2જી મે, 2019ના રોજ પાકિસ્તાન સ્થિત જાણીતા ચિત્રકાર, જીમી એન્જિનિયરનેે કરાંચીની આર્ટસ કાઉન્સિલમાં 13મા હબીબ જાલિબ પીસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જીમી એન્જિનિયરે એવોર્ડ કમિટિનો પુરસ્કાર બદ્દલ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જાલિબ લોકોના ખૂબ પ્રિય કવિ હતા, જેમણે લોકોના અધિકારો માટે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો. મુખ્ય મહેમાન – ન્યાયમૂર્તિ રશીદ રઝવીએ એવોર્ડ કમિટીને આ સન્માન માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરવા બદલ પ્રશંસા કરી હતી.
Latest posts by PT Reporter (see all)
- શુભ તીર મહિનો અને તિર્ગનનો તહેવાર - 7 December2024
- ઝેડસીએફ દ્વારા ડો. સાયરસ મહેતાનું સન્માન કરવામાં આવ્યું - 7 December2024
- એક સમોસાવાળો…. - 7 December2024