ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ નવા ટ્રસ્ટીઓની નિમણૂંક કરે છે

1991થી, ત્રણ ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ સમુદાય સંબંધિત કલ્યાણ પ્રવૃત્તિઓમાં એકદમ સક્રિય છે જેમના બે કેન્દ્રો મુંબઈ અને નવસારીમાં સ્થિત છે. 2007માં સોલીસીટર ફરઝાના મોઝગાનીને સામેલ કર્યા પણ બીજા ટ્રસ્ટીઓ સતત કાર્યરત છે. એક દાયકાથી સંસ્થાના ગતિશીલતા અને પ્રવૃત્તિઓને ટકાવી રાખવા અને આગળ વધારવા માટે યોગ્ય અનુગામી યોજનાની જરૂરિયાતને માન્યતા આપતા, ટ્રસ્ટ યોગ્ય ક્ષમતાઓ અને ટ્રસ્ટના સંચાલનમાં નેતૃત્વ સ્વીકારવાની ઝંખના સાથે યોગ્ય વ્યક્તિઓની ઓળખ કરી રહ્યા છે. અસ્પી બી. આંબાપારડીવાલા (50) સાયરસ ડી. વાન્દ્રીવાલા (48) અને રોહિન્ટન જે. કોન્ટ્રાકટર (52) લોક કલ્યાણ પ્રવૃત્તિઓમાં ઉત્સુક રસ અને ઉત્સાહ દર્શાવ્યો અને નવસારીની સ્થાનિક સમિતિના સભ્યો તરીકે છેલ્લા 10 વર્ષથી ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે. તેમની પ્રતિબદ્ધતા અને સમર્પણને સાબિત કર્યા પછી, ટ્રસ્ટીઓએ સર્વસંમતિથી તેમને ટ્રસ્ટી તરીકે ઉભા કરવાનો નિર્ણય લીધો છે. નવસારીની સર સીજેએમઝેડ મદ્રેસા હાઈસ્કુલ અને શેઠ આરજેજે હાઈસ્કુલમાં અસ્પી અને સાયરસ બન્ને શિક્ષકો છે. રોહિન્ટન જે એક ઉદ્યોગપતિ છે અને પોતાની ફાર્માસ્યુટીકલ ડિસ્ટ્રીબ્યુશન એજન્સી ચલાવે છે. આ ત્રણેય વર્ષોથી મેનેજિંગ કમિટીનો ભાગ છે અને નવસારી ખાતે ડી એન મહેતા સાર્વજનિક હોસ્પિટલ ચલાવે છે.
ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ તેમને ટ્રસ્ટી તરીકે આવકારે છે અને વિશ્વાસ કરે છે કે તેઓ દાતાઓ અને લાભાર્થીઓ સાથે હળીમળીને કામ કરશે. નવસારી હવે સુરક્ષિત થવા પામ્યું છે. તેવીજ રીતે મુંબઇમાં પણ પ્રતિભાશાળી વ્યક્તિઓ ટ્રસ્ટીશીપ લેવાની તૈયારીમાં છે. એકવાર તેમના નિમણૂંકને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તે પછી વિગતો શેર કરવામાં આવશે.

Leave a Reply

*