ગ્લોબલ વર્કિંગ ગ્રુપ (જીડબલ્યુજી)હવે મોબેદો માટે ભંડોળ ઉભું કરવાનો લક્ષ્યાંક ધરાવે છે

05મે, 2019ના ઓર્લાન્ડો, યુએસએ ખાતે યોજાયેલી (જીડબલ્યુજી)ની તાજેતરની બેઠકમાં, ચર્ચામાં લેવાયેલા મુદ્વાઓ પૈકીના એકમાં, મોબેદીના વ્યવસાયને આર્થિક રીતે વ્યવહારૂ વ્યવસાય બનાવવો. જેથી આપણા માનનીય મોબેદો આરામદાયક જીવન જીવવા અને આપણા સમુદાયના અસ્તિત્વને ટકાવી રાખવા સક્ષમ બનાવી શકાય.
આ સંદર્ભમાં, ફૂલ ટાઈમ પ્રેક્ટિસિંગ મોબેદને નાણાકીય ટેકો વધારવાનું જરૂરી લાગ્યું હતું.
ફૂલ ટાઈમ પ્રેક્ટિસિંગ મોબેદ જે 60 વર્ષથી ઓછી ઉંમરના અને જેની વાર્ષિક આવક રૂા. 6,00,000/-થી ઓછી હોય અને તેમની આવક વધારવા માટે નાણાકીય સહાય પ્રાપ્ત કરવામાં રસ હોય, 15 જૂન, 2019 સુધીમાં તેમનું નામ, ઉંમર અને સરનામુ જણાવવા વિનંતી કરવામાં આવે છે. ત્યારબાદ તેઓને ફોર્મ મોકલવામાં આવશે.
એકત્રિત કરવામાં આવેલ માહિતી સંભવિત ડોનર્સને (મલ્ટી નેશનલ કોર્પોરેશન) ધ્યાનમાં લેવા માટે મોકલવામાં આવશે. જો તે મંજૂર કરવામાં આવશે તો તે આવતા ત્રિમાસિક જાન્યુઆરી અથવા માર્ચ 2020થી આ મદદ શરૂ થવી જોઈએ એવી અપેક્ષા રાખવામાં આવે છે.
આ પહેલ હેઠળ પસંદ કરાયેલા મોબેદોએ ખાસ નોંધ લેવી કે તેઓએ દર છ મહિને જે આતશ બહેરામ. અગિયારી/દાદગાહમાં કામ કરતા હોય તે સંસ્થાના ટ્રસ્ટી અથવા ઈન-ચાર્જ પાસેથી ‘નાણાકીય આર્થિક મદદ મેળવનાર ફૂલ ટાઈમ પ્રેક્ટિસિંગ મોબેદી જ કરે છે.’ એવી ખાતરી આપતું તેઓની સહી સાથેનું સર્ટિફિકેટ જમા કરાવવું પડશે.
સામાન્ય જનતાને અને ખાસ કરીને મોબેદ સમુદાયના સભ્યોને ખબર છે કે જાન્યુઆરી 2019થી ગ્લોબલ વર્કિંગ ગ્રુપ (જીડબલ્યુજી)એ 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના ફૂલ ટાઈમ મોબેદોને અને ફૂલ ટાઈમ મોબેદોની વિધવાઓ માટે એક કલ્યાણ યોજના શરૂ કરી છે, જેમાં 114 મોબેદો અને 31 મોબેદોની વિધવાઓને અનુક્રમે રૂા. 19, 500 અને 13, 500 ત્રિમાસિક રકમ ચૂકવવામાં આવે છે.
આ પહેલને સફળ બનાવવામાં અને કંટાળ્યા વગર સતત પ્રયત્ન કરનાર શ્રી નેવિલ શ્રોફ-ચેરમેન (જીડબલ્યુજી)કે જેઓએ હોંગકોંગ સ્થિત મલ્ટી નેશનલ એન્ટિટીને ભલામણ કરી હતી અને તેઓની આ યોજનાના સ્વિકાર પછી ઝોરાસ્ટ્રીયન ચેરીટી ફંડસ ઓફ હોંગકોંગ, કેન્ટોન અને મકાવ મારફતે ડબલ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસને આ રકમ મોકલી હતી.
જે મોબેદ 60 વર્ષથી ઓછી ઉમરના અને રૂા. દર વર્ષે 6,00,000/-થી ઓછી આવક ધરાવતા હોય અને આ ઉપલબ્ધ સુચિત નવી યોજનામાં જોડાવામાં રસ હોય તેઓને નીચેના સરનામે અરજી કરવાનું જણાવવામાં આવે છે.
ધ ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસ,
સી-1, હર્મસ હાઉસ, 3જે માળે,
મામા પરમાનંદ માર્ગ, ઓપેરા હાઉસ, મુંબઈ 4.

Leave a Reply

*