બનાવી દેશે. આ અઠવાડિયું શાંતિથી પસાર કરવા માગતા હો તો દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 27, 28, 2, 3 છે.

As you await for Rahu’s rule to pass, you could face challenges in performing even petty chores. Those you would try to help could hassle you with their issues. Avoid doing any important projects this week. Venus’ rule starting May 4th makes you stronger in all ways. To spend this week in peace, pray ‘Mahabokhtar Nyaish’ every day.

Lucky Dates:  27, 28, 2, 3


LEO | સિંહ: મ.ટ.

05Leo

4થી જૂન સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમે ખૂબ નેગેટીવ વિચાર કરશો. નાણાકીય મુશ્કેલી વધી જશે. ફેમિલી મેમ્બર નાની બાબતમાં નારાજ થશે. રાહુ તમારા મગજને કામ કરવા નહીં દે. તમારી સાથે કામ કરનાર વ્યક્તિ તમને પરેશાન કરશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.

Rahu’s ongoing rule till 4th June could eclipse you mind with negative thoughts. You could face financial difficulties. Family members could get upset with you for minor reasons. Rahu’s rule could blur your thinking. Colleagues could prove. Pray ‘Mahabokhtar Nyaish’ every day.

Lucky Dates: 27, 28, 29, 30


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથે ચેરીટીના કામો થતા રહેશે. બીજાની મદદ કરી તેની દુવા મેળવી લેજો. નવા કામ કરવાથી આનંદમાં આવશો. નાણાકીય બાબતમાં અચાનક ફાયદો થશે. ઘરની વ્યક્તિને આનંદમાં રાકી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા.  28, 1, 2, 3 છે.

Jupiter’s rule will nudge you towards doing charity. Helping others will gain you blessings. New ventures will bring you delight. Financial gains indicated. You will keep you family members happy. Pray ‘Sarosh Yasht’ every day.

Lucky Dates:28, 1, 2, 3

 


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી જૂન સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા દરેક કામ સારી રીતે પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. નવા કામમાં પણ સફળતા મળશે. ગુરૂની કૃપાથી તબિયતાં સારા સારી રહેશે. અટકેલા કામો ફરી ચાલુ કરી શકશો. મુસાફરીનો પ્લાન બનાવી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 29, 30, 2, 3 છે.

Jupiter’s rule up to 23rd June helps you complete your work in time. It will be a good week financially. You will succeed in new endeavors. Health will improve. You will be able to restart your projects that had taken a back seat earlier. Travel plans are on the cards. Pray to ‘Sarosh Yazad’ every day.

Lucky Dates: 29, 30, 2, 3


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

24મી મે સુધી શનિની દિનદશા ચાલશે. તેથી નાના કામો પણ સમય પર પૂરા નહીં કરી શકો. રોજના કામ કરવામાં ખૂબ કંટાળો આવશે. આવક કરતા ખર્ચ વધી જશે. ખોટા ખર્ચાઓ વધી જશે. માથાના દુખાવા કે સાંધાના દુખાવાથી પરેશાન થશો. ફેમિલી મેમ્બર તમારાથી નારાજ રહેશે. લોખંડની વસ્તુ લેતા નહીં. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 27, 28, 1, 3 છે.

Saturn’s rule till 24th May could disallow your fulfilling even minor responsibilities on time. You could feel a sense of lethargy seeping in your daily work. You could end up spending more than you earn. Unnecessary expanses could increase. You could experience headaches and joint pains in the week. Family members could get upset with you. Avoid purchasing items made of iron. Pray ‘Moti Haptan Yasht’ every day.

Lucky Dates: 27, 28, 1, 3


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

18મી મે સુધી બુધની દિનદશા ચાલુ છે. તમે હીસાબી અને લેતી-દેતીના કામ પર ધ્યાન આપજો. લેણાના પૈસા માટે ભાગદોડ કરવી પડશે. મીઠી જબાન વાપરી પોતાનું કામ કરાવી લેજો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. જૂના કામમાં આવક વધવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 27, 28, 30, 2 છે.

Mercury’s rule till 18th May suggests you concentrate on your banking and collections-related work. You will have to put in a lot of effort trying to retrieve your money from people. Try and keep your words sweet to get your work done. Ensure to make investments this week. There will be greater earnings from your old jobs. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 27, 28, 30, 2


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

18મી જૂન સુધી બુધની દિનદશા ચાલશે. બળની જગ્યાએ બુધ્ધિ વાપરીને કામ કરજો. જયાં ફાયદો થતો હશે ત્યાં વધુ ધ્યાન આપજો. મિત્રોને સાચી સલાહ આપી દિલ જીતી લેશો. લાંબા સમય માટે ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. પ્રેમી કે પ્રેમીકાને પોતાના મનની વાત જણાવી દેજો. મનને આનંદ મળે તેવા સમાચાર મલશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 27, 28, 30, 2 છે.

Mercury’s rule till 18th June suggests you use your mind over your strength. Concentrate on avenues which are advantageous to you. Give friend the right advice to win their hearts. You will be able to make long term investments. Open your heart and mind to your loved one. You can expect some good news, which will bring you much joy. Pray to ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 27, 28, 30, 2


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

22મી સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમે ચડીયા સ્વભાવના થઈ જશો. સમજ્યા વગર સામેવાળા પર ગુસ્સે થઈ જશો. તમારી તબિયત અચાનક બગડી જશે. બલ્ડપ્રેશર માથાના દુખાવાથી પરેશાન થશો. વાહન સંભાળીને ચલાવજો. ભાગીદાર સાથે મતભેદ પડશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 27, 30, 1, 3 છે.

Mercury’s rule till the 22nd causes you irritation. You could get short-tempered with people without hearing their side. Health could suddenly go down. You could experience issues related to pressure and headaches. Practice caution while driving. You could get into differences with your partner. Pray ‘Tir Yasht’ every day.

Lucky Dates: 27, 30, 1, 3


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી મે સુધી ચંદ્રની દિનદશા ચાલશે. જે પણ ડીસીઝન લેશો તે વિચાર કરીને લેજો. જે કામ કરશો તેમાં સફળતા મળશે. ચંદ્રની કૃપાથી કોન્ફીડન્સ વધી જશે. તબિયતમાં સારા સારી રહેશે.  નાણાકીય મુશ્કેલી નહીં આવે. ફેમિલી મેમ્બરને ખુશ રાખી શકશો. ફેમિલી ટુર કરી શકશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 28, 29, 30, 1 છે.

The Moon’s rule till 24th May suggests that you think before taking decisions. You will succeed in your endeavors. Your confidence will increase. Health will get better. Financial stability indicated. You will be able to keep your family members happy. A family vacation is in the offing! Pray the 34th name ‘Ya Bestarna’ 101 times.

Lucky Dates: 28, 29, 30, 1

Leave a Reply

*